આગળના આદેશ સુધી દિલ્હીમાં શાળાઓ નહીં ખુલે

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ બુધવારે જાહેરાત કરી કે, કોવિડ -19 પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આગળના ઓર્ડર સુધી દિલ્હીની તમામ શાળાઓ બંધ રહેશે.સિસોદિયાએ એક ઓનલાઇન પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે માતા-પિતા શાળાઓ ફરી શરૂ કરવાના પક્ષમાં નથી. દિલ્હી સરકારે અગાઉ જાહેરાત કરી હતી કે 31 ઓક્ટોબર સુધી શાળાઓ બંધ રહેશે.

તેમણે કહ્યું કે, અમે માતાપિતા પાસેથી પ્રતિસાદ મેળવતા રહીએ છીએ કે તેઓ શાળાઓ ફરી ખોલવી સલામત છે કે કેમ તે અંગે ખરેખર ચિંતિત છે. જ્યાં પણ શાળાઓ ફરીથી ખોલવામાં આવી છે ત્યાં બાળકોમાં કોવિડ -19 કેસ વધ્યા છે. તેથી અમે નિર્ણય લીધો છે રાષ્ટ્રીય રાજધાની માં શાળાઓ હજી ખુલશે નહીં. શાળાઓ આગળના આદેશો સુધી બંધ રહેશે.

16 માર્ચે દેશભરની યુનિવર્સિટીઓ અને શાળાઓ બંધ કરવામાં આવી હતી, જ્યારે કેન્દ્ર દ્વારા નોવેલ કોરોનાવાયરસનો ફેલાવો અટકાવવાના પગલા રૂપે દેશવ્યાપી વર્ગખંડ બંધની ઘોષણા કરવામાં આવી હતી. 25 માર્ચે દેશવ્યાપી લોકડાઉન લાદવામાં આવ્યું હતું.

Related Posts