કોરોનાને માત આપી સીઆર પાટીલ સુરતમાં, સીએમ રૂપાણીનો ટેસ્ટ પણ નેગેટિવ આવ્યો

ગાંધીનગર : પ્રદેશ ભાજપના પ્રમુખ સી આર પાટીલ (CR patil)નો આરટી-પીસીઆર ટેસ્ટ (RT PCR Test) આજે નેગેટિવ આવ્યો છે. પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની વાત કરીએ તો તેમણે ગત રોજ ટ્વીટ કરીને કહ્યુ હતુ કે, મારો RT-PCR રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને આવતીકાલે હોસ્પિટલમાંથી રજા મળશે. મારા સ્વાસ્થ્ય માટે પાઠવેલી શુભકામનાઓ બદલ આપ સૌનો હ્રદયપૂર્વક આભાર માનું છું. હાલ તેઓને હોસ્પિટલથી રજા મળી ચૂકી છે અને તેઓ પોતાના ઘરે સુરત પહોંચ્યા છે. આ માહિતી તેમણે પોતે ટ્વીટ કરીને આપી છે. તે સિવાય મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani)એ પણ રેપિડ એન્ટિજન ટેસ્ટ (Rapid antigen test) કરાવ્યો હતો, જેમાં તેમનું ટેસ્ટનું રિઝલ્ટ નેગેટિવ આવ્યું હતું.

કોરોનાને માત આપી સીઆર પાટીલ સુરતમાં, સીએમ રૂપાણીનો ટેસ્ટ પણ નેગેટિવ આવ્યો

પાટીલે મંગળવારે ટ્વીટર પર તેમના નવેસરથી કરાયેલા ટેસ્ટનું રિઝલ્ટ નેગેટિવ આવ્યું છે તેની જાણકારી આપી હતી. પાટીલે કહ્યું હતું કે, આવતીકાલે મને હોસ્પિટલમાંથી રજા મળશે. સૌરાષ્ટ્ર તેમજ – ઉત્તર ગુજરાતમાં પાટીલે સંગઠ્ઠનને વધુ મજબૂત કરવા પ્રવાસ ખેડ્યો હતો. જેમાં રેલી, સભાની સાથે કાર્યકરો સાથે સંવાદ કરવા માટે બેઠકો પણ યોજી હતી. તે દરમ્યાન પાટીલ કોરોનાથી સંક્રમિત થયા હોવાનું મનાય છે. બીજી તરફ ભાજપના પ્રદેશ પ્રવકત્તા ભરત પંડયાએ આજે કોરોનાને મ્હાત આપી હતી. પંડયાએ ટવીટ્ટર પોસ્ટ પર લખ્યું હતું કે મારો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. જેના પગલે મને યુ એન મહેતા હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

ભાજપના રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજની તબિયત નાજૂક

કોરોનાને માત આપી સીઆર પાટીલ સુરતમાં, સીએમ રૂપાણીનો ટેસ્ટ પણ નેગેટિવ આવ્યો

તાજેતરમાં ભાજપના રાજયસભાના સાંસદ બનેલા રાજકોટના અભય ભારદ્વાજની તબિયત કોરોનાના પગલે નાજૂક બની જવા પામી છે. ગત તા.31મી ઓગસ્ટના રોજ ભારદ્વ્રાજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તે પછી તેમની રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

કોરોનાને માત આપી સીઆર પાટીલ સુરતમાં, સીએમ રૂપાણીનો ટેસ્ટ પણ નેગેટિવ આવ્યો

મંગળવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને જાણ થતાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમા રાજકોટ પહોંચી ગયા છે. તે પછી અમદાવાદથી ત્રણ નિષ્ણાંત તબીબો ડૉ. અતુલ પટેલ, ડૉ. તુષાર પટેલ અને ડૉ. આનંદ શુકલ સ્પે. ચાર્ટડ ફલાઈટ દ્વ્રારા રાજકોટ પહોંચી ગયા છે. એટલું જ નહીં અભય ભારદ્વાજની સારવાર સાથે સંકળાયેલી તબીબી ટીમ સાથે જોડાઈ ગયા છે. અભય ભારદ્વાજને સતત વેન્ટિલેટરની જરૂર પડી રહી હોવાથી હાલમાં વેન્ટિલેટર પર રખાયા છે.

કોરોનાને માત આપી સીઆર પાટીલ સુરતમાં, સીએમ રૂપાણીનો ટેસ્ટ પણ નેગેટિવ આવ્યો

પાછલા 16 દિવસથી ચાલી રહેલી સારવાર દરમિયાન અચાનક તેમને ફેફસાંમાં તકલીફ થતા છેલ્લા 48 કલાકથી વેન્ટિલેટર દ્વારા કુત્રિમ શ્વાસ આપવામાં આવી રહ્યા છે. ભારદ્વાજની સારવારમાં એઇમ્સના ટોચના તબીબો પણ જોડાયા છે. જ્યારે મુખ્યપ્રધાન અને વડાપ્રધાન દ્વારા પણ ભારદ્વાજની સારવાર પર સીધી દેખરેખ રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત રાજકોટના કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા, જામનગરના ભાજપના ધારાસભ્ય રાઘવજી પટેલ પણ કોનાની ચપેટમાં આવી ગયા છે.

Related Posts