શું તમને પણ કોરોના વિશે આ ગેરમાન્યતાઓ છે?

વિશ્વમાં કોરોના વાયરસ (Corona Virus)ના કેસની વધતી જતી સંખ્યા સાથે, આપણે બધા જ તલવારની ધાર પર હોવાનુ અનુભવી રહ્યાં છો. આપણામાંના બધા જ લોકોએ હેન્ડ સેનિટાઇઝર (Sanitizer) વાપરવાથી લઈને સામાજિક અંતરની જાળવવાની પ્રેક્ટિસ સુધી કોરોના વાયરસના ગંભીર રોગથી બચવા મોટેભાગની બધી જ તૈયારીઓ અને કરી શકાય એટલુ બધુ જ કરી લીધુ છે.પરંતુ શું તમે જાણો છો કે આ બધા નિવારક પગલાંની સાથે તમારી રોગ પ્રતિકારક શકતિ કેવી રીતે વધારવી અને નવલકથા કોરોનાવાયરસથી ચેપથી બચવુ તે અંગે લોકોમાં કેટલીક ગેરમાન્યતાઓ પ્રવર્તે છે. આવો જાણીએ આ ગેરમાન્યતાઓ કઇ છે.

10 Surprising Vitamin C Sources For Immune Support | Schiff Vitamins

માન્યતા: વિટામિન સી અથવા ઝીંક (Vitamin c, zinc)ના સેવનથી કોરોના થતુ નથી…
હકીકત : વિટામિન સી અને ઝીંક ઘણીવાર શરદીના લક્ષણોને દૂર કરે છે, પણ એવા કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી કે વિટામિન સી અને ઝીંક કોરોનાવાયરસ ચેપને રોકી શકે છે.

Sun bath winter - Current Punjabi News | Latest Punjabi News ...

માન્યતા: સૂયૅપ્રકાશ (Sun Bath) અથવા ગરમીમાં રહેવાથી કોરોના થતો નથી.
હકીકત: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) એ નોંધ્યું છે કે જે લોકો આવુ કંઇ કરે છે તેઓ કોરોનાથી બચવા કરતા આવુ કરવા જતા અજાણતાં પોતાને બાળી નાંખશે. અગાઉ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ હતુ કે લોકોએ કોરોના વાયરસથી બચવા માટે ટયૂૂબ લાઇટ અથવા સૂયૅપ્રકાશમાં રહેવુ જોઇએ. પણ આવુ કંઇપણ કરવાથી કોરોનાના ચેપને શરીરમાં પ્રવેશતા અટકાવી શકાતો નથી. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તેમના આ નિવેદન બદલ ખાસ્સી ટીકા અને મશ્કરી થઇ હતી. અમેરિકામાં તો કેટલાક લોકો આ રીતે પોતાને ગરમી અને ટયૂૂબ લાઇટ નીચે રાખતા થઇ ગયા હતા. પાછળથી આ ગેરમાન્યતા વિશે સપ્ષ્ટતા કરવામાં આવી હતી. એટલે તમે પણ મહેરબાની કરીને આવુ કંઇ કરશો નહીં.

5 Swaps for Fresh Garlic Cloves

માન્યતા: લસણ (Garlic) ખાવાથી કોરોના વાયરસ સામે તમારું રક્ષણ થાય છે
કીકત : એક સંશોધન પ્રમાણે લસણમાં કેટલીક એન્ટિમાઇક્રોબાયલ ગુણધર્મો છે પણ તેનો અર્થ એ નથી કે નિયમિત રીતે લસણ ખાવાથી તમને કોરોના વાયરસ થશે જ નહીં.

Does A Salt Water Gargle For A Sore Throat Kill Bacteria?

માન્યતા: ખારા પાણીના કોગળા (Gargle) કરવાથી કોરોનાવાયરસ ફ્લશ થાય છે
હકીકત : ગળામાં ખરાશ હોય ત્યારે ખારા પાણીના કોગળા કરવાથી ચોક્કસપણે કફ દૂર થાય છે પણ કોરોનાના સંદર્ભે વાત કરીએ તો, જો આ વાયરસ એકવાર તમારા શરીરમાં પ્રવેશે તો ત્યારપછી તે ફકત્ત કોગળા કરવાથી દૂર થતો નથી.

Related Posts