પલસાણા, દેલાડ: ખેડૂત (Farmers) વિરોધી કાળા કાયદા રદ કરવા માટે ચાલુ થયેલા આંદોલનના ૬ મહિના પૂરા થયા છે. સંયુક્ત કિસાન મોરચાએ આજના દિવસને કાળા દિવસ તરીકે જાહેર કર્યો હતો. તેને ખેડૂત સમાજ ગુજરાતે સમર્થન જાહેર કર્યું હતું. અને ખેડૂત સમાજના આગેવાનોએ પોતાના ઘરે પણ કાળા વાવટા લગાવ્યા હતા. સમગ્ર ખેડૂત સમાજે (Peasant society) કાળો દિવસ મનાવ્યો હતો. ખેડૂત સમાજ ગુજરાતના પ્રમુખ જયેશ પટેલ (પાલ) તથા દક્ષિણ ગુજરાત (South Gujarat) ખેડૂત સમાજના પ્રમુખ રમેશભાઇ પટેલ (ઓરમા) તેમજ પલસાણા પોલીસે સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલ પટેલની એના ખાતે તેમના ઘરેથી અટકાયત કરી છે.
- ખેડૂત સમાજના અગ્રણીઓ જયેશ પટેલ (પાલ), રમેશ પટેલ સહિત પરિમલ પટેલની અટકાયત
- ખેડૂતવિરોધી કાળા કાયદા રદ કરવા માટે ચાલુ થયેલા આંદોલનના ૬ મહિના પૂરા
કૃષિ બિલના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને આજે 6 મહિના પૂરા થયા છે. તેના ભાગરૂપે સંયુક્ત કિસાન મોરચાએ દેશભરમાં આજના દિવસને કાળો દિવસ તરીકે જાહેર કર્યો હતો. જેને ગુજરાત ખેડૂત સમાજે સમર્થન જાહેર કર્યું હતું અને ગુજરાત સમાજના આગેવાનોએ પોતાના ઘરે પણ કાળા વાવટા લગાવી કાળા દિવસ તરીકે મનાવ્યો હતો. જો કે, પોલીસે ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલ, દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલની અટકાયત કરી છે. જ્યારે પલસાણા ખાતે સુરત જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ પરિમલ પટેલની અટકાયત કરી હતી.
સરકારના કાયદા વિરુદ્ધ આજે ખેડૂતો કાળો દિવસ તરીકે ઉજવવાના હતા. કાળો દિવસ ઊજવે એ પહેલાં જ પલસાણા પોલીસે પરિમલ પટેલની અટકાયત કરી હતી. તેઓ ઊભા પાકની નુકસાની બદલ અપાતા વળતર વિરુદ્વ વિરોધ પ્રદર્શન પણ કરવાના હતા. સરકાર કેળના ઊભા પાકમાં જમીન સંપાદનમાં 2થી 3 લાખ ચૂકવે છે. ત્યારે કુદરતી આફતના કારણે કેળના પાકમાં 13 હજાર ચૂકવવાના નિર્ણયના વિરોધાભાસમાં આંદોલન છેડ્યું હતું. પરંતુ પલસાણા પોલીસે પરિમલ પટેલની એના ખાતે તેમના ઘરેથી અટકાયત કરી હતી. જ્યારે સુરતના જહાંગીરપુરા પોલીસે મનુભાઈ પટેલ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
છેલ્લા 10 દિવસથી વીજળીના અભાવે ખેતી માટે પાણી નહી મળતા રજૂઆત
સુરત: દક્ષિણ ગજરાતમાં તૌકાત તોફાનને લીધે ભરૂચ જિલ્લામાં વીજ પુરવઠો ખોરવાઇ જતા છેલ્લા 10 દિવસથી ખેડૂતોને વીજળી નહી મળતા પાણીના અભાવે ખેતો સુકાઇ રહ્યા હોવાની ફરિયાદ દક્ષિણ ગુજરાતના સહકારી અગ્રણી અને વટારિયા શુગર ફેક્ટરીના ડિરેક્ટર સંદીપસિંહ માંગરોલાએ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ચેરમેન શાહમીના હુસેનને કરી છે. આ અંગે સંદીપસિંહે તેમની રજૂઆતમાં જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લાના વાલિયા, ઝઘડિયા સહિતના તાલુકાઓમાં પણ ફીડરો દ્વારા વીજળી નહીં આપવામાં આવતા પાણીના અભાવે વાવાઝોડાથી બચેલો થોડો ઘણો પાક પણ સુકાઇ રહ્યો છે.ઝઘડિયા તાલુકાના ઘરોલી અને અવિઘાના 66 કેવીના સબ સ્ટેશનો તૈયાર હોવા છતા શરૂ કરવામાં આવ્યા નથી. તેને ત્વરિત શરૂ કરવાની રજૂઆત વીજ કંપની સમક્ષ કરવામાં આવી છે.