દુકાળમાં અધિક માસ

વૈશ્વિક મહામારી કોરોના વાઇરસને પગલે લોકડાઉન થતા આવશ્યક ચીજવસ્તુઓ સિવાયના ઉદ્યોગ ધંધા બંધ રહેતાં વૈશ્વિક મંદીનું મોજું ફરી વળ્યું છે. મહામારીને પગલે મંદી તેથી આવક બંધ અથવા આવકમાં ઘટાડો અને ખર્ચમાં વધારો જેવી વિષમ પરિસ્થિતિનું નિર્માણ થયું. આ વર્ષે આ કહેવત સાચા અર્થમાં લાગુ પડે છે. આમ તો અધિક માસને પાવનકારી, વ્રત, જપ, તપ, દાનનો મહિનો કહ્યો છે. લોકો, વ્રત, અગિયારસ કરી સ્વાસ્થ્ય સુધારે તો મહામારી દેશવટો લે તેવી શકયતા ખરી! આ માસમાં દાનનો મહિમા છે. અધિકસ્ય અધિક ફલમ, જપ, વ્રત, દાન કરનારને તે અધિક ફળદાયી છે અને પુણ્ય કાર્યો દ્વારા મહામારી રોકવાનો રામબાણ ઇલાજ છે. સાથે માસ્ક, સેનિટાઇઝર, ફિઝિકલ ડિસ્ટન્ટ પણ એટલું જ જરૂરી.

સુરત – વૈશાલી જી. શાહ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Related Posts