‘ફેર એન્ડ લવલી’ હવે ‘ફેર’ નહીં રહે

બેંગલુરુ: હિન્દુસ્તાન યુનિલિવર (Hindustan Unilever)ના ભારતીય એકમે ગુરુવારે મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે તે તેની ‘ફેર એન્ડ લવલી’ (Fair & Lovely) ક્રીમના નામમાંથી ‘ફેર’ (fair) શબ્દ કાઢી નાંખશે. હકીકતમાં લાંબા સમયથી નિષ્ણાતોનું કહેવુ છે કે આવા નામવાળા પ્રોડકટસ શ્યામવણીૅ અથવા કાળી ત્વચાવાળા લોકો સામે નકારાત્મક સ્ટીરિયોટાઇપ્સ (stereotypes)ને પ્રોત્સાહન આપે છે. અમેરિકામાં જયોૅજ ફલોયડ (George Floyd)ના મોત પછી રંગભેદ અને અશ્વેત લોકો પર થતા અત્યાચારના વિરોધમાં શરૂ થયેલા આંદોલનો ‘બ્લેક લાઇવ્ઝ મેટર’ ( #BlackLivesMatter ) ના પગલે કોસ્મેટિક્સ કંપની (Cosmectic Company)ઓએ ઉપરોક્ત બાબતે સોશિયલ મીડિયા (Social Media) પર લોકોની પ્રતિક્રિયાના પ્રમાણમાં વધારો જોયો છે.

'ફેર એન્ડ લવલી' હવે 'ફેર' નહીં રહે

હિન્દુસ્તાન યુનિલિવરના અધ્યક્ષ સંજીવ મહેતાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘અમે અમારા ત્વચા સંભાળના પ્રોડકટસને વધુ વૈવિધ્યસભર બનાવી રહ્યા છીએ. સૌંદર્યનું વધુ વૈવિધ્યસભર ચિત્રણ. કંપની પ્રખ્યાત ડવ (Dove) અને નોર (Knorr) શ્રેણીના ઉત્પાદનોનું વેચાણ પણ કરે છે.’ જો કે સૂત્રોનું કહેવુ છે કે કંપની આવા ફેરફારો પર અગાઉથી જ વિચાર કરી રહી હતી. આ સિવાય યુનિલિવરના સુંદરતા અને વ્યક્તિગત સંભાળ વિભાગના પ્રમુખ સની જૈને જણાવ્યુ કે, ‘આપણે જાણીએ છીએ કે “ફેર (fair)”, ” સફેદ (White) “અને ” લાઇટ (light)” શબ્દોનો ઉપયોગ સૌંદર્યનો એકમાત્ર આદર્શ સૂચવે છે કે જેને આપણે યોગ્ય નથી માનતા, અને અમે તેનું સંબોધન કરવા માંગીએ છીએ.’

'ફેર એન્ડ લવલી' હવે 'ફેર' નહીં રહે

‘ફેર એન્ડ લવલી’ (Fair & Lovely) ક્રીમ દક્ષિણ એશિયાના બજારોમાં ખૂબ મોટા પ્રમાણમાં વેચાય છે. ભારતની કોઇ એવી અભિનેત્રી નહીં હોય કે જેણે ‘ફેર અને લવલી’ની જાહેરાતમાં કામ નહીં કયૅુ હોય. ‘ફેર અને લવલી’ ભારતની સૌથી પહેલી ‘ફેરનેસ’ ક્રીમ છે. પાછળથી બજારમાં લો’રિયલ (L’Oreal), લોટસ (Lotus), લેકમે (Lakme) જેવી અનેક બ્રાન્ડસ ઉમેરાઇ છે. એક અભ્યાસ સૂચવે છે કે મોટાભાગની ફેરનેસ ક્રીમ કંપનીઓ ભારતના બજારોમાં વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે કારણ કે ભારતીયોમાં આ પ્રકારના પ્રોડકટસની વધુ માંગ હોય છે.

'ફેર એન્ડ લવલી' હવે 'ફેર' નહીં રહે

હિન્દુસ્તાન યુનિલિવરના આ નિણૅય પછી અમેરિકન મલ્ટિનેશનલ જહોનસન અને જહોનસને (Johnson and Johnson) જાહેરાત કરી છે કે તે ભારતમાં તેના બે ફેરનેસ પ્રોડકટસનું વેચાણ વેચાણ બંધ કરશે. એક અહેવાલ મુજબ હિન્દુસ્તાન યુનિલિવર ‘ફેર એન્ડ લવલી’ ના વેચાણ દ્રારા વાર્ષિક 560 મિલિયન યુએસ ડોલર કમાય છે. અહેવાલો સૂચવે છે કે ભારતમાં ત્વચાને સફેદ કરતા પ્રોડકટસના બજારમાં 50-70% હિસ્સો ‘ફેર એન્ડ લવલી’નો છે.

Related Posts