જાણો સીબીએસઇ બોર્ડની પરીક્ષાઓ થશે કે નહીં

નવી દિલ્હી: સીબીએસઇ (CBSE)ની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ ચોક્કસ થશે અને તે માટેનો કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર થઇ શકે છે એમ આ કેન્દ્રીય પરીક્ષા બોર્ડના સચિવ અનુરાગ ત્રિપાઠી (Anurag Tripathi)એ ગત રોજ જણાવ્યું હતું. ત્રિપાઠી દ્વારા આ ટિપ્પણીઓ કોવિડ-૧૯ના વધતા કેસો વચ્ચે વિવિધ વર્ગો તરફથી બોર્ડની પરીક્ષાઓ (Board exams) રદ કરવા અથવા તો મોકૂફ રાખવા માટેની માગણીઓ વચ્ચે આવી હતી. બોર્ડ પરીક્ષાઓ ચોકકસ થશે અને એક શિડ્યુલ ટૂંક સમયમાં જાહેર કરવામાં (The schedule will be announced soon.) આવશે. સીબીએસઇ યોજનાઓ બનાવી રહ્યું છે અને ટૂંક સમયમાં એ જાહેર કરશે કે કઇ રીતે ટેસ્ટ મૂલ્યાંકનો કરશે એમ તેમણે એસોચેમ દ્વારા નવી શિક્ષણ નીતિ અંગે આયોજીત એક વેબીનારમાં જણાવ્યું હતું.

જાણો સીબીએસઇ બોર્ડની પરીક્ષાઓ થશે કે નહીં

તેમણે અલબત્ત, એ બાબતે કોઇ ટિપ્પણી કરી ન હતી કે આ પરીક્ષાઓ એ જ ફોર્મેટમાં લેવાશે અને ફેબ્રુઆરી-માર્ચમાં જ કાર્યક્રમ મુજબ યોજાશે કે પછી ત્યારે મોકૂફ રખાશે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ (Covid19) નો ફેલાવો અટકાવવા માટે માર્ચમાં દેશભરમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી. જે 15 ઓકટોબરથી કેટલાક રાજ્યોમાં આંશીક રીતે ચાલુ કરવામાં આવી છે. અલબત્ત, કેટલાક રાજયોએ કોવિડ-૧૯ના વધેલા કેસો વચ્ચે તે ફરીથી બંધ કરી દેવાની જાહેરાત કરી હતી. બોર્ડ પરીક્ષાઓ માર્ચમાં અધવચ્ચે મોકૂફ રાખવામાં આવી હતી અને બાદમાં વૈકલ્પિક મૂલ્યાંકન યોજનાના આધારે પરિણામો જાહેર કરી દેવામાં આવ્યા હતા. એવી માગણીઓ થઇ છે કે શાળાઓ બંધ રહેવાનું ચાલુ રહ્યું છે અને શીખવવાનું તથા ભણવાનું સંપૂર્ણ ઓનલાઇન ચાલી રહ્યું છે ત્યારે સીબીએસઇ બોર્ડની પરીક્ષાઓ (CBSE Board Exams) મે સુધી મુલતવી રાખવામાં આવે.

જાણો સીબીએસઇ બોર્ડની પરીક્ષાઓ થશે કે નહીં

જણાવી દઈએ કે જે રીતે 2020 દેશ માટે કાળ બનીને આવ્યું છે તેની દેન કોરોના છે જે દેશભરમાં પગ પસારવાનું શરૂ કરતા સરકારે ઝડપી કાર્યવાહી કરીને દેશભરમાં લોકડાઉન શરૂ કરવાનું નિર્ણય કર્યો હતો. આ લોકડાઉનનાં કારણે ધંધા-વ્યાપાર, રોજગાર સાથે શૈક્ષણિક સંસ્થાઓની તમામ પ્રવૃત્તિઓ પણ બંધ કરી દેવાઈ હતી. દેશની અર્થવ્યવસ્થાને ફરી પાટા પર લાવવા માટે ધીમે ધીમે દેશભરમાં અનલોકની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ પરંતુ શૈક્ષણિક પ્રવૃત્તિઓ અંગે સરકાર હજી પણ શરૂ કરવા માટે મક્કમ થઈ રહી નથી. પરંતુ હવે કેન્દ્રીય પરીક્ષા બોર્ડનાં સચિવ અનુરાગ ત્રિપાઠીએ સીબીએસઈ ધોરણ 10 અને 12નાં વિદ્યાર્થીઓની પરીક્ષાઓ ચોક્કસ થશે અને તે માટે વહેલા કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર થશે તેવું જણાવ્યું છે.

Related Posts