શહેરના આ હીરા કારખાનામાં ઊંચી ગુણવત્તાના હીરા બદલી હલકી કક્ષાના હીરા મુકી દેવાતા હતાં

સુરત: વરાછામાં હીરાના કારખાનામાંથી (diamond factory) ઊંચી ગુણવત્તાના હીરા કાઢી લઇ હલકી કક્ષાના હીરા મુકી (replaced by inferior diamonds) અન્ય કારખાનેદારને વેંચી મારવાનું કાવત્રું પકડાયું છે. જેના કારણે વરાછા પોલીસે કારખાનાના બે મેનેજર અને હીરા ખરીદનારા વેપારીની ધરપકડ (Arrest of merchant) કરી તમામના એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે. કારખાનાના બે મેનેજરો છેલ્લા કેટલાય મહિનાઓથી કારખાનામાંથી ઊંચી ગુણવત્તાના હીરા કાઢી લઇ હલકી ગુણવત્તાના હીરા મુકી દેતા હતા. પોલીસે (Police) મેનેજર સહિત અન્ય એક વ્યક્તિ મળી કુલ ત્રણની ધરપકડ કરી આગામી એક દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા હતા. પોલીસે ત્રણેય પાસેથી 1.25 લાખની કિંમતના ઊંચી ગુણવત્તાના 25 હીરા (Diamond) કબજે લીધા હતા.

શહેરના આ હીરા કારખાનામાં ઊંચી ગુણવત્તાના હીરા બદલી હલકી કક્ષાના હીરા મુકી દેવાતા હતાં

પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ બોટાદ જિલ્લાના સાંગવદર ગામના વતની અને હાલ કતારગામ, હાથી મંદિર રોડ ઉપર સર્જન સોસાયટીમાં રહેતા 38 વર્ષિય રાજેશભાઇ મોહનભાઇ શેટા હાલ વરાછા, માતાવાડી સ્થિત શિવાંજલી કોમ્પ્લેક્ષમાં પહેલા માળે સ્માઇલ ઇમ્પેક્સના નામે હીરાનું કારખાનું ધરાવે છે. તેઓના કારખાનામાં મેનેજર તરીકે નરસિંહ મગનભાઇ હડિયા (રહે. વર્ષા સોસાયટી, વરાછા) અને સેકન્ડ મેનેજર તરીકે જીગ્નેશ લક્ષ્મણભાઇ વાવીયા નોકરી રહ્યા હતા. આ બંને મેનેજરો છેલ્લા કેટલાય મહિનાઓથી કારખાનામાંથી ઊંચી ગુણવત્તાના હીરા કાઢી લઇ હલકી ગુણવત્તાના હીરા મુકી દેતા હતા.

શહેરના આ હીરા કારખાનામાં ઊંચી ગુણવત્તાના હીરા બદલી હલકી કક્ષાના હીરા મુકી દેવાતા હતાં

આ ઉચ્ચ ગુણવત્તાના હીરા તેઓ ગામના હમવતની અને વરાછા જગદીશનગરમાં હીરાનું કારખાનું ધરાવનાર કમલેશભાઇ ભીખાભાઇ કાતરીયા (રહે. સ્મીત રો હાઉસ, પરવટ ગામ)ને વેચી દેતા હતા અને તે હલકી ગુણવત્તાના હીરા આપે તે હીરા કારખાનામાં પાછા મુકી દેતા હતા. કારખાનેદાર રાજેશને જાણ થતા તેઓએ વરાછા પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે પણ છેતરપિંડીની ફરિયાદ નોંધી પીએસઆઇ વી. એ. વસાવાએ ગઇકાલે રાત્રે બંને મેનેજર નરસિંહ અને જીગ્નેશ અને ઠગ કારખાનેદાર કમલેશની ધરપકડ કરી ત્રણેયના આજે આગામી એક દિવસના પોલીસ રિમાન્ડ મેળવ્યા હતા. પોલીસે ત્રણેય પાસેથી 1.25 લાખની કિંમતના ઊંચી ગુણવત્તાના 25 હીરા કબજે લીધા હતા.

શહેરના આ હીરા કારખાનામાં ઊંચી ગુણવત્તાના હીરા બદલી હલકી કક્ષાના હીરા મુકી દેવાતા હતાં

જય મહાવીર માર્કેટના વેપારનું ઉઠમણું : પાંડેસરાના વેપારીના રૂ. 3.86 લાખ ફસાયા

રિંગરોડની જય મહાવીર માર્કેટના વેપારીએ માત્ર 15 દિવસમાં પેમેન્ટનો વાયદો આપી રૂ. 3.86 લાખની કિંમતનો સાડીનો જથ્થો ખરીદી કરી છેતરપિંડી કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાના વતની અને હાલ પાંડેસરા પાણીની ટાંકી પાસે જલારામ નગરમાં રહેતો 30 વર્ષિય ભરતસિંહ સજ્જનસિંહ ભાટી હાલ પાંડેસરામાં સાડીની દુકાન ધરાવી હોલસેલ વેપાર કરે છે. તેઓને કાપડ દલાલ મિત્ર આનંદભાઇ મારફતે ચાલુ વર્ષના માર્ચ મહિનામાં રિંગરોડની જય મહાવીર માર્કેટમાં વેપાર કરતા વિકાસ હરીપ્રસાદ ભટ્ટર (રહે. સુંદરમ એપાર્ટમેન્ટ, ભટાર)નો પરીચય થયો હતો. વિકાસ ભટ્ટરે શરૂઆતમાં માર્કેટમાં સારી શાખ હોવાનું કહી ગઇ તારીખ 3 ઓગષ્ટથી 12 ઓગષ્ટ વચ્ચે 15 દિવસની ક્રેડિટ પર કુલ રૂ. 5,03,790ની કિંમતનો સાડીનો જથ્થો ખરીદી કર્યો હતો. 15 દિવસ બાદ ઠગ વિકાસ ભટ્ટરે 5.03 લાખ પૈકીના 1,17,200 રૂપિયા ચુકવી દીધા હતા. પરંતુ બાદના 3.86 લાખ રૂપિયા નહીં ચુકવી દુકાન બંધ કરી ફરાર થઇ ગયો હતો. હોલસેલ વેપારી ભરતસિંહે ભાટીએ સલાબતપુરા પોલીસને જાણ કરતા પોલીસે પણ છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

Related Posts