સુશાંત કેસ મામલે ચર્ચામાં આવેલા DGP ગુપ્તેશ્વર પાંડેએ સ્વૈચ્છિક સેવા નિવૃત્તિ લીધી

પટના : સુશાંત સિંહ રાજપુત કેસમાં ચર્ચામાં આવેલા બિહારનાં DGP ગુપ્તેશ્વર પાંડે જેને સુશાંત મામલે કેસની તપાસ હાથ ધરવા માટે તત્પરતા દેખાડી હતી તેમણે મંગળવારે સ્વૈચ્છિક સેવા નિવૃતિ (Voluntary Retirement) લઈ લીધી છે. તેઓ 1987 બેચનાં આઈપીએસ અધિકારી (IPS officer) છે. ગુહ વિભાગે પણ તેમની સ્વૈચ્છિક નિવૃતિને પરવાનગી આપી છે. રિટાયરમેન્ટનાં પાંચ મહિના પહેલા જ તેઓએ વીઆરએસ લેનાર ગુપ્તેશ્વર પાંડે (Gupteswar Pandey) હવે રાજનીતિનાં મેદાને ઉતરશે તેવો અંદાજો લગાવાઈ રહ્યો છે. ગુપ્તેશ્વર પાંડેને લોકો વધુ ઓળખતા થયા જ્યારે સુશાંત કેસ (Sushant case) મામલે પટનામાં એફઆઈઆર (FIR) દાખલ થઈ અને ત્યાર બાદ બિહારનાં ડીજીપી ગુપ્તેશ્વર પાંડે પણ સુશાંત મામલે તપાસને વેગ આપવા માટે એક્શન મોડમાં આવ્યા હતાં. અને મુંબઈ પોલીસ (Mumbai Police) ની ઢીલી કાર્યવાહી અને બિહાર પોલીસને સહકાર ન આપવા બાબતે નારાજગી વ્યક્ત કરી હતી. જણાવી દઈએ કે ગુપ્તેશ્વર પાંડેની બિહારના યુવાનોમાં ખૂબ ચાહક છે.

સુશાંત કેસ મામલે ચર્ચામાં આવેલા DGP ગુપ્તેશ્વર પાંડેએ સ્વૈચ્છિક સેવા નિવૃત્તિ લીધી

ડીજીપી ગુપ્તેશ્વર પાંડે વિશેષ શાખામાં આઇજી રહ્યા છે. તેઓ મુઝફ્ફરપુર અને દરભંગા ઝોનના આઇજી અને એડીજી હેડક્વાર્ટર, એડીજી વાયરલેસ અને એડીજી બીએમપી પણ રહી ચૂક્યા છે. ગુપ્તેશ્વર પાંડેની સામાન્ય લોકો ઉપરાંત સરકારની નજરમાં ગુનાઓને નિયંત્રણ કરનાર (Crime controller) અને એક મજબૂત વહીવટકર્તાની તરીકેની છબી રહી છે. લોકડાઉન દરમિયાન તેમણે પોલીસકર્મીઓ સાથે સીધી વાત કરીને તેમને પ્રોત્સાહિત કરવા અંગત સ્તરે પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ પણ કર્યો હતો. ડીજીપી ગુપ્તેશ્વર પાંડેની 2019માં બિહારનાં ડીજીપી તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને ડીજીપી તરીકેનો તેમનો કાર્યકાળ ફેબ્રુઆરી 2021માં સમાપ્ત થઈ રહ્યો છે પરંતુ તેમણે કાર્યકાળ સમાપ્ત થવાનાં પાંચ મહિના અગાઉ જ વીઆરએસ લઈ લીધો છે. મળેલ માહિતી અનુસાર ગુપ્તેશ્વર પાંડે હવે રાજનીતિમાં પ્રવેશ (Entry into politics) કરશે તે અંગે વિચારણા કરવામાં આવી રહી છે.

સુશાંત કેસ મામલે ચર્ચામાં આવેલા DGP ગુપ્તેશ્વર પાંડેએ સ્વૈચ્છિક સેવા નિવૃત્તિ લીધી

તેમણે આઈપીએસ અધિકારી વિનય તિવારી (Vinay Tiwari)ને સુશાંત કેસ મામલે સુપરવિઝન કરવા માટે મુંબઈ મોકલ્યો હતો પરંતુ વિનયને ક્વોરન્ટીન કરવામાં આવ્યો હતો ત્યારે ગુપ્તેશ્વર પાંડેએ બીએમસી (BMC) પર સવાલો ઉભા કર્યા હતા. જણાવી દઈએ કે તેઓ સુશાંત કેસ મામલે તપાસને વધુ મહત્વ આપ્યુ અને તેમણે સુશાંતને ‘બિહાર કા બેટા’ કહ્યુ હતું.

સુશાંત કેસ મામલે ચર્ચામાં આવેલા DGP ગુપ્તેશ્વર પાંડેએ સ્વૈચ્છિક સેવા નિવૃત્તિ લીધી

બિહારના ભૂતપૂર્વ ડીજીપીએ ડ્રગ્સના કેસમાં રિયા ચક્રવર્તીની ધરપકડ અંગે પણ પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે કેટલીક વધુ મહત્વપૂર્ણ બાબતો આગળ આવશે. ગુપ્તેશ્વર પાંડેએ કહ્યું કે મારી પાસે રિયા ચક્રવર્તીની ધરપકડથી ખુશ અથવા નાખુશ રહેવાનું કોઈ અંગત કારણ નથી. હું ફક્ત ઇચ્છું છું કે સત્ય પ્રગટ થાય. સુશાંતના મોતનું રહસ્ય ઉજાગર થવું જોઈએ. આ વસ્તુઓ તેમાંનું પ્રથમ પગલું છે. તેમણે કહ્યું કે એનસીબીને પુરાવા મળ્યા કે અને તેમણે કાર્યવાહી કરી. લોકોએ ધીરજ રાખવી જોઈએ, સમય આવશે ત્યારે ઘણી વસ્તુઓ બહાર આવશે. દુનિયા જોઈ રહી છે, આખો દેશ જોઈ રહ્યો છે, તેમાં રહેનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

Related Posts