PM મોદીના હસ્તે રામના મંદિરના ભૂમિપૂજનથી દિવાળી જેવો માહોલ : રૂપાણી

ગાંધીનગર: 5 ઓગસ્ટ અયોધ્યા (Ayodhya) તથા સમગ્ર દેશ માટે અને તમામ વિશ્વનાં કરોડો શ્રદ્ધાળુઓ માટે ઐતિહાસિક દિવસ હતો. ગત રોજ અયોધ્યા ખાતે રામ મંદિરના ભૂમિ પૂજન (Ram Mandir Bhumi Pujan)ની વિધિ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના વરદહસ્તે હાથ ધરવામાં આવી ત્યારે રાજ્યભરમાં સ્થાનિક લોકો દ્વારા દિવા પ્રગટાવીને રામમંદિર ભૂમિપૂજન પ્રસંગે ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani)એ ગાંધીનગરમાં તેમના નિવાસસ્થાને સીએમ ડેશ બોર્ડ પર સમગ્ર ભૂમિપૂજન કાર્યક્રમ નિહાળ્યો હતો.

PM મોદીના હસ્તે રામના મંદિરના ભૂમિપૂજનથી દિવાળી જેવો માહોલ : રૂપાણી

તેવી જ રીતે પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે (CR Patil) પણ સુરતમાં માનગઢ ચોકમાં તેની ઉજવણી કરી હતી. ભાજપની પ્રદેશ નેતાગીરી દ્વારા કમલમ કાર્યાલય (Kamalam office) માં રંગોળી કરવામાં આવી હતી. એટલું જ નહીં પૂજન પણ કરવામાં આવ્યું હતુ. જ્યારે કાર્યાલયની બહાર મોટી સ્ક્રીન પર આ સમારંભ સિનિયર નેતાઓએ જોયો હતો. અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થયેલા ભૂમિપૂજન અને શિલાન્યાસ સંદર્ભે પ્રદેશ નેતાગીરીએ શુભેચ્છા પાઠવી હતી.

PM મોદીના હસ્તે રામના મંદિરના ભૂમિપૂજનથી દિવાળી જેવો માહોલ : રૂપાણી

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani)એ જણાવ્યું હતું કે, પાંચ શતાબ્દીની તપસ્યા, સંઘર્ષ બલિદાન અને કરોડો દેશવાસીઓની શ્રદ્ધાથી તથા અનેક વિવાદો બાદ સુપ્રીમ કોર્ટના ચુકાદા (Supreme Court judgments) પછી આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરનું ભૂમિપુજન સમગ્ર ગુજરાત સહિત દેશવાસીઓ માટે આનંદ અને ગૌરવનો પ્રસંગ બન્યો છે. સમગ્ર દેશમાં દિવાળીના પ્રસંગ જેવો માહોલ છે.

PM મોદીના હસ્તે રામના મંદિરના ભૂમિપૂજનથી દિવાળી જેવો માહોલ : રૂપાણી

ગુજરાત ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે (Gujarat BJP state president CR Patil) ભગવાન શ્રીરામ મંદિર નિર્માણના શિલાન્યાસ પ્રસંગને વધાવતા સુરતના વરાછામાં માનગઢ ચોક ખાતે આયોજિત સમારોહમાં ઉપસ્થિત રહી ભગવાન શ્રી રામની પૂજા અર્ચના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આજે કરોડો દેશવાસીઓનો રામ મંદિરનો સંકલ્પ સિદ્ધ થયો છે.

PM મોદીના હસ્તે રામના મંદિરના ભૂમિપૂજનથી દિવાળી જેવો માહોલ : રૂપાણી

પીએમ નરેન્દ્ર મોદીએ ક્હયુ હતુ કે રામ મંદિર માટે ચાલતા આંદોલનનાં અર્પણ પણ હતુ, સંઘર્ષ અને સંકલ્પ પણ હતો. જેમના ત્યાગ, બલિદાન અને સંઘર્ષથી આજે આ સ્વપ્ન સાકાર થઈ રહ્યુ છે, જેમની તપસ્યા રામ મંદિરમાં પાયાની જેમ જોડાયેલી છે, હું એ તમામને આજે 130 કરોડ દેશવાસીઓ વતી નમન કરુ છું.

PM મોદીના હસ્તે રામના મંદિરના ભૂમિપૂજનથી દિવાળી જેવો માહોલ : રૂપાણી

5 ઓગસ્ટે રામ મંદિરનાં ભૂમિ પૂજનનો કાર્યક્રમ (Bhumi Pujan Program) શરૂ થતા પહેલા જ દેશનાં કરોડો લોકો ટીવી સામે ગોઠવાઈ ગયા હતા અને આ ઐતિહાસિક ક્ષણોનાં સાક્ષી બનવા તૈયાર થયા હતા. ટીવી ચેનલોમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં અયોધ્યા પહોંચવા સુધીનાં ફોલોઅપ (Follow-up of Narendra Modi till he reached Ayodhya) લોકો નિહાળી રહ્યા હતા.

PM મોદીના હસ્તે રામના મંદિરના ભૂમિપૂજનથી દિવાળી જેવો માહોલ : રૂપાણી

વડાપ્રધાને મંદિરના પાયામાં ઇંટ મુકવાની સાથે ચાંદીનો કળશ મુક્યો હતો. તેમની સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ગુજરાતની પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે તથઆ મોહન ભાગવતે પોતાના તરફથી પાયામાં સોનાનો સિક્કો મુક્યો હતો.

Related Posts