જો તમે ઇલેક્ટ્રિક સ્કૂટર (electric scooter) ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. બજારમાં એક નવું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરવામાં આવ્યું છે, જેની કિંમત 69000 રૂપિયાથી શરૂ થાય છે.
જો તમે ટુ વ્હીલર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમે આ વિકલ્પ પર પણ વિચાર કરી શકો છો. ઉર્જા સ્ટોરેજ સોલ્યુશન્સ (electricity storage) પૂરા પાડતા ઓકાયા ગ્રુપના ઇલેક્ટ્રિક વ્હીકલ આર્મે ગુરુવારે નવું ઇલેક્ટ્રિક સ્કૂટર ‘ફ્રીડમ’ (freedom) રજૂ કર્યું, જેની કિંમત 69,900 રૂપિયાથી શરૂ થાય છે. કંપની પહેલેથી જ બે ઇલેક્ટ્રિક સ્કૂટર વેચે છે -1. ઇવિઅન આઇક્યુ શ્રેણી અને 2. ક્લાસ આઇક્યુ શ્રેણી. ત્યારે આજ કંપનીએ વધુ સંશોધન કરીને પોતાનું આ નવું ઓલેક્ટ્રિક સ્કૂટર રજૂ કર્યું છે, જે ભારતીયોની પ્રથમ પસંદ એક્ટિવાની કિંમત અને તેના જેટલીજ સુવિધાથી સજ્જ હશે.
લાંબી બેટરી (battery) ચાલવા માટે કંપનીએ આ મોડેલ માટે ખાસ પ્રકારનું સંશોધન કર્યું છે, અને ખાસ ફ્રીડમ લિથિયમ-આયન અને લીડ-એસિડ બેટરી વિકલ્પો સાથે ઉપલબ્ધ થશે. કંપનીએ આ ઇકો ફ્રેન્ડલી મોડેલને ખાસ પોતાના અદભુત વાતાવરણ ધરાવતા પ્લાન્ટમાં નિર્માણાધીન રાખ્યું છે, જી હા ઓકાયાએ કહ્યું કે નવું સ્કૂટર બદ્દી (હિમાચલ પ્રદેશ) માં તેના ઉત્પાદન પ્લાન્ટમાં બનાવવામાં આવી રહ્યું છે. જ્યાં તમામ પ્રકારની આધુનિક કારીગરીથી સજ્જ હશે. અને ફ્રીડમ લો સ્પીડ અને હાઇ સ્પીડ સહિત ચાર વર્ઝનમાં આપવામાં આવશે.
આ મોડેલની ખાસિયત એ છે કે આ વાહન એક જ ચાર્જ પર વધુમાં વધુ 250 કિમી સુધીનો પ્રવાસ કરી શકે છે. ઓકાયા પાવર ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર અનિલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, “ભવિષ્ય ઇલેક્ટ્રિકનું છે અને અમે દરેક ભારતીયને ઉચ્ચ ગુણવત્તાની, પોસાય તેવી કિંમતો આપવા માટે શ્રેષ્ઠ સ્થિતિમાં છીએ. અમારા સંકળાયેલા વ્યવસાયિક હિતોને કારણે બજારમાં ધાર હોય તે સ્વાભાવિક છે. ” ત્યારે સાચે જ જોવા જઈએ તો હાલ ભવિષ્ય ઇલેક્ટ્રિક સ્કૂટરનું જ છે. તો આ મોડેલ કેટલી ધૂમ મચાવશે?
કંપનીએ જણાવ્યું હતું કે તે ચાલુ નાણાકીય વર્ષમાં 14 નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરવાનું લક્ષ્ય ધરાવે છે, જેમાં હાઇ સ્પીડ મોટરસાઇકલ અને ખાસ B2B વાહનોનો સમાવેશ થાય છે. ઓકાયા પાસે હાલમાં 120 ડીલરો છે અને આગામી દિવસોમાં 800 વધુ ઉમેરવાની યોજના ધરાવે છે.