SURAT

‘મારા જ પલંગ પર મારી પત્નીએ તેના પ્રેમી સાથે સંબંધ બાંધ્યા’, સુરતના યુવકે રડતાં રડતાં ભાઈને કહ્યું અને..

સુરત(Surat) : જહાંગીરપુરામાં બે મહિના પહેલાં મનપા (SMC) કર્મચારીએ કરેલી આત્મહત્યામાં (Suicide) ચોંકાવનારો ખુલાસો થયો છે. પત્નીના અન્ય યુવક સાથે અનૈતિક સંબંધના લીધે મનપાના કર્મચારીએ આત્મહત્યા કરી લીધી હતી. પ્રાપ્ત વિગતો મુજબ જહાંગીરાબાદમાં જાનકી રેસિડેન્સીમાં રહેતા પ્રતીક રમેશ સોલંકીના નાના ભાઇ દીપકના લગ્ન સિંગણપોર ભગવાનનગર સોસાયટીમાં રહેતી જયના (નામ બદલ્યું છે) ત્રણ મહિના પહેલાં પ્રતીકના મોટાભાઇ પ્રકાશે કેનાલ રોડની પ્રાઇવેટ હોસ્પિટલમાં હાર્ટનું ઓપરેશન કરવા આવ્યા ત્યારે તેનો નાનો ભાઇ દીપક ત્યાં આવીને રડવા લાગ્યો હતો અને કહ્યું કે, મારી પત્નીના અજાણ્યા પુરુષ સાથે અનૈતિક સંબંધ છે. જયાનેએ મારી જ રૂમમાં મારા પલંગ ઉપર અજાણ્યા યુવકની સાથે સંબંધ બાંધ્યા છે. બંનેના ફોટા પણ જયનાના મોબાઇલ ફોનમાં જોયા હતા.

  • સાસરિયાને ફરિયાદ કરી તો કહ્યું ‘આવું તો ચાલ્યા કરે, તેમાં નવું શું છે? તું ઢીલો છો તો નયના શું કરે, છાનો માનો પડી રહેજે’
  • મનપા કર્મચારીના આપઘાત કેસમાં પત્ની, સાસુ, સસરા અને અજાણ્યા સામે ગુનો

આ બાબતે જયનાને પૂછતાં તેણે મારી સાથે મારામારી કરી કહ્યું કે, તું મારા પ્રેમીને ઓળખતો નથી, તેને જાણ કરીશ તો તારું પૂરું કરી દેશે. જયનાએ ઘરમાં ઝઘડો કરી ચાર વર્ષની પુત્રીને લઇ પિયરમાં જતી રહી હતી. બાદ દીપકે આત્મહત્યા કરી લીધી હતી. દીપકના મૃત્યુ બાદ તેની વિધિઓ પૂર્ણ કરીને તેના મોટા ભાઇએ રાંદેર પોલીસમાં નાનાભાઇની પત્ની, તેનાં સાસુ સસરા તેમજ પ્રેમી સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જયનાએ પોતાના પ્રેમીને વોટ્સએપ કોલ કરી દીપકની સાથે વાત કરાવી ત્યારે સામેથી અજાણ્યાએ કહ્યું કે, ‘તારાથી કશું થતું નથી તો ચૂપ રહેવાનું. મારે જયના સાથે પ્રેમ છે અને હું તેને છોડવાનો નથી. જો તું જયનાને હેરાન કરીશ તો તને તકલીફ પડશે.’ આ બાબતે જયનાનાં માતા-પિતાને ફોન કરીને કહ્યું ત્યારે તેઓએ કહ્યું કે, ‘આવું તો ચાલ્યા કરે. તેમાં નવું શું છે, તું ઢીલો છો તો જયના શું કરે, છાનો માનો પડી રહેજે’ તેવો જવાબ આપ્યો હતો. આ બાબતે જયના એ પણ કહ્યું કે, હું તો મારા પ્રેમી સાથે સંબંધ રાખવાની છું, તારાથી થાય એ કરી લેજે.

Most Popular

To Top