‘અમે માફિયા છીએ, તારી પાસે જે કંઈ હોય તે આપી દે’ જાણો કઈ રીતે હાઈવે પર થઈ રહી છે લૂંટ..

ઉમરગામ : ઉમરસાડી પારડીના ઇસમની કાર વાપીથી મહારાષ્ટ્રમાં ફાઉન્ટન હોટલ (Fountain Hotel) સુધી જવાનું ભાડું નક્કી કરી ભીલાડ નજીક વલવાડા હાઇવે (Highway) ઉપર રાત્રે ઇકો કાર અને સોનાની ચેન, રોકડ મળી ૩.૩૩ લાખની લૂંટ ચલાવી ત્રણ શખ્સો નાસી જતા ચકચાર મચી ગઇ હતી.વલસાડ જિલ્લાના પારડી ઉમરસાડી દેસાઈવાળ અંબિકાનગરમાં રહેતા હિતેન્દ્ર અશોકભાઈ પરમાર વાપીની (Vapi) ઈકરા હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરે છે અને ઈકો ગાડી ભાડે ફેરવી પરિવારનું ગુજરાન ચલાવે છે. રવિવારે રાત્રે સાડા આઠેક વાગ્યાના સુમારે વાપી જીઆઇડીસી ચાર રસ્તા પાસે પોતાની ઈકો કાર નંબર ડી. એન. ૦૯ ક્યુ ૭૭૯૫ લઈને ઉભો હતો.

‘અમે માફિયા છીએ, તારી પાસે જે કંઈ હોય તે આપી દે’ જાણો કઈ રીતે હાઈવે પર થઈ રહી છે લૂંટ..

તે દરમિયાન ત્રણ હિન્દી ભાષીએ આવી મહારાષ્ટ્રના ફાઉન્ટન હોટલમાં જવાનું કહી રૂપિયા ૨૨૦૦નુ ભાડું નક્કી કરી કાર ભાડે કરી હતી. દરમિયાન ભીલાડના વલવાડા ગામે પ્રાઈમ ગ્રેનાઇટની સામે એક શખ્સે વોમિટિંગ થતી હોવાનું બહાનુ બતાવી કાર સાઈટ ઉપર ઉભી રખાવતા ત્રણે શખ્સો કારમાંથી ઉતરી ગયા હતા અને ‘અમે માફિયા છીએ, તારી પાસે જે કંઈ છે, તે આપી દે’ કહી દેશી કટ્ટા જેવું હથિયાર તેના પેટના ભાગે મૂકી ગળામાં પહેરેલી અડધા તોલાની સોનાની ચેન તોડી નાખી હતી, ઉપરાંત પાકીટમાં મુકેલા રોકડા ૨ હજાર, જીઓ કંપનીનો મોબાઇલ તથા ૩ લાખ રૂપિયાની ઇકો કાર મળી ૩.૩૩ લાખની લૂંટ ચલાવી અજાણ્યા શખ્સો કાર લઈ મહારાષ્ટ્ર તરફ ભાગી ગયા હતા. ત્યારબાદ પાછળથી બાઇક ચાલક આવતા તેને બનાવની જાણ કરી સો નંબર ઉપર પોલીસને જાણ કરતાં પોલીસે ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. આ બનાવની ફરિયાદ હિતેન્દ્રભાઈ અશોકભાઈ પરમાર (રહે, ઉમરસાડી, દેસાઈવાળ, અંબિકાનગર, પારડી)એ આપતા ભીલાડ પોલીસે ત્રણ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઇ એ.ડી. મિયાત્રાએ હાથ ધરી હતી.

‘અમે માફિયા છીએ, તારી પાસે જે કંઈ હોય તે આપી દે’ જાણો કઈ રીતે હાઈવે પર થઈ રહી છે લૂંટ..

રાજયમાં કુખ્યાત તાડપત્રી તોડી ચોરી કરતી ગેંગના 2 મોરાઈથી ઝડપાયા

વાપી : રાજયમાં ડ્રાઈવર કે કલીનર વગરની રોડ પર પાર્ક કરેલી ટ્રકમાંથી માલસામાન ચોરી કરી પોતાની ટ્રકમાં ભરી હેરાફેરી કરી જતી ગેંગે વાપી ટાઉન વિસ્તારમાંથી પણ ગ્રીસ, ઓઈલના જથ્થાઓની ચોરી કરી હતી. જે ગેંગ ચોરીનો માલસામાન ભરેલી ટ્રક લઈને મોરાઈ નીકળી હોવાની માહિતી એસઓજી ટીમને મળી હતી. જે બાદ પોલીસે મોરાઈ ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવતા બાતમીવાળી ટ્રક આવી પહોંચતા તેને રોકી તપાસ કરી હતી.
જેમાંથી ઓઈલ અને ગ્રીસના પાર્સલ સહિત ડ્રમો ભરેલા મળી આવ્યા હતાં. જે અંગે પોલીસે ટ્રકમાં હાજર મહેબુબ ઉર્ફે કાળા સિદ્દિક ચાંદલીયા અને (2) ઉમર ફારૂક મુસા ચરખા (બંને રહે. ગોધરા) પાસે બીલ અને ટ્રકના કાગળની માંગણી કરતા બંને ઈસમોએ કોઈ સંતોષકારક જવાબ નહિ આપતા પોલીસે ટ્રક, ઓઈલ તથા ગ્રીના બોક્ષ અને બેરલ, મોબાઈલ અને રોકડા 830 મળી કુલ રૂ.22,58,992નો સામાન કબજે કરી આગળની તપાસ હાથ ધરી હતી. જેમાં બંને ઈસમોએ ત્રણેક દિવસ અગાઉ વાપી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મુદ્દામાલ ચોરી કર્યાની કબુલાત કરી હતી. તેની સામે વાપી ટાઉન પોલીસ મથકમાં ગુનો નોંધાયેલો હોય અને તેઓને વાપી ટાઉન પોલીસ મથકમાં સોંપ્યા હતાં. પકડાયેલા બંને ઈસમોનો ઇતિહાસ ગુનાહિત રહ્યો છે, જેમાં મહેબુબ ઉર્ફે કાળા સામે ગોધરા પોલીસ મથકમાં 2, કરજણ પોલીસ મથકમાં 2, સાગબારા, મોડાસા ટાઉન, અને કઠવાલ પોલીસ મથકમાં 1-1 ગુનાઓ નોંધાયા છે. જયારે ઉમર ફારૂક સામે અસલાલી પોલીસ મથકમાં 2, કરજલ પોલીસ મથકમાં 2, માતર, પ્રાંતીજ, વટવા અને કઠલાલ પોલીસ મથકમાં 1-1 ગુનાઓ નોંધાયા છે.

ટ્રકમાંથી સામાનની ચોરી કરી સાથે લાવેલી અન્ય ટ્રકમાં ભરી જતા હતા.
પકડાયેલા બંને ઈસમોની મોડસ ઓપરેન્ડી એવી છે કે, ડ્રાઈવર કે કલીનર વગરની ટ્રક માર્ગ ઉપર ઉભેલી હોય તે ટ્રકની ચોરી કરી અન્ય સ્થળે લઈ જઈ ટ્રકની તાડપત્રી કાપી ટ્રકમાં ભરેલા માલસામાનની ચોરી કરી સાથે લાવેલી અન્ય ટ્રકમાં ભરી માલસામાનની હેરાફેરી કરતાં. પોલીસને મળેલી આ સફળ કામગીરીમાં પો.સબ ઈન્સ. કે.જે.રાઠોડ, હે.કો. અશોકકુમાર, સૈયદ, ખુમાનસિંહ, દિપકસિંહ સહિતની ટીમ જોડાયેલી હતી.

Related Posts