ન્યૂયોર્કમાં ટાઇમ્સ સ્કેવેર પર 5 ઓગસ્ટે દેખાશે ભગવાન રામની વિશાળ 3D તસવીર

ન્યૂયોર્ક (New York): અયોધ્યા (Ayodhya)માં 5 ઓગસ્ટે શ્રીરામ મંદિર ભૂમી પૂજન (Ram Mandir Bhumi Pujan) સંબંધે દેશભરમાં ઉત્સાહ છે. આ દરમિયાન અમેરિકા (America) માં પણ 5 ઓગસ્ટે રામ મંદિર ભૂમીપૂજનના અવસરને ભવ્ય બનાવવાની તૈચારી કરી લીધી છે. 5 ઓગસ્ટે ન્યૂયોર્કના પ્રતિષ્ઠિત ટાઇમ્સ સ્કવેર (Time Square) પર ભગવાન શ્રીરામની ભવ્ય તસવીર પ્રદર્શીત કરવામાં આવશે. તેની સાથે જ ટાઇમ્સ સ્કવેર પર રામ મંદિરની પણ થ્રીડી તસવીર (3D Image) દર્શાવવામાં આવશે.

Ayodhya Ram Mandir: Lord Ram images to be displayed in Times ...

આ આયોજનને ખુબ જ ભવ્ય રીતે યોજવાની તૈયારી થઇ રહી છે.એ ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરના શિલાન્યાસ પાંચ ઓગસ્ટે કરવામાં આવશે. અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રીરામ મંદિર માટે ભૂમિપૂજન પાંચ ઓગસ્ટે બપોરે 12.15  વાગ્યે કરશે. ટાઇમ્સ સ્કવેર પર આયોજીત સમારોહ બાબતે ન્યૂયોર્કના મુખ્ય સામુદાયિક નેતા અને અમેરિકન ઇન્ડિયન સમુદાય બાબતની સમિતિના અધ્યક્ષ જગદીશ સેવહાનીએ બુધવારે કહ્યું હતું કે 5 ઓગસ્ટે ન્યૂયોર્કમાં ઐતિહાસિક પળને ઉજવવાની તૈયારી ચાલી રહી છે.

Ayodhya Bhoomi Pooja : New York's Times Square to beam images of ...

જગદીશ સેવહાનીએ કહ્યું હતું કે આ અવસરે વિશાળ નાસ્ડેક સ્ક્રિન અને 17,000 ચોરસ ફૂટની રેપ-અરાઉન્ડ એલઇડી ડિસ્પ્લે (LED Display) સ્ક્રિન લગાવવામાં આવી રહી છે. જેને દુનિયામાં  સૌથી મોટી આઉટર ડિસ્પ્લે અને હાઇ રિઝોલ્યૂશન એક્સ્ટીરિયરમાંથી એક ગણવામાં આવે છે.

Ram Temple groundbreaking: Lord Ram's images to be displayed in ...

જગદીશ સેવહાનીએ કહ્યુ છે કે 5 ઓગસ્ટે સવારે 8 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ડિસ્પ્લે રહેશે. ન્યૂયોર્ક 5 ઓગસ્ટે સવારે 8 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી હિન્દી અને અંગ્રેજીમાં જય શ્રી રામ, ભગવાન રામની તસવીર અને વીડિયો, રામ મંદિરની ડિઝાઇન તેમજ 3ડી તસવીરોની સાથોસાથ અયોધ્યાથી પીએમ મોદી દ્વારા રામ મંદિર નિર્માણના શિલાન્યાસના ફોટોને પણ પ્રદર્શીત કરવામાં આવશે એવું સેવહાનીએ જણાવ્યું હતું અને કહ્યું હતું કે આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભારતીય સમુદાય ત્યાં હાજર રહેશે અને લોકોને મિઠાઇ વહેચીને તેમનું મ્હો મીઠું કરાવવામાં આવશે.0-પ્રસંગને ખાસ બનાવવા માટે અમે ટાઇમ્સ સ્કવેરની પસંદગી કરી છે.

Times Square billboards to hail Lord Ram on 'bhoomi poojan' day ...

ન્યૂયોર્કના મુખ્ય સામુદાયિક નેતા અને અમેરિકન ઇન્ડિયન સમુદાય બાબતની સમિતિના અધ્યક્ષ જગદીશ સેવહાનીએ કહ્યું હતું કે આ જીવનમાં એક વાર કે સદીમાં એકવાર થનારી ઘટના નથી પણ સમગ્ર માનવ સમુદાયના જીવનમાં આવનારી એકવારની ઘટના છે. આ પ્રસંગને ખાસ બનાવવા માટે અમે ટાઇમ્સ સ્ક્વેરની પસંદગી કરી છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં લોકોનું રામ મંદિરનું સપનુ પૂર્ણ થવા જઇ રહ્યું છે અને 5 ઓગસ્ટે સમગ્ર ટાઇમ્સ સ્ક્વેર ભગવાન શ્રીરામના રંગે રંગાઇ જશે.

Related Posts