‘દરેકની કિંમત’ તેની મહેનત અને કરેલા પરિશ્રમ પરથી આંકવામાં આવે છે

એક શાહુકાર(Lenders) હતો. તે એટલો બાહોશ અને અનુભવી હતો કે તે કોઈ પણ વસ્તુની બરાબર કિંમત કહી શકતો.વસ્તુ સસ્તામાં સસ્તી હોય કે અતિ મૂલ્યવાન, શાહુકાર સાચી જ કિંમત(Exactly the same price) આંકતો.આ વાત રાજાને ખબર પડી. તેમણે શાહુકારને રાજાના દરબાર(The king’s court)માં પધારવાનું નિમંત્રણ મોકલાવ્યું.રાજાએ શાહુકારને કહ્યું, ‘તમારી દરેક વસ્તુની સાચી કિંમત કહેવાની હોશિયારીની વાતો સાંભળી છે. આજે પ્રત્યક્ષ તમારી હોશિયારી બતાવો.’

‘દરેકની કિંમત’ તેની મહેનત અને કરેલા પરિશ્રમ પરથી આંકવામાં આવે છે

શાહુકારે કહ્યું,’મહારાજ, જેવી આપની આજ્ઞા, અહીં હાજર કોઈ પણ વ્યક્તિ મને કોઇ પણ વસ્તુની કિંમત પૂછી શકે છે.’ દરબારીઓએ અનેક જુદી જુદી વસ્તુઓની કિંમતો પૂછી. શાહુકારે બધી વસ્તુની કિંમત સાચી જ કહી.મંત્રીએ રાજાના સિંહાસન(The king’s throne)ની કિંમત પૂછી, શાહુકારે સરસ જવાબ આપ્યો, ‘સિંહાસનની ધાતુ,રત્નો અને કારીગીરી પ્રમાણે આટલી કિંમત થાય, પણ તે નગરના રાજાનું પ્રતીક છે એટલે અમૂલ્ય છે.’ રાજા જવાબ સાંભળી ખુશ થયા. રાજાએ પરીક્ષા અઘરી કરવા પોતાના કુંવરને બોલાવ્યો અને કહ્યું, ‘હવે મારા રાજકુંવરનું મૂલ્ય કહો.’ (Now tell me the value of my prince) આ સાંભળી બધા અવાચક થઈ ગયા,શાહુકાર પણ ચમકી ગયો. તેણે ધીમેથી કહ્યું, ‘મને માફ કરજો રાજન,પણ હું વસ્તુઓનું મૂલ્ય કહું છું.જયારે રાજકુમાર તો માણસ છે અને આજ સુધી મેં કોઈ મનુષ્યનું મૂલ્ય સાંભળ્યું નથી,કોઈને મનુષ્યનું મૂલ્ય (The value of human beings)કરતા જોયા પણ નથી.’

‘દરેકની કિંમત’ તેની મહેનત અને કરેલા પરિશ્રમ પરથી આંકવામાં આવે છે


રાજાએ કહ્યું, ‘આ મારો હુકમ છે,જે કયારેય નથી કર્યું તે કરી બતાવો.જે રીતે તમે વસ્તુનું મૂલ્ય ગણો છો તે રીતે રાજકુમારનું મૂલ્ય ગણી બતાવો.’ શાહુકાર દ્વિધામાં પડ્યો. પછી તેણે વિચારવા માટે થોડો સમય માંગ્યો અને રાજકુમાર સાથે વાત કરવાની મંજૂરી માંગી.રાજકુમાર સાથે વાત કર્યા બાદ અને વિચાર કર્યા બાદ શાહુકારે કિંમત નક્કી કરી અને રાજાને કહ્યું, ‘રાજાજી, મેં મારા અનુભવ અનુસાર કિંમત નક્કી કરી છે. જો આપ મને અભયવચન આપતાં હો કે આપ મારો જવાબ સાંભળી ગુસ્સે નહિ થાવ અને મને કોઈ સજા નહીં કરો.’ રાજાએ વચન આપ્યું.
શાહુકારે કહ્યું, ‘રાજન, રાજકુમારનું નસીબ છે કે તેઓ તમારા પાટવીકુંવર છે એટલે ભવિષ્યમાં રાજા બનશે પણ આજે તો તેમની પોતાની કિંમત બે તાંબાના સિક્કા રોજ બરાબર છે.કોઇ પણ વસ્તુનું મૂલ્ય તે આજે અને આવતી કાલે કેટલી ઉપયોગી થશે અને કેટલા સમય સુધી ઉપયોગી થશે તેના પર આધારિત હોય છે.

‘દરેકની કિંમત’ તેની મહેનત અને કરેલા પરિશ્રમ પરથી આંકવામાં આવે છે

રાજકુમાર આજે કોઈને ઉપયોગી થતા નથી,કોઈ કામ જાતે કરતા નથી એટલે આમ તો તેમની કોઈ કિંમત નથી, પણ જો તેમને સામાન્ય માણસ ગણવામાં આવે અને તેઓ કામ પર જાય તો દિવસના માત્ર બે તાંબાના સિક્કા રોજ મેળવી શકે.’ રાજાને શાહુકારનો જવાબ ગમ્યો. તેને ઘણી ભેટ આપી. મિત્રો, આપણી કિંમત વધારવી હોય તો સતત મહેનત કરવી અને અન્યને મદદરૂપ અને ઉપયોગી થવું જરૂરી છે.

-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts