વિધાનસભાની 8 બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે સીધો જંગ

ગાંધીનગર: કોરોના મહામારી (Corona Pandemic) વચ્ચે રાજ્યમાં આગામી 3જી નવેમ્બરના રોજ 8 વિધાનસભા બેઠક (Assembly seat) માટે મતદાન યોજાનાર છે. ત્યારે શુક્રવારે ઉમેદવારી કરવાના છેલ્લા દિવસે તમામ 8 બેઠક ઉપર બંને પ્રતિસ્પર્ધી પાર્ટીના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી કરી દીધી છે. જેના પગલે હવે ચિત્ર સ્પષ્ટ થઈ જતાં તમામ બેઠકો પર ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો (BJP-Congress candidates) વચ્ચે સીધો જંગ જોવા મળી રહ્યો છે. આગામી 10મી નવે.ના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.

વિધાનસભાની 8 બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે સીધો જંગ

દક્ષિણ ગુજરાતમાં કપરાડા બેઠક (Kaprada seat in South Gujarat) પર ભાજપના જીતુ ચૌધરી (Jitu Chaudhary) અને કોંગીના બાબુ વરઠા (Babu Vartha), ડાંગ બેઠક પર ભાજપના વિજય પટેલ (Vijay Patel) અને કોંગીના સૂર્યકાન્ત ગાવીત Suryakant Gavit, અબડાસા બેઠક પર પ્રદ્યુમનસિંહ જાડેજા (Pradyuman Singh Jadeja) અને કોંગીના શાંતિલાલ સેંધાણી (Shantilal Sendhani), મોરબી બેઠક પર ભાજપના બ્રિજેશ મેરજા (Brijesh Merja) સામે કોંગીના જયંતી જશાભાઈ પટેલ (Jayanti Jashabhai Patel), ગઢડા બેઠક પર ભાજપના આત્મારામ પરમાર (Atmaram Parmar)ની સામે કોંગીના મોહનભાઈ સોલંકી (Mohanbhai Solanki), કરજણ બેઠક પર ભાજપના અક્ષય પટેલ (Akshay Patel) અને કોંગીના કિરીટસિંહ જાડેજા (Kirit Singh Jadeja), ધારી બેઠક ઉપર ભાજપના જે.વી.કાકડિયા (JV Kakadia) સામે કોંગીના સુરેશ કોટડિયા (Suresh Kotdia) અને લીંબડી બેઠક પર ભાજપના કિરીટસિંહ રાણા (Kirit Singh Rana) સામે કોંગીના ચેતન ખાચર (Chetan Khachar) વચ્ચે સીધો જંગ જોવા મળી રહ્યો છે.

વિધાનસભાની 8 બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે સીધો જંગ

ભાજપ દ્વારા 30 સ્ટાર પ્રચારકનાં નામ ચૂંટણી પંચને અપાયાં, પાટીલ પ્રવાસ ખેડશે

પ્રદેશ ભાજપની નેતાગીરીએ હવે ચૂંટણી પંચ સમક્ષ વિધાનસભાની બેઠકો માટે પ્રચાર કરવા માટે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ (C.R.Patil) ના નેતૃત્વમાં 30 જેટલા પ્રચારકોનાં નામો આપ્યાં છે. જેમાં પાટીલનું નામ સૌથી મોખરે છે. બીજા નંબરે સીએમ વિજય રૂપાણી (CM Vijay Rupani), નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (Nitin Patel), પરષોત્તમ રૂપાલા (Parshottam Rupala), આર.સી. ફળદુ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ભીખુભાઈ દલસાણીયા, ભરતસિંહ પરમાર, મનસુખ માંડવીયા, ભારતીબેન શિયાળ, આઈ.કે.જાડેજા, ગોરધન ઝડફિયા, શંભુપ્રસાદ ટુંડિયા, સૌરભ પટેલ, ડો.જ્યોતિબેન પંડ્યા, ગણપત વસાવા, કુંવરજી બાળવિયા, જવાહર ચાવડા, પ્રદીપસિંહ જાડેજા, રમણ પાટકર, મોહન કુંડારિયા, વિનોદ ચાવડા, ડો.કે.સી.પટેલ, રમણલાલ વોરા, દિલીપ સંઘાણી, હીરા સોલંકીનો પણ સમાવેશ થાય છે. દરમિયાન આગામી તા.17થી 19મી ઓક્ટો. દરમિયાન પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ અને સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા કરજણ, અબડાસા, મોરબી, લીંબડી, ડાંગ, ગઢડાનો પ્રવાસ કરશે.

Related Posts