અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાનું કારણ શું હતુ જાણો…

અમદાવાદ : અમદાવાદની 50 બેડવાળી કોવિડ-19 ડેડિકેટેડ શ્રેય હોસ્પિટલ (Shrey Hospital) માં આજે વહેલી સવારે આગ લાગી હતી. ICUમાં સવારે 3.30 વાગ્યે આગ લાગી જતા 8 કોરોના દર્દીઓનું મોત (Death of patients) નિપજ્યુ હતું જેમાં ત્રણ મહિલાઓ શામેલ હતી. આ દર્દીઓને ICUમાં રાખવામાં આવ્યા હતા જ્યાં 10 બેડ પર 8 દર્દીઓને રખાયા હતા. ઘટના બાદ 40 જેટલાં દર્દીઓને SVP હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાનું કારણ શું હતુ જાણો...

શ્રેય હોસ્પિટલમાં નાઈટ ડ્યૂટીમાં ફરજ બજાવતા વોર્ડ બોય ચિરાગે (Ward Boy Chirag જણાવ્યુ કે, તે રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ પાણી પીવા બહાર આવ્યો હતો. ICUમાં કોરોના સંક્રમિત દર્દીનો ભાઈ ગૌરવ (Patient Brother) અંદર હતો તેને જોરથી બુમો પાડી કે પાણી લઈને આવો. કારણ કે બેડ પર દર્દીનાં વાળ સળગી રહ્યા હતા તે દરમિયાન દર્દીનો ભાઈ PPE કીટ પહેરીને પોતાના ભાઈને બચાવવા ગયો પરંતુ તેની PPE કીટને આગે ઝડપી લીધો અને તે દાઝ્યો અને ઘટના સ્થળે ડોક્ટર ગયા તો તે પણ દાઝ્યા. આ દરમિયાન ત્યા બ્લાસ્ટ (Blast) થયુ હતુ. બીજી તરફ અરવિંદભાઈ ભાવસાર નામના દર્દી ઓક્સિજન માસ્ક (Oxygen mask) કાઢી નાખતા તેમને બેડ સાથે બાંધવામાં આવ્યા હતા. પરંતુ આગ લાગ્યા બાદ તેમને છોડાવી ન શકતા આગમાં તેમનું મોત થયુ હતું. તેણે કહ્યુ કે રાતે 3 વાગ્યાની આસપાસ બ્લાસ્ટ થયો હતો અને બ્લાસ્ટનો અવાજ આવતા જ હોસ્પિટલમાં જ્યાં ત્યાં અફરાતફરી મચી ગઈ હતી.

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાનું કારણ શું હતુ જાણો...

ચિરાગે જણાવ્યુ કે ઘટના બાદ અધિકારીઓએ મારા કહેવા પર મને અંદર લઈ ગયા અને તેમણે મને ઓક્સિજન કીટ (Oxygen kit) પહેરાવી. બ્લાસ્ટ બાદ હોસ્પિટલની અંદરની સ્થિતિ ખુબ બગડેલી હતી. (Chirag said) ચિરાગે કહ્યુ કે, અંદર સામાન ગમે તેમ અસ્ત વ્યસ્ત હતુ. દર્દીઓનાં મૃત શરીરોને હાથ લગાડતી વખતે તેમની ચામડી હાથમાં આવી રહી હતી. ફાયર બ્રિગેડ (Fire brigade) ની ટીમ સીધે સીધા દર્દીઓના સંપર્કમાં આવ્યા હોવાથી તેઓ સેલ્ફ ક્વારન્ટીન (Self quarantine) થયા છે.

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાનું કારણ શું હતુ જાણો...

લગભગ 3.10 વાગ્યે ફાયરબ્રિગેડને હોસ્પિટલમાં આગ લાગ્યા હોવાની માહિતી મળી અને 10 મિનિટમાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. સાડા ત્રણ વાગ્યે હોસ્પિટલમાં (Hospitalized) દાખલ તમામ દર્દીઓને સલામત રીતે નીચે ઉતારવામાં આવ્યા અને ત્યાર બાદ ફાયર બ્રિગેડની ટીમે લાગેલ આગ પર કાબૂ મેળવ્યો હતો. હોસ્પિટલની બેદરકારી છે કે કેમ તે હજી સામે આવ્યુ નથી તે માટે તપાસ હાથ ધરવામાં આવશે પરંતુ ઘટના બાદ મૃતકોનાં પરિવાર જનો શ્રેય હોસ્પિટલ (Shrey Hospital) માં પહોંચ્યા હતા ત્યા પરિવારજનોએ ઘટના અંગે સવાલો કર્યા હતા પરંતુ યોગ્ય જવાબ ન મળતા ત્યાની સ્થિતિ બગડી ગઈ હતી.

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાનું કારણ શું હતુ જાણો...

આ ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani) સાથે વાતો કરી. નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જણાવ્યુ હતુ કે અમદાવાદનાં હોસ્પિટલમાં થયેલ આ ઘટનાથી હુ દુખી છું અને તે પરિવાર સાથે મારી સંવેદનાઓ છે. ઘાયલ થયેલા તમામ દર્દીઓના સ્વસ્થ્ય થવાની કામના કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ જણાવ્યુ કે તેમણે વિજય રૂપાણી અને મેયર બિજલ પટેલ (Bijal Patel) સાથે વાત કરી અને થયેલ ઘટના અંગે જાણકારી મેળવી. નરેન્દ્ર મોદી (Narendra Modi)એ મૃતકોનાં પરિવારજનોને વડાપ્રધાન રાહત ભંડોળ (Prime Relief Fund) માંથી 2-2 લાખ રૂપિયા અને ઘાયલો માટે 50 હજારનાં મદદનું આશ્વાસન આપવામાં આવ્યુ હતુ.

ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વીટ

મૃતકોમાં એક જ વ્યકિત 42 વર્ષનો હતો જેનું નામ આરિફ મંસૂરી હતુ. બાકીનાં તમામ દર્દીઓ 50 વર્ષની ઉપરનાં હતા. આયેશાબેન તિરમીઝી 51, જ્યોતિબેન સિંધી 55, નરેન્દ્ર શાહ 61, લીલીબેન શાહ 72, અરવિંદ ભાવસાર 78, નવનીત શાહ 80, મનુભાઈ રામી 82 શામેલ છે. જણાવી દઈએ કે આખી હોસ્પિટલમાં કોરોના વાયરસથી સંક્રમિત 57 દર્દીઓ હતા જેમાં 10 દર્દીઓ ICUમાં હતા એવી માહિતી સૂત્રો આધારે જાણવા મળેલ છે. આ ઘટના બાદ હોસ્પિટલને સીલ કરી દેવાયો છે. આ ઘટના બાદ આરોગ્ય સચિવ જયંતિ રવિ પણ ઘટના સ્થલે પહોંચ્યા હતાં. તેમણે જણાવ્યુ કે સંપૂર્ણ ઘટનાની તટસ્થ રીતે તપાસ કરવામાં આવશે અને આ દુર્ઘટના પાછળ કોની બેદરકારી છે તેની પણ તપાસ થશે.

Related Posts