અમેરિકામાં કોરોનાના દૈનિક કેસોમાં ફરી ઉછાળો: બે મહિનાની ઉંચી સપાટીએ

વૉશિંગ્ટન : વૈશ્વિક મહામારી કોરોનાનો કહેર (Corona Pandemic) સંપૂર્ણ વિશ્વમાં જોવા મળી રહ્યો છે એવામાં અમેરિકામાં કોવિડ-19ના કેસોમાં ફરીથી ઉછાળો (Cavid-19 cases rise again in US) આવ્યો છે અને 63000 નવા કેસોની સાથે અમેરિકામાં કુલ કેસોની સંખ્યા 80 લાખ થવાની નજીક છે. ગુરુવારના આંકડા પ્રમાણે આખા અમેરિકામાં બુધવારનાં દિવસે 63000 કરતા વધારે નવા કેસો (corona cases) નોંધાયા હતા, દૈનિક કેસો (Daily cases) નો આટલો ઉંચો આંકડો મધ્ય ઓગસ્ટ પછી પ્રથમ વાર દેખાયો છે. નવા કેસો અને લોકોનું મોટા પ્રમાણમાં હોસ્પિટલોમાં દાખલ થવાનું મોટેભાગે મિડવેસ્ટમાં વધારે છે. આ મહિનામાં જ પચ્ચીસ રાજ્યોએ કેસોમાં વધારાના અત્યાર સુધીના વિક્રમ રચ્યા છે. મોટાભાગના કેસો મિડવેસ્ટર્ન રાજ્યોમાંથી આવી રહ્યા છે જ્યાં હોસ્પિટલોમાં દર્દીઓ (Patients in hospitals) નો ધસારો પણ વધી રહ્યો છે.

અમેરિકામાં કોરોનાના દૈનિક કેસોમાં ફરી ઉછાળો: બે મહિનાની ઉંચી સપાટીએ

જો કે દેશભરમાં મૃત્યુનો આંક ઘટ્યો છે અને આમ છતાં દરરોજ 700 કરતા વધુ અમેરિકનો મૃત્યુ પામી રહ્યા છે. જો કે હવે કેસો વધતા થોડા સમય પછી મૃત્યુઆંક વધવાનો પણ ભય સેવાય છે. વિસ્કોન્સીન અને સાઉથ ડેકોટોમાં છેલ્લા ચાર સપ્તાહમાં નવા ચેપોની સંખ્યા બમણી થઇ ગઇ છે જયારે વિસ્કોન્સીનમાં હોસ્પિટલાઇઝેશનનું પ્રમાણ પણ વધ્યું છે જ્યાં હોસ્પિટલોમાં કેટલાક પ્રદેશોમાં તો 90 ટકા આઇસીયુ બેડ (ICU bed) રોકાઇ ગયા છે. છેલ્લા કેટલાક દિવસમાં વિસ્કોન્સીન અમેરિકાનું નવું હોટસ્પોટ બન્યું છે જ્યાં છ સપ્તાહમાં મૃત્યુનું પ્રમાણ પણ ત્રણ ગણું થઇ ગયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકા વિશ્વમાં કોરોના વાયરસ (Corona Virus) થી સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે જયાં કેસોની સંખ્યા 80 લાખ થવાની તૈયારી છે.

અમેરિકામાં કોરોનાના દૈનિક કેસોમાં ફરી ઉછાળો: બે મહિનાની ઉંચી સપાટીએ

જણાવી દઈએ કે વિશ્વમાં કોરોનાના કુલ 3 કરોડ 95 લાખ 96 હજાર 451 કેસો નોંધાયા છે જ્યારે 2 કરોડ 96 લાખ 61 હજાર 419 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યા છે તો 11 લાખથી વધુ દર્દીઓ કોરોનાનો ભોગ બન્યા છે. વાત કરીએ અમેરિકાની તો વિશ્વમાં સૌથી વધુ 82 લાખ 88 હજાર 278 કોરોના કેસો છે જ્યારે 53 લાખ 95 હજારથી વધુ દર્દીઓ રિકવર થઈ ચૂક્યા છે તો 2 લાખ 23 હજાર 644 દર્દીઓ કોરોનાનો ભોગ બન્યા છે. વિશ્વમાં સૌથી વધુ કોરોના કેસ અને મોતને મામલે અમેરિકા પ્રથમ અને ભારત બીજા ક્રમે છે પરંતુ કોરોનાથી રિકવર થનાર દર્દીઓને મામલે ભારત વિશ્વમાં ટોચ પર છે.

Related Posts