EDએ રિયા ચક્રવર્તી વિરુધ્ધ ગુનો નોંધ્યો

મુંબઇ (Mumbai) : એન્ફોર્સમેન્ટ ડાયેક્ટોરેટે (Enforcement Diectorate-ED) સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા (Sushant Singh Rajput suicide case) મામલે અભિનેત્રી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) અને તેના સંબંધીઓ સામે મની લોન્ડરિંગ (money laundering) નો કેસ નોંધ્યો છે. અગાઉ ઇડીએ આ મામલે સુશાંત સિંહના પિતાએ નોંધાવેલી એફઆઈઆરની કોપી શેર કરવા માટે બિહાર પોલીસને પત્ર લખ્યો હતો.

EDએ રિયા ચક્રવર્તી વિરુધ્ધ ગુનો નોંધ્યો

25 જુલાઈએ પટણા પોલીસ (Rajiv Nagar Police Station, Patna) સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆરમાં સુશાંતના પિતા કે કે સિંહે અભિનેતા રિયા ચક્રવર્તી અને અન્ય પાંચ લોકોને તેની મૃત્યુ માટે જવાબદાર ઠેરવ્યા છે. સૂત્રોએ અગાઉ જણાવ્યું હતું કે ઇડી તપાસ કરશે કે શું ખરેખર રાજપૂતની સંપત્તિ ગેરકાયદેસર રીતે રિયા અને તેના પરિવારના સભ્યોના નામે કરવામાં આવી છે કે કેમ? જો એવુ થયુ હોય તો રિયા ચક્રવર્તી અને તેના પરિવારના સભ્યો પર મની લોન્ડરિંગના આરોપો લાગશે.

EDએ રિયા ચક્રવર્તી વિરુધ્ધ ગુનો નોંધ્યો

સુશાંતના પિતા દ્વારા આઇપીસી (IPC) કલમ 306 (આત્મહત્યાના બંધાણી), 341 (ગેરરીતી સંયમ), 342 (ગેરરીતિ બંધ), 380 (નિવાસો મકાનમાં ચોરી),406 (વિશ્વાસનો ભંગ) અને 420 (છેતરપિંડી) હેઠળ દાખલ કરવામાં આવી છે. તેમાંથી, છેતરપિંડીનો ગુનો પીએમએલએ (Prevention of Money Laundering Act, 2002 -PMLA) હેઠળ આવે છે.

EDએ રિયા ચક્રવર્તી વિરુધ્ધ ગુનો નોંધ્યો

સુશાંતના પિતાએ દાખલ કરેલી FIRમાં, એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે સુશાંતના ખાતામાંથી એક વર્ષમાં 15 કરોડ રૂપિયા અભિનેતા સાથે ન ઓળખાયેલી અથવા બિનજોડાયેલ વ્યક્તિઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. રિયા પર સુશાંતને તેના ઘરે દવાના ઓવરડોઝ આપવાનો અને ખોટી રીતે તે (Sushant was falsely told that he was in depression) ડિપ્રેશનમાં છે અને તે (સુશાંત) ડેન્ગ્યુથી પીડિત છે એવુ કહેવાનો પણ આરોપ મૂકાયો હતો.

EDએ રિયા ચક્રવર્તી વિરુધ્ધ ગુનો નોંધ્યો

આ સિવાય સુશાંતની એક્ષ-ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે (Ankita Lokhande) અને સુશાંતના પર્સનલ બોડીગાર્ડ (Susahnt’s Personal bodyguard) દ્વારા પણ સુશાંતના પિતાએ કરેલા દાવાઓને સર્મથન અપાયુ છે. રામ વિલાસ પાસવાને (Ramvilas Paswan joins the group which is demanding CBI probe in actor Sushant Singh Rajput’s suicide case ) પણ હવે સુશાંતના કેસમાં CBI તપાસની માંગણીને સપોર્ટ કર્યો છે. ઉલ્લેખનીય છે કે સુશાંતના પિતાએ કરેલી FIRના આધારે જયારે બિહાર પોલીસની ટીમ રિયા ચક્રવર્તીના ધરે મુંબઇ પહેંચી હતી, ત્યારે તે પોતાના ઘરે નહોતી. પાછળથી તેના વકીલોએ કહ્યુ હતુ કે, બિહાર પોલીસની ટીમમાં કાયદેસર રીતે મહિલા પોલીસ અધિકારી નહોતી એટલે રિયા તેમની સામે આવી નહોતી.

Related Posts