Science & Technology

Facebookને થોડા નજીકથી ઓળખો….

બાળમિત્રો, કોરોના કાળમાં ઓનલાઇન એજ્યુકેશન શરૂ થયું પછી તો બધા બાળકો મોબાઇલ અને મોબાઇલના પ્રોગ્રામોથી ખૂબ પરિચિત થઇ ગયા છે. વોટસએપ, યુટયુબ, ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ જેવી વધુ ઉપયોગી એપ્સ કેવી રીતે ઓપરેટ કરવી એ હવે કોઇને શીખવવું પડતું નથી. વોટસએપ પછી વધુ ને વધુ એકિટવ પ્રોગ્રામ ફેસબુક છે. કિશોરોથી માંડી વૃધ્ધો સુધીના ફેસબુક સતત રિફર કરતા હોય છે.

દુનિયા આખીમાં 35 કરોડથી વધુ ફેસબુકના આદતગ્રસ્ત લોકો છે. આ આંકડો કયારેક સર્ફિંગ કરતા ફેસબુક ધારકોથી પણ સવારમાં ઊઠીને ચુસ્કી લેતા મોબાઇલ હાથમાં પકડી મોડી રાત સુધી ફેસબુકમાં ડૂબી રહેલા લોકોનો છે. ઇન્ટરનેટનો જેટલો લોકો ઉપયોગ કરે છે, તેનાથી 50 % લોકો ફેસબુકથી જોડાયેલા છે. ફેસબુક વાપરતા લોકોની સંખ્યા મુજબ જો એવો કોઇ ફેસબુક નામનો દેશ હોત તો ચીન, ભારત, અમેરિકા અને ઇન્ડોનેશિયા પછી પાંચમા ક્રમનો દેશ હોત. ફેસબુકમાં ટોટલ એકાઉન્ટમાંથી 14.3 % ફેક એકાઉન્ટ હોય છે અને નવાઇની વાત તો એ છે કે ફેક એકાઉન્ટ બનાવવામાં ભારતીયોની સંખ્યા ટોપ ઉપર છે. ફેસબુક એક ઉપયોગી પ્રોગ્રામ છે પણ જો તેને હેબીટ ના પાડો તો.

આઇસલેન્ડનું સંવિધાન ફેસબુકના આધારે રચાયું હોવાનું કહેવાય છે. ફેસબુકના 3 કરોડ વધુ એકાઉન્ટધારકો મૃત્યુ પામ્યા છે અને તેનો પાસવર્ડ બીજા કોઇને ખબર ના હોવાથી તે બંધ પણ નથી થઇ શકયા. ફેસબુક યુઝર્સ તેને સુવિધા મુજબ 70 ભાષાઓમાં ટ્રાન્સલેટ કરી શકે છે. ફેસબુકના અધધધ ઉપયોગની આંકડાકીય વધુ વાત કરીએ તો એક મિનિટમાં 1 લાખ ફ્રેન્ડસ રિકવેસ્ટ મોકલાય છે. એક મિનિટમાં 33 લાખ પોસ્ટસ્‌ શેર કરાય છે. એક મિનિટમાં 50000 લિંકસ પોસ્ટ કરાય છે. તો 1.5 કરોડ પોસ્ટને લાઇક મળતી હોય છે. એક મિનિટમાં જ 13,888 એપ્લિકેશન અપલોડ કરાય છે અને હા, દર મિનિટે 90,000 જેટલા લોગઇન અને લોગઆઉટ થતાં હોય છે.

Most Popular

To Top