Charchapatra

દિવાળીની બોણી-બક્ષિસ

તાજેતરમાં ઉપરોક્ત વિષયનો પત્ર વાંચ્યો. સુરત, ગુજરાત કે પછી સમસ્ત રાષ્ટ્રમાં આ એક પરંપરા ચાલતી આવી છે. અમેરિકા રહેતા એક મિત્ર સાથે આવકવેરા વિશે ચર્ચા કરતા જાણવા મળ્યુ કે ત્યાં પણ આ પરંપરા છે જ અને એ પણ આને ‘એક નંબર’ની આવક ગણવામાં આવે છે. ગરીબ કહી શકાય એવા ‘નાગરિક’ની આ આવકને ત્યાં કરમુક્ત ગણવામાં આવે છે એ ધ્યાનમાં લેવા જેવુ છે. પરંતુ આપણી વાત કરીએ. દિવાળીના સમયની આ ‘આવક’ને મહદ્અંશે બોનસ સાથે સરખાવી શકાય. પગારદાર વ્યક્તિ બરાબર કામ કરે.

નિષ્ઠાપૂર્વક મહેનત કરે, આને માટે માત્ર દિવાળીએ જ નહીં, વર્ષમાં ગમે ત્યારે અથવા અને ગમે તેટલી વાર આવા ચૂકવણા એડમ અને મુરાલ પણ સારા ઊભા કરે છે. નાના માણસ માટે આ નાની રકમ પણ ઘણી જ ઉપયોગી થઈ પડતી હોય છે. આ ચર્ચાપત્ર પ્રગટ થશે ત્યારે તો એ જ પાછા યંત્રવત જીવનનો પ્રારંભ થઇ ગયો હશે.  બસ તો ફરી પાછા પરમાત્મા એ સર્જેલ મોહ-માયાની જાળમાં મગ્ન થઇ જઇએ, કેમ કે મહાપ્રભૂજી (વલ્લભાચાર્યજી) એ કહ્યું છે તેમ બ્રહ્મ પણ સત્ય છે અને જગદ્ પણ સત્ય છે. અસ્તુ.
પાલણપોર, સુરત        – ચેતન સુશીલ જોષી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top