દિલ્હીમાં ડીઝલ 8.36 રૂપિયાના ઘટાડા સાથે 37 દિવસ પછી પેટ્રોલ કરતા સસ્તુ વેચાશે

દિલ્હી : પેટ્રોલ-ડીઝલ(Petrol-Diesel)નાં ભાવ(Price) ઘણાં દિવસો બાદ ઉતરતા ક્રમે નજરે પડશે. 24 જૂને(June) દેશમાં પ્રથમ વખત ડીઝલે પેટ્રોલનાં ભાવને પાછળ છોડી એક રેકોર્ડ(Record) કાયમ કર્યો હતો. તે આજે પણ બદલાયો નથી. એવામાં દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) ડીઝલનાં ભાવમાં ઘટાડો (Price reduction) કરવાનો નિર્ણય કર્યો છે. દિલ્હીમાં ડીઝલ પર વેટ 30 ટકાથી ઘટાવીને 16.75 ટકા કરવામાં આવ્યુ છે. જેથી દિલ્હીમાં ડીઝલનાં ભાવમાં લગભગ 8 રૂપિયા સુધીનો ઘટાડો થશે જેથી દિલ્હીમાં ડીઝલનો ભાવ (Diesel price in Delhi) ઘટીને 73.64 રૂપિયા પ્રતિ લીટર થશે.

દિલ્હીમાં ડીઝલ 8.36 રૂપિયાના ઘટાડા સાથે 37 દિવસ પછી  પેટ્રોલ કરતા સસ્તુ વેચાશે

દેશની રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલનો ભાવ 80.43 રૂપિયા પ્રતિ લીટર છે અને ડીઝલ 81.94 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. દેશમાં વિવિધ રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવ જૂદા-જૂદા છે. કોલક્તામાં પેટ્રોલ 82.10 અને ડીઝલ 77.04 રૂપિયા પ્રતિ લીટર, મુંબઈમાં પેટ્રોલ 87.19 અને ડીઝલ 80.11 રૂપિયા પ્રતિ લીટર, તથા ચેન્નઈમાં 83.63 અને ડીઝલ 78.86 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યુ છે. દેશનાં જૂદા-જૂદા રાજ્યમાં પેટ્રોલનાં ભાવ જૂદા-જૂદા છે. દેશમાં પેટ્રોલનાં સૌથી વધુ ભાવ મધ્યપ્રદેશમાં 88.13 રૂપિયા પ્રતિ લીટરનાં ભાવે વેચાઈ રહ્યું છે તો ગુજરાતમાં સૌથી સસ્તા ભાવ 77.81 રૂપિયા પ્રતિ લીટરે વેચાઈ રહ્યુ છે. તો બીજી તરફ ડીઝલનાં સૌથી ઉંચા ભાવ રાજસ્થાનમાં છે જ્યાં 82.64 રૂપિયા પ્રતિ લીટરનાં ભાવે ડીઝલ વેચાઈ રહ્યુ છે તો હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં 73.35 અને 73.69 ભાવે ડીઝલ વેચાઈ રહ્યુ છે.

દિલ્હીમાં ડીઝલ 8.36 રૂપિયાના ઘટાડા સાથે 37 દિવસ પછી  પેટ્રોલ કરતા સસ્તુ વેચાશે

તમામ રાજ્યોમાં વેટનાં દર જૂદા-જૂદા હોવાનો લીધે પેટ્રોલ-ડીઝલનાં ભાવ (Petrol-diesel prices) પણ જૂદા-જૂદા છે, જણાવી દઈએ કે કોરોના મહામારી (Corona epidemic) પર નિયત્રંણ મેળવવા સરકાર દ્વારા સમગ્ર ભારતમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું, જેના પગલે દેશમાં ક્રુડ ઓઈલ (Crude oil) ની માંગ ઘટી હતી. જેના લીધે ઓઈલ કંપની (Oil company) ઓને ભારે નુકસાન ભોગવવું પડ્યું હતું. સરકારે પણ ઓઈલ કંપની પર એક્સાઈસ ડ્યૂટી (Excise duty) વધારી તો તેને સરભર કરવા ઓઈલ કંપનીઓ દ્વારા લગાતાર 7 જૂનથી પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો કરી રહ્યાં છે.

દિલ્હીમાં ડીઝલ 8.36 રૂપિયાના ઘટાડા સાથે 37 દિવસ પછી  પેટ્રોલ કરતા સસ્તુ વેચાશે

જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલનાં ભાવ પ્રત્યેક દિવસે સવારે 6 વાગ્યે બદલવામાં આવે છે અને ઇંધનની કિંમત બદલાઈ જાય છે. ભારત(India)માં કોરાના મહામારીને પગલે કરેલ લોકડાઉન દરમિયાન 82 દિવસો સુધી ઓઈલ કંપનીએ ભાવમાં વધારો કર્યો ન હતો. એમ પણ લોકડાઉનમાં લીધે બળતણની માંગ ખુબ જ ઘટી ગઈ હતી. અને તેલ કંપનીઓને નુકસાન પણ થયુ હતું જેથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવામાં આવ્યા હતા.

Related Posts