કેરલમાં કુદરતનો કહેર : ભૂસ્ખલનમાં 10નાં મોત, NDRFની ટીમ ખડેપગે

નવી દિલ્હી : સાચે જ 2020 પોતાના સાથે આફતોની ભરમાર લઈને આવ્યુ છે જેનાં કારણે દેશ ઘણી સમસ્યોઓનો સામનો કરી રહ્યો છે. એક બાજૂ કોરોના મહામારી તો બીજી બાજુ વરસાદ. કેરલનાં ઈડુક્કી (Idukki of Kerala) જિલ્લાનાં મુન્નાર (Munnar) માં મુશળધાર વરસાદ (Heavy Rainfall)ને કારણે સવારે ભારે ભૂસ્ખલન (Landslides) સર્જાયું હતું. જેમાં ચા(TEA)નાં એસ્ટેટના ઘણાં કામદારો ભૂસ્ખલનમાં ફસાયા હતા. વહેલી સવારે બનેલી આ ઘટનામાં 10 લોકોનાં મોત થયા છે. મળેલ માહિતી અનુસાર અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે 70થી વધુ લોકો ભૂસ્ખલનમાં ફસાયેલા છે. ગુમ થયેલા લોકોની શોધખોળ માટે 50 લોકોની ટીમ ઘટના સ્થળે મોકલવામાં આવી છે.

કેરલમાં કુદરતનો કહેર : ભૂસ્ખલનમાં 10નાં મોત, NDRFની ટીમ ખડેપગે

આ ઘટનામાં ટાટા ગ્લોબલ બેવરેજની ભાગીદાર કંપની કન્નન દેવાન હિલ્સ પ્લાંટેશન કંપનીનાં 75 લોકોથી વધુ ચાયનાં બગીચામાં કાર્ય કરતા કર્મચારીઓ (Employees working in the tea garden) તથા તેમનું પરિવાર ઘટનામાં ગુમ થયેલ છે. ભારે વરસાદનાં કારણે ભૂસ્ખલન થયો જેનાં કારણે આ ઘટના બની હતી. ઘટનાનો ભોગ બનેલા તમામ લોકોની શોધખોળ શરૂ કરી દેવાઈ છે. રાજમાલામાં નેમ્મક્કડ એસ્ટેટનાં પેટીમુડી ડિવિજનમાં 20 પરિવારો રહેતા હતા જેમનાં ઘરો પર પહાડનો એક હિસ્સો આવી પડ્યો. પરિવારના સભ્યો કાદવ અને કાટમાળની નીચે ફસાયેલા છે. એનડીઆરએફ (NDRF) સહિત રાજ્ય સરકારની બચાવ ટીમો અકસ્માત સ્થળે પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. ભારે અને ભૂસ્ખલનના કારણે બચાવ ટીમને પહોંચવામાં તકલીફ પડી રહી છે.

કેરલમાં કુદરતનો કહેર : ભૂસ્ખલનમાં 10નાં મોત, NDRFની ટીમ ખડેપગે

ઈડુક્કી કલેક્ટર એચ દિનેશ (Idukki Collector H Dinesh)ને જણાવ્યુ કે, અત્યાર સુધી 10 લોકોને સુરક્ષિત રીતે બચાવવામાં આવ્યા છે તથા સારવાર અર્થે તેમને હોસ્પિટલ ખસેડાયા છે. અમુક ઘાયલ થયેલા લોકોની સ્થિતિ ગંભીર છે તેવી પુષ્ટિ કલેક્ટરે કરી હતી. મુખ્યમંત્રી પિનારાઈ વિજયનનાં કાર્યાલયે કહ્યુ કે તેમણે લોકોનાં બચાવ કાર્યો માટે રાજમાલામાં હેલીકોપ્ટર સેવા પ્રદાન કરવા માટે ભારતીય વાયુ સેના (Indian Air Force) સાથે સંપર્ક કર્યો છે. સ્થાનિક અધિકાઈઓનાં જણાવ્યા પ્રમાણે આ વિસ્તારમાં 80 લોકો રહેતા હતા અને અહીં ગત 3 દિવસથી વરસાદ થઈ રહ્યો છે.

કેરલમાં કુદરતનો કહેર : ભૂસ્ખલનમાં 10નાં મોત, NDRFની ટીમ ખડેપગે

રાજ્યનાં સ્વાસ્થ્ય મંત્રી (Health Minister) એ જણાવ્યુ કે ઘટના સ્થળે મોબાઈલ મેડિકલ ટીમ અને 15 જેટલી એંબ્યુલન્સ મોકલવામાં આવી છે. NDRFની ટીમ આ વિસ્તારમાં પહોંચી ગઈ છે. તથા આ ઘટનામાં શ્રમિકોનાં 20 ઘરો નષ્ટ થઈ ગયા છે. મહેસૂલ પ્રધાન ઇ.ચંદ્રશેકરાને કહ્યું કે, પરિસ્થિતિ ખરેખર ગંભીર છે. પ્રધાને વધુમાં કહ્યું કે સત્તાવાળાઓ ઘાયલો થયેલા લોકોને હવાઇમથક લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વરસાદમાં વીજ લાઇનો તૂટી પડતાં આ વિસ્તારની કમ્યુનિકેશન લિંક્સને અસર થઈ છે. તે દરમિયાન, એવા પણ સમાચાર મળી રહ્યા છે કે પથનામિત્તામાં સબરીમાલા ટેકરી મંદિર જવાના માર્ગમાં બીજી ભૂસ્ખલન થયું હતું.

Related Posts