ગાંધીનગરમાં સરકારી ભરતીના મુદ્દે રજૂઆત માટે ગયેલા ૨૫થી વધુ યુવકની અટકાયત

ગાંધીનગર: ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં શિક્ષિત બેરોજગારીનો પ્રશ્ન ખૂબ જ પેચીદો બન્યો છે. મંગળવારે ગાંધીનગરમાં વિવિધ સરકારી ભરતીઓના ઉમેદવારો નિર્માણ ભવન ખાતે રજૂઆત કરવા એકત્ર થયા હતા. જો કે, આ યુવકો રજૂઆત કરવા જાય એ પહેલાં જ પોલીસે ૨૫થી વધુ યુવકની અટકાયત કરી હતી. સરકારી ભરતીઓને લઈને મંગળવારે ગાંધીનગરમાં મોટી સંખ્યામાં યુવાનો એકત્ર થઈ ગૌણ સેવા પસંદગી મંડળની કચેરીએ રજૂઆત કરવા જવાના હતા. જેથી મંગળવારે સવારથી જ ગાંધીનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

ગાંધીનગરમાં સરકારી ભરતીના મુદ્દે રજૂઆત માટે ગયેલા ૨૫થી વધુ યુવકની અટકાયત

ભરતીના મુદ્દે યુવકો આંદોલન શરૂ ના કરે એ માટે પોલીસ એલર્ટ બની ગઈ હતી, અને ઉપવાસી છાવણી ખાતે પોલીસની ફોજ ખડકી દેવામાં આવી હતી. બીજી તરફ ગાંધીનગરમાં નિર્માણ ભવન ખાતે સરકારી ભરતીના મુદ્દે રજૂઆત કરવા ગયેલા ૨૫થી વધુ યુવકની પોલીસે અટકાયત કરી હતી. સરકારી ભરતીના મુદ્દે રજૂઆત કરવા ગયેલા યુવકોએ સોશિયલ મીડિયામાં સંદેશા વહેતા કર્યા હતા કે, ગૌણ સેવા પસંદગી મંડળ અને અન્ય સરકારી કચેરીઓ થકી સરકારમાં પોતાનો અવાજ રજૂ કરવાનો પ્રયાસ કરશે. જો સરકાર સરકાર સકારાત્મક પ્રતિસાદ નહીં આપે તો કોઈ પણ જગ્યાએ ઉપવાસ પર બેસી આંદોલનનાં મંડાણ શરૂ કરી દેવામાં આવશે. જેના પગલે પોલીસ સતર્ક બની હતી, અને યુવકો રજૂઆત કરવા જાય કે કોઈ આંદોલન શરૂ કરે એ પહેલાં જ 25થી વધુ યુવાનની પોલીસે અટકાયત કરી હતી. બાકીના યુવાનોને પોલીસે દૂર ખસેડી દીધા હતા.

ગાંધીનગરમાં સરકારી ભરતીના મુદ્દે રજૂઆત માટે ગયેલા ૨૫થી વધુ યુવકની અટકાયત

બીજી તરફ રાજ્યમાં જે રીતે કોરોના મહામારી પ્રસરી તેને જોતા રાજ્ય સરકાર દ્વારા થનારી તમામ ભરતીઓને રોકવામાં આવી હતી અને ભરતી માટે ઘણાં સમયથી યુવાનો રાહ જોઈ રહ્યા હતા અને અંતે રાજય સરકાર (State Government) દ્વ્રારા હવે પોલીસ દળ (Police force)માં નવી જુદા જુદા સંવર્ગમાં 7610 જેટલી ભરતી કરવામાં આવશે. આ માટે ગૃહ વિભાગ દ્વારા ઠરાવ પણ જારી કરી દેવાયો છે. સચિવાલયના ગૃહ વિભાગના સૂત્રો કહે છે કે રાજ્ય પોલીસના મહેકમમાં વધારો કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. પોલીસ દળમાં 7610 જગ્યાઓ પર ભરતીની મંજૂરી (Approval of recruitment) આપવામાં આવી છે. હાલ કોરોના સંકટ ચાલી રહ્યું છે, તો બીજી તરફ રાજ્યમાં પોલીસની ભરતી (Police recruitment) અને પરીક્ષાઓને લઇને વિવાદો સર્જાઇ ચૂક્યા છે. તો ઉમેદવારો મોટા આંદોલનો પણ કરી ચૂક્યા છે.

Related Posts