દમણમાં 8, નવસારી જિલ્લામાં 9 કેસ, એકનું મોત

નવસારી : નવસારી જિલ્લામાં (Navsari District) વધુ 9 કેસ કોરોના પોઝીટીવના નોîધાતા જિલ્લામાં કુલ 1063 કેસો નોંધાયા છે. જ્યારે આજે વધુ એક દર્દીનું મોત નીપજ્યુ હતુ. નવસારી જિલ્લામાં કેસોમાં વધારો થઇ રહયો હતો. જોકે આજે કોરોના કેસોના (Coron Cases) આંકડામાં ઘટાડો થયો હતો. મંગળવારે જિલ્લામાં વધુ 9 કેસ કોરોના પોઝીટીવના નોંધાયા છે. જેમાં નવસારીમાં 3, ચીખલી (Chikhli) તાલુકામાં 1, બીલીમોરામાં 1, જલાલપોરમાં 1, વાંસદામાં 1, ખેરગામમાં 1 અને ગણદેવીમાં 1 કેસ નોંધાતા જિલ્લામાં કુલ કોરોના પોઝીટીવનો આંકડો 1063 પર પહોંચ્યો હતો. પરંતુ આજે નવસારી તાલુકાના ગણેશ-સિસોદ્રા ગામે રહેતા વૃદ્ધનું કોરોનાને પગલે મોત નીપજતા જિલ્લામાં કુલ 98 દર્દીઓના મોત નીપજ્યા છે. જોકે બીજી તરફ આજે વધુ 10 દર્દીઓએ કોરોનાને માત જિલ્લામાં કુલ 867 દર્દીઓ સાજા થયા છે. જ્યારે હાલ 98 કોરોના પોઝીટીવ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર (Treatment) લઇ રહયા છે.

દમણમાં 8, નવસારી જિલ્લામાં 9 કેસ, એકનું મોત

ક્યાં કેટલા કેસ નોંધાયા ?

નવસારી-3, ચીખલી-1, બીલીમોરા-1, જલાલપોર-1, વાંસદા-1, ખેરગામ-1, ગણદેવી-1

બીલીમોરામાં બે યુવાનોને કોરોનાનો ચેપ લાગ્યો
બીલીમોરા : નવસારી જિલ્લામાં મંગળવારે કોરોના પોઝિટિવના 9 કેસ સામે આવ્યા હતા. જે પૈકી ગણદેવી તાલુકાના દુવાડા ગામના પારઘીવાસનો 22 વર્ષનો યુવાન અને બીલીમોરાની ઈશ્વર નગર સોસાયટીન 23 વર્ષના યુવાનને ચેપ લાગતા બંનેની સારવાર ચાલી રહી છે.

દમણમાં 8, નવસારી જિલ્લામાં 9 કેસ, એકનું મોત

દમણમાં વધુ 8 કોરોના પોઝિટિવ નોંધાયા

દમણ : સંઘ પ્રદેશ દમણમાં મંગળવારે વધુ 8 કોરોના પોઝિટિવનાં કેસ નોંધાયા હતા. જેમને આરોગ્ય વિભાગે કોવિડ-19 હોસ્પિટલમાં દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેને લઈ દમણમાં હવે 47 એક્ટિવ કેસ કોરોના પોઝિટિવનાં નોંધાયા છે. આજે વધુ 10 જેટલા દર્દીઓ સાજા થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં 1089 દર્દીઓ સંપૂર્ણ સાજા થયા છે. મંગળવારે વધુ નવા 2 કન્ટેન્મેન્ટ ઝોનનો વધારો થવા પામ્યો છે. જેને લઈ હવે પ્રદેશમાં ફક્ત 28 જેટલા જ કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયા છે.

Related Posts