અથૅતંત્ર પર કોરોનાની અસર છતાં ચીને ‘સુરક્ષા બજેટ’ માટે 179 બિલિયન ડૉલર ફાળવ્યા

ચીન જે અમેરિકા બાદ સૌથી મોટું રક્ષા બજેટ ધરાવે છે તેણે શુક્રવારે પોતાનું સંરક્ષણ બજેટમાં 6.6 ટકાનો વધારો કરી તેને 179 બિલિયન ડૉલર કર્યું હતું જે ભારત કરતા આશરે 3 ગણુ વધુ છે. હાલના વર્ષોમાં આ સૌથી ઓછો વધારો છે, કોવિડ-19 મહામારીના કારણે કમ્યુનિસ્ટ દેશના અર્થતંત્ર પર મોટી અસર પડી છે.શુક્રવારે નેશનલ પીપલ્સ કૉંગ્રેસમાં (એનપીસી) બજેટ અહેવાલનો મુસદ્દા મુજબ ચીન પાસે 20 લાખ જવાનોની વિશ્વની સૌથી મોટી સેના છે તે વર્ષ 2020માં પણ પોતાના રક્ષા બજેટમાં વધારાના દરમાં ઘટાડો ચાલુ રાખશે.

સતત પાંચ વર્ષથી ચીનના રક્ષા બજેટમાં સિંગલ ડિજીટનો વધારો કરાયો છે. હાલના વર્ષોમાં આ સૌથી ઓછો વધારાનો દર છે, એમ સરકારી સમાચાર સંસ્થાએ અહેવાલ આપ્યા હતા.
એનપીસીમાં રજૂ કરાયેલા મુસદ્દા મુજબ આ વર્ષે ચીનનું રક્ષા બજેટ આશરે 1.27 ટ્રિલિયન યુઆન (આશરે 179 બિલિયન ડૉલર) રહેશે, જ્યારે ગયા વર્ષે તે 177.61 બિલિયન ડૉલર હતું.
વર્ષ 2019માં ચીનનો કુલ રક્ષા ખર્ચ અમેરિકાના રક્ષા ખર્ચ કરતા 25 ટકા જેટલો હતો, જ્યારે પ્રતિ નાગરિક પર રક્ષા ખર્ચ અમેરિકાના ખર્ચનો 0.060 ટકા જ છે.જો કે રક્ષા વિશેષજ્ઞોનું માનવું છે કે ચીનની સેનામાં ઝડપથી વધારો કરાઈ રહ્યો છે અને આધુનિક હથિયારો મેળવવામાં આવી રહ્યા છે તેને જોતા તેનું રક્ષા બજેટ જાહેર કરાયેલા બજેટથી ઘણું ઊંચુ હશે. જો કે એનપીસીના પ્રવક્તાએ કહ્યું હતું કે ‘ચીન છુપી રીતે કોઈ ખર્ચ કરતું નથી.’ચીનની રક્ષા ક્ષેત્રમાં આધુનિકીકરણની ઝુંબેશના કારણે ભારત અને અન્ય કેટલાક દેશોને પોતાના રક્ષા બજેટમાં વધારો કરવાની ફરજ પડે છે જેથી શક્તિનું સંતુલન જળવાઈ રહે.વર્ષ 2020 માટે ભારતનું રક્ષા બજેટ 66.9 બિલિયન ડોલર છે જ્યારે ચીનનું 179 બિલિયન ડોલરનું બજેટ તેના કરતા 2.7 ગણું વધારે છે.

જો કે, ચીનના અધિકારીઓએ આ વર્ષ માટે જીડીપી લક્ષ્ય નક્કી ન કરવાનો નિર્ણય લીધો છે. 1990 થી આ પ્રકારના લક્ષ્યોને પ્રકાશિત કરવાનું શરૂ કર્યા પછી ચીન પાસે સત્તાવાર જીડીપી લક્ષ્ય નહીં હોય તેવું પહેલીવાર બને છે.નેશનલ પીપલ્સ કોંગ્રેસ,ચીનની વિધાનસભામાં ચીનના વડા પ્રધાન લી કેકિયાંગે કહ્યું હતું કે ‘અમે આ વર્ષે આર્થિક વિકાસ માટે કોઈ ખાસ લક્ષ્ય નક્કી કર્યું નથી કારણ કે કોવિડ -19 રોગચાળાને લઈને મોટી અનિશ્ચિતતાને કારણે આપણા દેશમાં કેટલાક પરિબળોનો સામનો કરવો પડશે જેની વિકાસની આગાહી કરવી મુશ્કેલ છે.’ ચીની વિશ્લેષકો કહે છે કે કોવિડ -19 ફાટી નીકળતાં આર્થિક પ્રભાવ છતાં લશ્કરી વિકાસ માટે પૂરતા નાણાં પૂરા પાડવા બજેટ પૂરતું છે.

ચીને કહ્યું છે કે તે રાષ્ટ્રીય સુરક્ષાના જોખમોનો સામનો કરી રહ્યો છે, જેમાં “ખૂબ નજીકના” અને બિન પરંપરાગત સુરક્ષા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. બજેટ સ્પષ્ટ રીતે સંકેત આપે છે કે ચીન એ સુનિશ્ચિત કરવા માંગે છે કે લશ્કરી અને કી ખર્ચના ક્ષેત્રોના તમામ મોટા કાર્યક્રમો રોગચાળાથી અસરગ્રસ્ત ન થાય અને સમયપત્રક પર રહે.ચીને એ પણ ખાતરી આપી છે કે નવા હથિયારો અને સાધનોના વિકાસ, સૈનિકોના પગાર અને લાભ અને તાલીમ ખર્ચ માટે તેની પાસે પૂરતું ભંડોળ ઉપલબ્ધ છે.

Related Posts