એક જ પક્ષ એક જ વિચારધારા પરંતુ મુખ્યમંત્રી બદલાય તેની સાથે વિકાસના આયામો બદલાય

દાયકા પૂર્વ સરકાર દ્વારા રાજ્યના વિકાસનો વેગ આપવાના તખ્તા ગોઠવવામાં આવતા ગુજરાત વિકાસ (Gujarat Development) મોડેલના દાવા રજુ થતા આવ્યા છે પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે, એક જ પક્ષ એક જ વિચારધારા પરંતુ રાજ્યના મુખ્યમંત્રી બદલાય તેની સાથે જ જે તે સમયના મુખ્યમંત્રીઓ દ્વારા વિકાસ અને સુ્વિધાના આયોજન પણ બદલાય છે ત્યારે આ તે કેવી વિચારધાના અનુભવ આણંદ વિસ્તારની પ્રજામાં થવા પામી રહયો હોવાનું જાણવા મળેલ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વર્ષ ૨૦૦૨ના ગોધરા કાંડ બાદ ઉદભવેલ સ્થિતિના પગલે તે સમયની સરકાર દ્વારા ગુજરાતને વિકાસને માર્ગે લઇ જવાના આયોજન હાથ ધરાયા અને વાયબ્રન્ટ ગુજરાત(Vibrant Gujarat )ના પ્રારંભ થવા જેના પગલે ગુજરાત વિકાસ (Gujarat Development) મોડેલના ચિત્ર ઉભા થવા પામ્યા પરંતુ આ વિકાસ ચિત્ર (Development picture )આણંદ માટે આભાસી થવા પામી રહ્યા હોય તેમ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીના શાસન દરમીયાન આણંદને મહા પાલિકાનો દરજજ્જો આપવાની વાત હોય કે અત્યાધુનિક સિવિલ હોસ્પિટલ બનાવવાની વાત હોય તેવા સ્વપ્ન ઉભા કરાયા બાદમાં તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા પાલિકા વિસ્તારમાંથી ખાનગી સીટી બસોના રાજ ખતમ કરી પાલિકા હસ્તકની સીટ બસોની સુવિધાના આયોજન હાથ ધરાયા.

આનંદીબેનના ગયા બાદ તત્કાલિન મુખ્યમંત્રી વિજય રુપાણી આરુઢ થવા સાથે સીટીબસના આયોજન અભરાઇ પર ચઢાવવાના ખેલ રચાયા બાકી હતું તો ૨૦૧૭માં મહાપાલિકા (Mahapalika)અંતર્ગત રચાયેલ અવકુડામાં સમાવિષ્ટ ૩૨ ગામોને પડતા મુકવાના આદેશ કરાતા નરેનદ્રભાઇ મોદીના સ્વપ્નને પણ કચડવામાં આવ્યું તો બીજી બાજુ અત્યાધુનિક સિવિલ હોસ્પિટલ (Civil Hospital) સાકાર કરવ મુદ્દે બાઇ બાઇ ચારણીના ખેલ રચવામાં આવી રહ્યા) છે. જેના પગલે એક જ પક્ષ એક વિચારધારા છતાં મુખ્યમંત્રી બદલાય તેની સાથે વિકાસ સુવિધાને કોરાણે મુકાય તો આ કેવી વિચારધારા જેવા સવાલ પણ ઉઠવા પમ્યા હોવાનું જાણવા મળેલ છે.

એક જ પક્ષ એક જ વિચારધારા પરંતુ મુખ્યમંત્રી બદલાય તેની સાથે વિકાસના આયામો બદલાય

એક તરફ પ્રગતીશીલ ગુજરાતની વાતો બીજી તરફ ફક્ત શહેરી વિકાસ હાથ ધરાય અને જીલ્લાઓના વડા મથક પર વિકાસ કોરાણે મુકાય ત્યારે પ્રગતિશીલ ગુજરાત ક્યાં ? જેવા સવાલે પણ ઉઠવા પામી રહ્નાનું જાણવા મળેલ છે.

જો કે આણંદ પંથક કોંગીનો ગઢ માનવામાં આવ્યો હોય સરકાર આણંદના વિકાસ તથા સુવિધાઓ ઉભી કરવા મુદ્દે કિન્નાખોરી દાખવી રહ્યા આશંકાઓ પણ દ્રઢ બનવા પામી હોય ત્યારે સહુનો સાથ સહુનો વિકાસ મંત્ર માત્ર કાગળ પર જ ચરિતાર્થ થયો હોવાની લાગણી ઉઠવા પામી હોવાનું જાણવા મળેલ છે.

Related Posts