ધોનીએ IPL માટેની તૈયારી શરૂ કરી, સ્ટેડિયમનાં અધિકારીએ ધોનીનાં ગેમપ્લાન વિશે કહ્યુ કે..

નવી દિલ્હી : આખરે વર્લ્ડ કપને સ્થગિત કર્યા બાદ ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL) રમાશે તેવી ઘોષણા સાથે ખેલાડીઓએ પણ મેદાનમાં નેટ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. ટીમ ઈન્ડિયા (Team India) ને એક નવી ઓળખ આપનાર મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) પણ આઈપીએલ માટે તૈયારી કરી રહ્યા છે તથા ફિટનેસ પર વર્ક (Work on fitness) કરી રહ્યા છે. મહેન્દ્ર સિંહ ધોની પ્રેક્ટિસ કરી રહ્યા છે તે માહિતી સ્ટેડિયમનાં એક અધિકારીએ જણાવ્યુ કે ધોની એક અઠવાડિયામાં બે વાર મેદાને પ્રેક્ટિસ કરી ચૂક્યા છે. મને ધોનીનાં ગેમપ્લાન (Dhoni’s game plan) વિશે માહિતી નથી તથા તેઓ પ્રેક્ટિસ માટે બીજી વાર ક્યારે મેદાન પર આવશે તે ખબર નથી.

ધોનીએ IPL માટેની તૈયારી શરૂ કરી, સ્ટેડિયમનાં અધિકારીએ ધોનીનાં ગેમપ્લાન વિશે કહ્યુ કે..

આઇપીએલ મુલતવી રાખવાના કારણે આ વર્ષે એમએસ ધોની ક્રિકેટનાં મેદાને દેખાયા નથી. હવે ચાહકો ભારતના ભૂતપૂર્વ સુકાનીને પાછા એક્શનમાં જોવા માંગે છે અને તમામ ચાહકોની ઈચ્છા ધોની પુરી કરી રહ્યા છે કારણ કે ધોનીએ આઈપીએલની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ધોનીએ છેલ્લી મેચ ન્યૂઝીલેન્ડ સામે 2019 ની સેમિફાઇનલમાં રમી હતી. મળેલ માહિતી અનુસાર, 19 સપ્ટેમ્બરથી આઇપીએલની તૈયારી માટે ધોનીએ રાંચીમાં પ્રેક્ટિસ માટેની જાળી લગાવી હતી અને ધોનીએ બોલિંગ મશીન (bowling machine)નો ઉપયોગ કરીને ઇન્ડોર સુવિધામાં પ્રેક્ટિસ (Practiced) કરી હતી.

ધોનીએ IPL માટેની તૈયારી શરૂ કરી, સ્ટેડિયમનાં અધિકારીએ ધોનીનાં ગેમપ્લાન વિશે કહ્યુ કે..

મળેલ માહિતી અનુસાર મહેન્દ્ર સિંહ ધોની ચૈન્નઈ જવા પહેલા ઝારખંડનાં સ્ટેડિયમ (Jharakhandanam Stadium)માં પ્રેક્ટિસ કરશે. તથા યુએઈ જતા પહેલા CSKની પૂરી ટીમ ચેન્નઈમાં ભેગા થશે. ચેન્નઈમાં તમામ ખેલાડીઓની કોરોનાની તપાસ (Corona test) કરવામાં આવશે. જણાવી દઈએ કે ખેલાડીઓની પ્રેક્ટિસને ધ્યાનમાં રાખીને આઈપીએલની તમામ ટીમો એક મહિના પહેલા જ યુએઈ જવા માંગે છે. કોરોના મહામારી (Corona Epidemic) દેશમાં જે રીતે પ્રસરી તેને જોતા દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ હતુ. અને માર્ચ મહિનાથી ખેલાડીઓએ મેદાને પ્રેક્ટિસ પણ કરી નથી. ટીમ સીએસકેના સીઇઓ કાસી વિશ્વનાથને (Kasi Vishwanath) પુષ્ટિ આપી છે કે, યુએઈ જવા માટે પહેલા ટીમ ચેન્નાઈમાં પણ એકઠા થશે. મેગા ઇવેન્ટ પહેલાં ઓછામાં ઓછા ત્રણ અઠવાડિયાની પ્રેક્ટિસ લેવાનો વિચાર છે.

ધોનીએ IPL માટેની તૈયારી શરૂ કરી, સ્ટેડિયમનાં અધિકારીએ ધોનીનાં ગેમપ્લાન વિશે કહ્યુ કે..

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI)એ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 13મી એડિશન સંબંધી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. સંયુક્ત આરબ અમિરાત (UAE)માં રમાનારી આઇપીએલ દર્શકો વગર જ રમાશે અને આઇપીએલ શરૂ થતાં પહેલા તમામ ખેલાડીઓના 4 કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવશે. પરંતુ આ આઈપીએલ ચાહકો માટે ઘણી ખાસ છે કારણે ‘માહી અભી ભી માર રહા હૈ’

Related Posts