સાયબર ગુના, વ્યાજની હપ્તા વસૂલી અને સ્ત્રીની જાતીય સતામણી કરનારને હવે પાસા થશે

ગાંધીનગર: ‘પાસા’ કાયદાનો વ્યાપ વધુ વિસ્તારી હવે સાયબર ક્રાઇમ (Cyber Crime) આચરનારા, નાણાં ધીરધાર સામે ગેરકાયદે વ્યાજના હપ્તા વસૂલવા (Charging illegal interest installments) સહિત શારીરિક હિંસા (Physical violence) તેમજ ધમકી આપવી, મહિલાઓની જાતીય સતામણી-જાતીય ગુનાઓ જેવી અસાસાજિક પ્રવૃત્તિઓને પણ આવરી લઇ આવા ગુનેગારોને કડક સજા માટે ‘પાસા’ એક્ટમાં સુધારા કરી તેમની ધરપકડ કરાશે. આ માટે આજે ગુજરાત વિધાનસભા (Gujarat Legislative Assembly)માં ગુજરાત અમાસાજિક પ્રવૃત્તિઓ અટકાવવા બાબત (સુધારા) વિધેયક પસાર કરવામાં આવ્યું હતું.

સાયબર ગુના, વ્યાજની હપ્તા વસૂલી અને સ્ત્રીની જાતીય સતામણી કરનારને હવે પાસા થશે

સાયબર ટેક્નોલોજી (Cyber technology)ને લગતા ગુના સહિત જાતીય સતામણી જેવા ગુનાઓના વધતા પ્રમાણને કડક હાથે ડામી દેવા ‘પાસા’ એક્ટમાં સુધારાના વટહુકમની દરખાસ્ત રાજ્ય મંત્રીમંડળની આગામી બેઠકમાં લાવવામાં આવનાર છે. સીએમ વિજય રૂપાણી (CM Vijay Rupani) એ જ આ દરખાસ્ત રજૂ કરી હતી. હવે તેને કાયદાના દૃષ્ટિએ અમલમાં લાવવા માટે મંગળવારે વિધાનસભામાં વિધેયક પણ પસાર કરાયું હતું.

સાયબર ગુના, વ્યાજની હપ્તા વસૂલી અને સ્ત્રીની જાતીય સતામણી કરનારને હવે પાસા થશે

ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા (Pradipsinh Jadeja)એ વિધેયક પરની ચર્ચાનો જવાબ આપતાં કહ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા ૧૯૮પથી ગુજરાત અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા બાબત અધિનિયમ (પાસા) ૧૯૮પ અમલી છે. આ અધિનિયમ અંતર્ગત પાસાના કાયદામાં જે જોગવાઇઓ છે તે મુજબ IPC તથા આર્મ્સ એક્ટ હેઠળના ગુના આચરનારી વ્યક્તિ, ભયજનક હોય તેવી વ્યક્તિ, ખાનગી અને સરકારી મિલકત પચાવી પાડે તેવી પ્રોપર્ટી ગ્રેબર (Property Grabber) વ્યક્તિ તેમજ કેફી દ્રવ્યોની હેરાફેરીમાં સંડોવાયેલા હોય તેવા ડ્રગ ઓફન્ડર્સ, જુગારનો અડ્ડો ચલાવનારા, દેહવિક્રય જેવા અનૈતિક વેપાર સાથે જોડાયેલી ગુનેગાર વ્યક્તિઓ, ગૌવંશની હત્યા અને ગૌમાસની હેરાફેરી કે વેચાણ કરનારા લોકો તથા દારૂનો ગેરકાયદે ધંધો કરનારા (Illegal liquor dealers) બુટલેગરો વિરુદ્ધ પાસા કાયદાની જોગવાઇનો ઉપયોગ કરી અટકાયત કરી શકાય છે.

સાયબર ગુના, વ્યાજની હપ્તા વસૂલી અને સ્ત્રીની જાતીય સતામણી કરનારને હવે પાસા થશે

હવે, આધુનિક બદલાતી ટેક્નોલોજીમાં વિશ્વ સાથે ગુનાખોરીની પ્રવૃત્તિઓમાં પણ ટેક્નોલોજી આધારિત ગુના-સાયબર ક્રાઇમનું પ્રમાણ વધ્યું છે. તેમજ જાતીય સતામણીના ગુના પણ વધ્યા છે. ત્યારે આ ગુના સહિતના ગુના ડામવામાં ‘પાસા’ કાયદાની જોગવાઇઓમાં આ સુધારો અમોઘ શસ્ત્ર બનશે. ‘પાસા’ એક્ટની જોગવાઇઓમાં જે સુધારાઓ થવાના છે તેમાં ટેક્નોલોજીના માધ્યમ દ્વારા જે સાયબર ગુના બને છે. તે અંતર્ગત આઇ.ટી. અધિનિયમ, ૨૦૦૦ (IT Act, 2000) અંતર્ગત કોઇ પણ વ્યક્તિ શિક્ષાપાત્ર ગુનો કરે અથવા એવો ગુનો કરવાનો પ્રયત્ન કરે કે તેમાં મદદગારી કરે તેવી વ્યક્તિને પાસા કાયદાની જોગવાઇમાં આવરી લેવાઈ છે.

Related Posts