વલસાડના નાયબ કલેકટર દ્વારા સરકારી કચેરીઓમાં આ કારણે ચેકિંગ હાથ ધરાયું

વલસાડ જિલ્લા કલેક્ટરે (Valsad District Collector) કોવિદ અંતર્ગત બનાવેલી ટીમના વડા જ્યોતિબા ગોહિલે સોમવારે ફરીવાર વલસાડની બહુમાળી બિલ્ડીંગમાં આવેલી કેટલીક સરકારી ઓફિસમાં (government office) ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક ન પહેરનાર કર્મચારીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો. સોશિયલ ડિસ્ટન્સનો (Social Distance) અભાવ તથા માસ્ક ન પહેર્યા હોય તેવા કર્મચારીઓને રૂ.1000નો દંડ ફટકાર્યો હતો. જ્યારે કેટલાક કર્મચારીઓ વગર કામના રજા પાડીને ગેરહાજર રહેતા હોય તેવા કર્મચારી સામે પગલાં લેવાની ચિમકી પણ આપી હતી.

વલસાડના નાયબ કલેકટર દ્વારા સરકારી કચેરીઓમાં આ કારણે ચેકિંગ હાથ ધરાયું

વલસાડ જિલ્લા કલેકટર આર.આર.રાવલ દ્વારા કોરોના સંક્રમણને રોકવા માટે ટીમ બનાવવામાં આવી છે. જેમાં નાયબ કલેકટર જ્યોતિબા ગોહિલને ટીમમાં વડા તરીકે નિયુક્ત કરાયા છે. અગાઉ તેમણે જિલ્લા પંચાયત, માર્ગ મકાન વિભાગ, તાલુકા પંચાયત ઓફિસમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક ન પહેરનાર કર્મચારીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો. સોમવારના રોજ જ્યોતિબા ગોહિલે તેમની ટીમ સાથે વલસાડ સેવા સદન-૧ જૂની બહુમાળી બિલ્ડિંગમાં નાયબ વન સંરક્ષકની કચેરી, જિલ્લા રોજગાર વિનિમય કચેરી, નાયબ કાર્યપાલક ઇજનેર, ગુજરાત જમીન વિહોણા મજૂરો અને હળપતિ ગૃહ નિર્માણ બોર્ડ, મદદનીશ મત્સ્યોધ્યોગ નિયામક કચેરી, સરકારી શ્રમ અધિકારીની કચેરી, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી, જિલ્લા રમત-ગમત કચેરી તથા નશાબંધી કચેરીમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં કચેરીઓમાં કર્મચારીઓ સોશિયલ ડિસ્ટન્સ જાળવતા ન હતા, માસ્ક વગરના પણ કેટલાક કર્મચારીઓ જોવા મળ્યા હતા. આ કર્મચારીઓ પાસેથી ટીમે રૂ.1000 પ્રમાણેનો દંડ ફટકાર્યો હતો. જયારે કેટલીક કચેરીમાં ગંદકી હોય તેને જોઈને જ્યોતિબા ગોહિલ વિફર્યા હતા. તેમણે અધિકારીઓને તતડાવ્યા હતા. આ ગંદકી અઠવાડિયામાં સાફ થઇ જવી જોઈએ. તેમણે કેટલીક કચેરીઓમાં રજીસ્ટર પણ જોવા માંગ્યું હતું. જેમાં કેટલાક અધિકારીઓ-કર્મચારીઓ ગેરહાજર હોય એમની સામે પગલાં લેવાની ચિમકી પણ આપી હતી.

વલસાડના નાયબ કલેકટર દ્વારા સરકારી કચેરીઓમાં આ કારણે ચેકિંગ હાથ ધરાયું

ભોંયતળિયે બેસતા સ્ટેમ્પ વેન્ડરોને ઝાટક્યા
વલસાડ બહુમાળી બિલ્ડીંગ નીચે બેસતા સ્ટેમ્પ વેન્ડર પાસે લોકો આવક અને જાતિના દાખલા કાઢવા માટે અને એફિડેવિટ કરવા આવતા હોય ત્યાં સોશિયલ ડિસ્ટન્સ ન જણાતા ચેકિંગ દરમિયાન જ્યોતિબા ગોહિલે ત્યાં પહોંચી વેલ્ડર પાસે ભીડ જોઈને વિફર્યા હતા. કેટલાક વેલ્ડરને રૂ.1000નો દંડ ફટકાર્યો હતો. આવી રીતે સોશ્યલ ડિસ્ટન્સ ન જાળવવાના હોય તો આ ઓફિસમાં બંને બાજુ તાળું લગાવી દેવાની ચિમકી આપી હતી.

Related Posts