ચીનમાં આ ભાવે અપાઇ રહી છે કોરોનાની રસીઓ

કોરોનાના ઉદ્ભવ સ્થાન ચીનથી (China) કોરોનાની રસીને લઇને નવા સમાચાર આવ્યા છે જે મુજબ પૂર્વી ચીનના એક શહેરમાં ઇમરજન્સી ઇનોક્યુલેશન પ્રોગ્રામ (inoculation programme) અંતર્ગત વધુ જોખમવાળા જૂથોને કોવિડ -19 રસી આપવામાં આવી રહી છે. ઇનોક્યુલેશન એટલે શરીમાં ઇમ્યુનિટી (immunity)- રોગ પ્રતિકારક શક્તિ વધારવી. જી હા ચીનના આ શહેરમાં એવી રસી અપાઇ રહી છે, જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધારશે અને લોકોને કોરોના સામે રક્ષણ આપશે. આ એ જ રસી જે થોડા સમય પહેલા ગયા મહિને ચીને એક વેપાર પ્રદર્શનમાં મૂકી હતી.

ચાઇનીઝ કંપનીઓએ કોરોનાની રસી પ્રદર્શનમાં મૂકી

ચીનની (China) બે ફાર્માસ્યુટિકલ કંપનીઓએ થોડા દિવસો પહેલા કોરોનાની રસી (Corona vaccine) એક વેપાર મેળા (trade fair) માં ડિસ્પ્લે (display) માં મૂકી હતી. જો કે તે સમયે આ રસીના પરીક્ષણો (trials) થયા ન હોતા. પણ આશા હતી કે આ રસી સારા પરિણામો આપશે. આ બે કંપનીઓ સિનોફાર્મ (Sinopharm) અને ‘સિનોવેક’ (Sinovac) હતી. આમાંથી સિનોવેકે પોતાની કોરાનાવેક (CoronaVac) નામની રસીનું પૂર્વી ચીનના એક શહેરમાં રસીકરણ કર્યુ હતુ.

ચાઇનીઝ કંપનીઓએ કોરોનાની રસી પ્રદર્શનમાં મૂકી

આ રસી તબીબો, નર્સિંગ સ્ટાફ, સરકારી ઑફિસરોને આપવામાં આવી હતી. જણાવી દઇએ કે આ રસીકરણ કાર્યક્રમ એ રસીના માનવ પરીક્ષણનો હિસ્સો નથી. આ રસીકરણના કંપનીએ પ્રતિ ડોઝના આશરે 30 ડોલર વસૂલ્યા હતા. વેપાર પ્રદર્શન દરમિયાન સિનોફાર્મ ( Sinopharm) નામની આ ચાઇનીઝ કંપનીએ કહ્યુ હતુ કે તેની રસી બહુ મોંઘી નહીં હોય, તેની કિંમત 146 ડોલરની આસપાસ હશે. આ કંપની કોરોનાને નિવારવાના સારા પરિણામો આપવાની ખાતરી આપી રહી હતી. 

ચાઇનીઝ કંપનીઓએ કોરોનાની રસી પ્રદર્શનમાં મૂકી

આ પ્રાયોગિક રસી આખરે સામાન્ય નાગરિકોને આપવામાં આવશે, એમ રાજ્યના મીડિયા અહેવાલોએ શુક્રવારે જણાવ્યું હતું. જિયાક્સિંગ CDC (Centers for Disease Control and Prevention) એ ઉમેર્યું હતું કે આ રસીને જાહેર વિતરણ અને વેચાણ માટે સત્તાવાર રીતે માન્યતા મળી નથી, તેથી તે ફક્ત તાત્કાલિક ઉપયોગ માટે માન્ય છે. સીડીસીએ રાજ્ય મીડિયાને જણાવ્યું હતુ કે દરેક વ્યકતિને આ રસીના 14-28 દિવસના અંતરે બે ડોઝ આપવામાં આવશે.

Chinese vaccines will be made global public good, says Xi - CGTN

આ કંપનીની રસીના માનવ પરીક્ષણો બ્રાઝિલ, ઇન્ડોનેશિયા અને તુર્કીમાં અંતમાં તબક્કામાં ચાલી રહી છે. કંપનીએ કહ્યું છે કે નવેમ્બરની શરૂઆતમાં માનવ પરીક્ષણો પૂરા થઇ શકે છે જુલાઇથી ચીન દ્વારા રસીકરણ કાર્યક્રમ હેઠળ હજારો લોકોને પ્રાયોગિક રસી આપવામાં આવી છે. સપ્ટેમ્બરના અંત સુધી 11 ચાઇનીઝ રસીઓ કોવિડ -19 નાથવા માટે ક્લિનિકલ ટ્રાયલમાં દાખલ થઈ હતી, જેમાં ચાર તબક્કામાં ચાર હતા.ચીનમાં હાલમાં કોરોનાના કુલ કેસ 85,500 થી વધુ છે, જ્યારે મૃત્યુઆંક 4,634 પર યથાવત રહ્યો છે.

Related Posts