કોરોના બાદ રશિયા-યુક્રેન યુદ્ધના લીધે વિશ્વભરના આર્થિક ચિત્રમાં ભારે ઉતારચઢાવ જોવા મળી રહ્યા છે, હજુય યુક્રેન અને રશિયા વચ્ચેના જંગનું પરિણામ આવ્યું નથી, યુક્રેન છેલ્લે છેલ્લે રશિયાને હંફાવી રહ્યું છે અને તેના લીધે રશિયા વધુ આક્રમક બનવાની પુરેપુરી સંભાવના જોવાઇ રહી છે અને યુક્રેન ઉપર રશિયાના હુમલા વધુ તેજ થશે તેમ અમેરિકા સહિત પશ્ચિમી દેશોમાં વધુ આર્થિક સ્થિતિ ઘેરી બનતી જોવા મળી શકે છે.
ખાસ કરીને યુરોપના દેશોમાં રશિયાના ક્રુડ ઓઇલ તેમજ ગેસની અછત સર્જાઇ રહી છે અને ભાવો આસમાને પહોંચી ગયા છે, પરંતુ વૈશ્વિક સ્થિતિ બદલાતી જોવા મળી રહી છે અને વધતી જતી મોંઘવારીના પગલે વ્યાજદરમાં સતત વૃદ્ધિના લીધે મંદી પગથિયા સુધી પહોંચી ચુકી છે, જેથી ક્રુડ સહિત કોમોડીટીઝના ભાવોમાં ઘટાડો આવશે.
હાલમાં દુનિયાનું સમગ્ર ધ્યાન ક્રુડ ઓઇલની બજાર ઉપર ચોંટેલં છે. હાલમાં પુરવઠાને બદલે માગની ચિંતા બજારના માનસ પર હાવી થઇ ગઇ છે. તેથી મંદીવાળાઓ હાવી થતા જોવા મળી રહ્યા છે, ઓપેકના દેશોએ ઓકટોબરથી તેમના દૈનિક ઉત્પાદન એક લાખ બેરલ પ્રતિ બેરલનો કાપ મુકવાની જાહેરાત કરી અને રશિયાએ યુરોપને અપાતો પુરવઠો અટકાવી દેવાની ધમકી આપી તે છતાં બ્રેન્ટ ક્રુડનો ભાવ 90 ડોલર તરફ સરકતો રોકી શકાયો નથી. જે સ્પષ્ટ દર્શાવે છે કે ક્રુડ ઓઇલ બજારમાં ઉત્પાદન કાપ છતાં મંદીનો દોર ચાલુ રહેવાની પુરેપુરી શકયતા છે.
ઇરાનના ન્યુકલીયર ડીલમાં વિલંબની સાથે ચીનનો વિદેશ વેપારના આંકડા પણ મંદ પડતા જોવા મળ્યા છે, બીજી તરફ, મોંઘવારી દર સામે ઝઝુમી રહેલા યુરોપિયન દેશો દ્વારા વ્યાજદરમાં વધારો કરવામાં આવતા ગ્રાહકોની ખરીદ શક્તિમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત, રશિયાએ યુરોપ માટેની મહત્વની એવી એક પાઇપલાઇન અનિશ્ચિત મુદ્દત સુધી બંધ કરી દીધી હોવાની જાહેરાત કર્યા બાદ પણ યુરોપમાં ગેસના ભાવમાં સુધારો ટકી શક્યો નથી અને વાસ્તવમાં યુરોપમાં ગેસના ભાવ નીચા જોવા મળી રહ્યા છે.
રશિયાના અનિશ્ચિત પુરવઠાની સાથે ગેસના ભાવોનો ઉછાળો યુરોપમાં મંદી માટેનું સૌથી મોટું કારણ બની ગયું છે, જેના લીધે યુરોપમાં વીજ સંકટ ઉભું થયું છે અને વીજ કંપનીઓ પણ ગેસના બદલે તેલ તરફ સ્વીચ કરતાં જોવા મળી રહ્યા છે. જો આ ફેરબદલ થશે તો યુરોપની માગમાં ઝડપી ઉછાળો આવશે અને કુલ માગની સામે યુરોપનો અડધોઅડધો હિસ્સો ધરાવતો હશે. યુરોપની સાથે અમેરિકામાં પણ મંદીનો અણસાર જોવા મળી રહ્યો છે. સતત વધતા જતાં ફુગાવાના દરના કારણે ફેડરલ રિઝર્વ પણ વારંવારના દર વધારો કરવામાં આવી રહ્યો છે, જે હળવી મંદી આવવાની શકયતા જોવાય છે. ફુગાવાને નાથવા માટે વ્યાજદરોમાં થઇ રહેલા તીવ્ર વધારાને પગલે અર્થશાસ્ત્રીઓ 2022 અને 223ના સંભવિત વિકાસ દરના અંદાજોને સતત ઘટાડી રહ્યા છે.
માત્ર ચીન અપવાદરૂપ નીવડે તેવો સંભવ છે. માત્ર ચીન અપવાદરૂપ નીવડે તેવો સંભવ છે. અત્યારે તેના ઘણા વિસ્તારો કોરોના પ્રેરિત લોકડાઉન હેઠળ છે, પરંતુ જ્યારે પરિસ્થિતિ સામાન્ય બનશે ત્યારે ચીનના વિકાસદરમાં સુધારો થવાનો જ છે, પરંતુ જ્યારે પરિસ્થિતિ સામાન્ય બનશે ત્યારે ચીનના વિકાસ દરમાં સુધારો થવાનો જ છે. જોકે કેટલો ટકે છે તે હાલથી કહેવું મુશ્કેલ છે. પરંતુ જે રીતે મંદીની અસર વર્તાવવાનું શરૂ થઇ ગયું હોવાના અહેવાલના પગલે તેલ, ગેસ કે અન્ય ઉર્જા સાધનોના ભાવ તૂટશે, ઉપલાસ્તરેથી ભાવો ઘટવાની પુરેપુરી સંભાવના વ્યક્ત કરાઇ રહી છે. જોકે, આ ઘટાડા પછી પણ ભારત સહિતના ઇર્મજીંગ દેશો માટેના ક્રુડ ઓઇલના ભાવો ઉંચા છે, જેનાથી ફુગાવાને નિયંત્રણમાં લાવવો પડકારપરૂપ બનશે.