Charchapatra

પર્યાવરણ, જીવસૃષ્ટિ વનસ્પતિને થનાર નુકસાન

દેશની સર્વોચ્ચ અદાલતે ગત 20 નવે. ના રોજ અરવલ્લી હારમાળા વિશે જાહેર કરેલા ચુકાદાથી પર્યાવરણપ્રેમીઓ, ખેડૂતો તથા રાજકીય પક્ષોમાં ખળભળાટ મચી ગયો છે અને દેશભરમાં તેનો વિરોધ થયો છે. અરવલ્લી પર્વત હારમાળા અબજો વર્ષ જૂની હોવાનું કહેવાય છે. સાબરમતી તથા મેવો નદીઓ ત્યાંથી નીકળે છે. વરસાદનાં ભૂર્ગભ જળ રીચાર્જ થાય છે. રણ આગળ વધતું અટકાવે છે. પક્ષીઓનું તે આશ્રયસ્થાન છે. ખેડૂતોની તે જીવાદોરી છે.

એમ સર્વત્ર ચર્ચાઈ રહ્યું છે કે પર્વત હારમાળા હેઠળ રહેલ ખનિજ પદાર્થો ખોદી કાઢવાનો પરવાનો મહાલય કંપનીઓને અપાશે. જો આ સત્ય હોય, તો આવતી પેઢીને અનેક અને અમાપ નુકસાન સહન કરવાનો વારો આવશે. જેસોર અભ્યારણ,  ચિત્રારાણી અભ્યારણમાં વસતા દીપડા, રીંછની પ્રજાતિ માટે હવે ત્યાં રહેવાનું શક્ય બનશે નહીં. ઈડરિયા ગઢની હાલત ખરાબ થશે.  તા. 21-12 ના રોજ જયપુરમાં 5 લાખ લોકોએ વિરોધ પ્રદર્શન કરેલ હોવાનું કહેવાય છે. વ્યાપક વિરોધ લક્ષમાં લઈ, સરકારે જો એમ ધારેલ હોય તો આવી મંથૂરા – પરવાનો આપવાથી દૂર રહેવું જોઈએ.
બનાસકાંઠા- અશ્વિનકુમાર ન. કારીઆ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top