કેન્દ્ર સરકારે સાયબર ફ્રોડ રોકવા દેશના વિક્રમ સંખ્યાના બાવન લાખ સીમ કાર્ડ રદ કરીને સપાટો બોલાવેલ છે. સાયબર છેતરપિંડી રોકવા જથ્થાબંધ (બલ્ક)માં સીમ કાર્ડ વેચાણ પર પ્રતિબંધ મૂકીને સીમકાર્ડ ડીલર્સ પર ફરજીયાત વેરીફીકેશન જાહેર કરેલ છે અને આ નિયમોના ભંગ બદલ ડીલર પર દસ લાખ રૂપિયાનો દંડ જાહેર કરેલ છે. દેશના વધતા જતા સાયબર ફ્રોડ રોકવા માટેનું કેન્દ્ર સરકારનું હિંમતભર્યું પગલું અભિનંદનીય છે. કોંગ્રેસ સહિતના વિપક્ષોએ નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર પર મણીપુર પ્રશ્ને જે અવિશ્વાસની દરખાસ્ત લાવેલ હતી અને ઊડી ગઈ તે દેશના કેન્દ્ર સરકારનું ઉપરોકત નોંધપાત્ર પગલું છે.
કેન્દ્ર સરકારના નીચેના લેવાયેલ નિર્ણયો દ્વારા સાબિત થાય છે કે સરકાર દેશ અને સમાજ હિતમાં માત્ર વાતો નથી કરતી પણ ગંભીરતાથી હિંમતભર્યાં કાર્યો પણ કરી રહેલ છે. (1) દેશભરમાં બધા જ ડોકટરો માટે પ્રિસ્ક્રીપ્શનમાં સસ્તી જેનરીક દવાઓ લખવાનું ફરજીયાત કરેલ છે. જેથી દેશનાં દર્દીઓ માટે દવાઓનો આર્થિક બોજ નિવારી શકાય. (2) દેશમાં એક સ્થળેથી બીજા સ્થળ પર સરળતાથી જઈ શકાય તે માટે જાહેર પરિવહનને (માર્ગ, રેલવે અને વિમાની માર્ગ) વધુ ઉપયોગી થવા કેન્દ્ર સરકાર એક યોજના બનાવી રહેલ છે.
(3) રેલવેની 62064 હેકટર જમીન પર શાળા, હોસ્પિટલ અને મોલ બનાવ્યા માટે રેલવે જમીન લીઝ પર અથવા ભાડાપેટે આપશે. (4) ઓનલાઇન ગેમમાં હારીને કે જીતાડીને મનીલોન્ડરીંગ કરનારા પર વિક્રમ એવા 28 ટકાના જી.એસ.ટી. લગાવવાથી થતી કુપ્રવૃત્તિઓ પર અંકુશ આવશે. (5) દેશમાં ડેટા પ્રોટેકશન બિલ લાગુ થવાથી હવે ડેટા લીકનો પ્રશ્ન નિવારી શકાશે. યુઝેરના ડેટા લીક થશે તો કંપનીના 250 કરોડ રૂપિયા દંડ થશે. (6) દેશના દરેક જીવતાઓના બેન્કોના ટોપ-100 અનકલેમ્ડ ડીપોઝીટર્સના સાચા માલિક કે દાવેદારને શોધવામાં આવશે. (7) દેશનાં ગામડાંઓનો નક્કી કરેલ વિકાસ થયેલ છે કે નહીં તે ચકાસવા કેન્દ્ર સરકારે ‘પંચાયત વિકાસ સૂચકાંક’ તૈયાર કરેલ છે. (8) દેશના સરકારી નિવૃત્ત કર્મચારીઓને મળતો પચીસ લાખ રૂપિયા સુધીનો રજા પગાર કરમુકત ગણાશે. (9) વિવિધ કંપનીઓ સહિતના કોર્પોરેટ સેકટર સાથેના મળવાપાત્ર આશરે 7338 કેસોને પરત લેવાયેલ છે. આ કેસોમાં છેતરપિંડી, કૌભાંડ, પેન્ડિંગ ચાર્જીસનો સમાવેશ થતો નથી. આમ કરવાથી ફોર્ટ પરના કેસોનું ભારણ ઘટાડી શકાશે.
અમદાવાદ – પ્રવીણ રાઠોડ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.