માંડ-માંડ કારીગરોને સુરત લાવ્યા, બીજી તરફ કોરોનાને પગલે યુનિટ બંધ કરાવતા ઉદ્યોગકારો મુંઝવણમાં

સુરત: કોરોના સંક્રમણ દરિમયાન 4 માસ પછી સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં (Textile industries) તેજી જોવા મળી રહી છે. આગામી લગ્નસરા અને દિવાળી સહિતના પર્વને લીધે ટેક્સટાઇલ ઉદ્યોગમાં ડાઇંગ પ્રોસેસીંગ એકમો બે પાળીમાં ચાલી રહ્યા છે. એવી જ રીતે કારીગરો આવવાના શરૂ થતાં 60 ટકા જેટલા વિવિંગ એકમો પણ બે પાળીમાં ચાલી રહ્યા છે. પરંતુ છેલ્લા પખવાડિયા દરમિયાન સુરતમાં કોરોનાના સંક્રમણના કેસો વધતા સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ (SMC Health Department) દ્વારા રીંગરોડની કાપડ માર્કેટ અને પાંડેસરા જીઆઇડીસીની મિલોમાં આકસ્મિક તપાસ કરી કોવિડ-19ની ગાઇડલાઇનનો ભંગ થતાં જે તે માર્કેટની આખેઆખી વિંગ સીલ કરી દઇ દુકાનોને (Shops) બંધ કરાવી દેવામાં આવી છે. ગઇકાલે સુરત ટેક્સટાઇલ માર્કેટમાં (Textile Market) આવેલી વિ-વિંગમાં બે કેસ મળી આવતા દુકાનો સીલ કરી દેવામાં આવી છે.

માંડ-માંડ કારીગરોને સુરત લાવ્યા, બીજી તરફ કોરોનાને પગલે યુનિટ બંધ કરાવતા ઉદ્યોગકારો મુંઝવણમાં

સુરત મર્કન્ટાઇલ એસોસીયેશનના પ્રમુખ નરેન્દ્ર સાબુએ જણાવ્યું હતું કે જે માર્કેટમાં કોરોનાનો પોઝિટિવ કેસ આવે છે તેની આસપાસની દુકાનોમાં તપાસ કરવામાં આવે છે. જો અન્ય કોઇ વ્યકિતઓ પોઝિટિવ નહીં મળે તો માર્કેટની તે વિંગને ચાલુ રાખવામાં આવે છે. માર્કેટના વેપારીઓ અને કર્મચારીઓ ટેસ્ટ કરાવવા માટે તથા સર્ટીફિકેટ લેવા માટે સહમત હોવા છતાં 8 દુકાનો સીલ કરી દેવામાં આવી હતી. આ મામલે મેયર ડો. જગદીશ પટેલને રજુઆત કરવામાં આવી છે. ગઇકાલે પાંડેસરા જીઆઇડીસીની 35 મિલોમાં સરપ્રાઇઝ ચેકીંગ કરી 4 મિલોને 1-1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જયારે અન્ય મિલોને પરપ્રાંતથી આવેલા કારીગરોનું રેપીડ ટેસ્ટ રિપોર્ટ જમા કરાવવા ચેતવણી આપી હતી.

માંડ-માંડ કારીગરોને સુરત લાવ્યા, બીજી તરફ કોરોનાને પગલે યુનિટ બંધ કરાવતા ઉદ્યોગકારો મુંઝવણમાં

સચિન જીઆઇડીસી નોટીફાઇડ બોર્ડના ચેરમેન મહેન્દ્ર રામોલિયાએ જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગની આકરી કામગીરીથી કારીગરો ભાગી જવાનો ભય ઉભો થયો છે. જો દિવાળીની સીઝન સારી રહેશે તો કારીગરોના પરિવારોનું ગુજરાન પણ ચાલી શકશે. SGTPએના પ્રમુખ જીતુ વખારીયાએ જણાવ્યું હતું કે ઉદ્યોગકારો પાલિકાએ જાહેર કરેલી એસઓપી પ્રમાણે સુધારાઓ કરી રહ્યા છે. તંત્રએ એકમોને તક આપવી જોઇએ. પાલિકાએ આજે જુદા જુદા ઉદ્યોગોની રજુઆતોને પગલે ઓફિસ અને વર્ક પ્લેસ માટે એસઓપી જાહેર કરી છે. અને તે મુજબ ઉદ્યોગકારોને પ્રિવેન્ટીવ પગલા ભરવા જણાવ્યું છે. જે યુનિટમાં હવે બે કેસો આવશે તે યુનિટ 48 કલાક માટે બંધ કરવામાં આવશે. તથા યુનિટ માટે ડિસઇન્ફેશનની કામગીરી કરવાની રહેશે. પરપ્રાંતિ આવતા કારીગરોનો અહેવાલ રોજે રોજ ઝોન કચેરી અથવા આરોગ્ય વિભાગને આપવો પડશે.

Related Posts