છાણી ગામની કુમાર શાળાનો જર્જરીત રૂમ ધરાશાયી: સ્કૂલ બંધ હોવાથી દુર્ઘટના ટળી

શાળાનો રૂમ ધરાશાયી થતા ગ્રામજનોના ટોળા ઉમટી પડયા

(પ્રતિનિધિ) વડોદરા,તા.૧૫ વડોદરા શહેરના છાણી ગામમાં આવેલી કુમાર શાળાનો એક જર્જરિત રૂમ ધરાશયી થઇ ગયો હતો. સદસનીબે કોરોનાના કારણે સ્કૂલો બંધ હોવાથી કોઇ જાનહાની થઇ નહોતી. કોરોનાના કારણે સ્કૂલ બંધ હોવાથી મોટી દુર્ઘટના ટળી ઘઇ વડોદરા શહેરના છેવાડે આવેલા છાણી ગામમાં આવેલી કુમાર શાળાનું મકાન વર્ષો જૂનું છે. આ જર્જરિત સ્કૂલનો એક રૂમ આજે ધડાકાભેર ધરાશાયી થઇ ગયો હતો. જેને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. કોરોનાના કારણે સ્કૂલ બંધ હોવાથી મોટી દુર્ઘટના થતા અટકી ગઇ હતી. નોંધનીય બાબત એ છે કે, આ મકાન જર્જરિત હોવા છતાં સત્તાવાળાઓ દ્વારા જર્જરિત મકાન ભયમુક્ત કરવા માટે કોઇ પગલા ભરવામાં આવ્યા ન હતા. આખરે જર્જરિત સ્કૂલનો એક રૂમ ધરાશયી થઇ ગયો હતો.

વોર્ડ નં-૨ના કોગ્રેસ પ્રમુખ હરીશ પટેલે જણાવ્યું હતું કે, છાણી ગામમાં આવેલી કુમાર શાળાનું મકાન વર્ષો જૂનું છે. આ મકાન ભયમુક્ત કરવા માટે તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું, પરંતુ, તંત્ર દ્વારા ગંભીરતાથી લેવામાં આવ્યું ન હતું. જેના કારણે આ સ્કૂલનો એક રૂમ જમીનદોસ્ત થઇ ગયો છે. હાલ કોરોનાના કારણે સ્કૂલો બંધ છે. જો સ્કૂલો ચાલુ હોત તો મોટી દર્ઘટના સર્જાઇ હોત. છાણી ગામની કુમાર શાળાનો એક રૂમ પડી જતાં ગામમાં ચર્ચાનો વિષય બન્યો હતો. સ્કૂલનો એક રૂમ ધરાશયી જતા મોટી સંખ્યામાં ગામ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

Related Posts