ખાડીપૂર એ માનવસર્જીત છે. વર્ષોથી બધી જ ખાડી પર દબાણ છે અને ત્યાં રહેતાં નિવાસી પોતાનો કચરો ખાડીમાં નાખે છે. ખાડીની સફાઈની કે એને વ્યવસ્થિત કરવા માટે કોઇ વાહન જઇ શકતું નથી. જેથી ખાડી-બરબાદી બની ગઇ છે. ગુજરાત સરકાર- મહાનગરપાલિકાનું પણ ડ્રેઇનેજ સેક્ષન છે. તેમ છતાં ખાડીની આવી દુર્દશા માટેનું કારણ શું હોઇ શકે? 1970થી પૂર નિયંત્રણ પાળા બનાવવા માટે જમણા કાંઠા અને ડાબા કાંઠા બે વિભાગની શરૂઆત સિંચાઈ વર્તુળ હેઠળ પર નિયંત્રણની કાર્યવાહી કરવામાં આવેલ દરમ્યાન નદી ના આડ છેદ લઇ પાળો નદીના કાંઠાથી કેટલો દૂર રાખવો તે પણ નિયત કરવામાં આવેલ જેમાં દરેક ખાડીના નદી તરફના મુખથી જયાંથી નદી નિકળે છે ત્યાં સુધી તેના આડ છેદ લેવામાં આવેલ અને તે મુજબ દરેક ખાડી જેટલા વિસ્તારનું પાણી આવે છે.
તેનો કમાંડ વિસ્તાર નક્કી કરી તેમાં સમાવેશ ગામોના વરસાદના આંકડા લઇ મહત્તમ પ્રવાહ મુજબ ખાડીનો આડ છેદ નક્કી કરવામાં આવેલ અને એ જ પ્રવાહ મુજબ પૂરનિયંત્રણ ગેટ કે જે નદીમાં પાણીનું લેવલ વધે તો ગેટ બંધ કરી એ પાણી શહેરમાં ન આવે એવી જોગવાઈ કરવામાં આવેલ અને તે દરમ્યાન વરસાદનું પાણી ખાડીમાં આવે તો તેને પંપ મારફત નદીમાં ઠાલવવા પંપિંગ સ્ટેશન જે તે સ્થળે બનાવવામાં આવેલ.હવે સિંચાઈ વર્તુળમાંથી માહિતી મેળવી દબાણ હટાવી ખાડીનું સેક્ષન બનાવી શહેરને અવશ્ય બચાવી શકાય.
અમરોલી, સુરત – બળવંત ટેલર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.