૩૩ ટકાની વધુ નુકસાન ધરાવતાં ખેડૂતોને પિયત વિસ્તારમાં હેકટરદીઠ 13500 ચૂકવવામાં આવશે

ગાંધીનગર : રાજ્યમાં ચાલુ વર્ષે વરસેલા ભારે વરસાદ (Heavy rain)ને કારણે થયેલ ખેડૂતોના પાકને થયેલ નુકસાન (Damage to farmers’ crops) સંદર્ભે સહાય થવા માટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી (CM Rupani)એ રૂ.3700 કરોડનેું ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું છે. આ પેકેજ હેઠળ રાજ્યના 20 જિલ્લાના 123 તાલુકાઓને આવરી લેવામાં આવ્યા છે. જે ખેડૂતને 33 ટકાથી વધુ નુકસાન થયું હશે તેવા ખેડૂતોને આ સહાય ચૂકવાશે.

૩૩ ટકાની વધુ નુકસાન ધરાવતાં ખેડૂતોને પિયત વિસ્તારમાં હેકટરદીઠ 13500 ચૂકવવામાં આવશે

જેમાં પિયત વિસ્તારના ખેડૂતોને હેકટરદીઠ રૂ.13500 ની સહાય બે હેકટરની મર્યાદામાં, એ જ રીતે ખરીફ સિઝનમાં બિનપિયતથી ખેતી થતી હોય તેવા સંજોગોમાં હેકટરદીઠ રૂ.6800 SPRFના અને રૂ.3200 રાજ્ય સરકાર (State Government) ના ફંડમાંથી મળી કુલ 10 હજારની પ્રતિહેકટરની સહાય બે હેકટરની મર્યાદમાં ચૂકવાશે. આગામી 1લી ઓકટોબરથી ખેડૂતોને આ માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજીની ચકાસણી બાદ મળવાપાત્ર તમામ ખેડૂતોને DBT દ્વારા તેમના ખાતામાં સીધા જમા કરાવવામાં આવશે, તેવું આજે વિધાનસભામાં સુરેન્દ્રનગર જિલ્લામાં પાક નૂકશાનીના સરવેની કામગીરી અંગેના ટૂંકી મુદતના પ્રશ્નના જવાબમાં આર.સી. ફળદુએ જણાવ્યું હતું. ફળદુએ વધુમાં કહયું હતુ કે, જે રૂ.6800ની સહાય SPRFની છે એમાં 75 ટકા કેન્દ્ર સરકારના અને ૨૫ ટકા રાજ્ય સરકારનો ફાળો હોય છે. આ પેકેજમાં સૌરાષ્ટ્રના બધા જ જિલ્લાના તમામ તાલુકાઓને આવરી લેવાયા છે. સાથે સાથે નાનો ખેડૂત હોય તો તેને પણ રૂ.5000ની સહાય આપવાનો નિર્ણય કરાયો છે. સુરેન્દ્રનગર જિલ્લાના 216863 ખેડૂત ખાતેદારોને સીધા DBTથી નાણાં જમા કરાવાશે.

Related Posts