Gujarat

રાજ્યના સાત જિલ્લાઓમાં કોરોનાનો એકપણ નવો કેસ નહીં, કુલ 298 દર્દી નોંધાયા

રાજ્યમાં કોરોનાની દિવસે દિવસે પકડ ઢીલી પડી રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં નવા 298 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં 2 દર્દીઓ સાથે કુલ 5 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. આ ઉપરાંત એક્ટિવ કેસની સંખ્યામાં પણ સતત ધટાડો નોંધાઈ રહ્યો છે. આજે એક્ટિવ કેસની સંખ્યા 8,242 નોંધાઈ છે. તેવી જ રીતે 8,033 દર્દીઓની સ્થિતિ સ્ટેબલ છે. જ્યારે 209 દર્દીઓની સ્થિતિ નાજુક હોવાથી તેઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.

બીજી તરફ આજે 935 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,03,122 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં દર્દીઓની સાજા દર 97.78 ટકા થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન આજે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ મનપામાં 46, સુરત મનપામાં 47, વડોદરા મનપામાં 25, રાજકોટ મનપામાં 19, ભાવનગર મનપામાં 01, ગાંધીનગર મનપામાં 04, જામનગર મનપામાં 07 અને જૂનાગઢ મનપામાં 03 કેસ નોંધાયા છે. જ્યારે સુરત ગ્રામ્યમાં 26, વડોદરા ગ્રામ્યમાં 06, ભરૂચમાં 06, વલસાડમાં 07, ખેડા, નવસારી, રાજકોટ ગ્રામ્ય, સાબરકાંઠા અને પંચમહાલમાં 4-4 નવા કેસ નોંધાયા છે.

સાત જિલ્લાઓમાં એકપણ નવો કેસ નોંધાયો નથી. આજે નોંધાયેલા મૃત્યુમાં અમદાવાદ મનપામાં 2, સુરત મનપા, અરવલ્લી, અમરેલીમાં એક-એક મળી કુલ 5 દર્દીનું મૃત્યુ થયુ છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,012 થયો છે. આજે બુધવારે રાજ્યમાં 2,18,062 વ્યકિતઓને રસી આપવામાં આવી જેમાં આજે 18-45 વર્ષ સુધીના પ્રથમ ડોઝ 1,60,577 અને બીજો ડોઝ 2,346. જ્યારે 45 વર્ષથી વધુ ઉંમરના પ્રથમ ડોઝ 31,721 અને બીજો ડોઝ 20,195 તેવી જ રીતે હેલ્થ કેર વર્કર અને ફન્ટ લાઈન વર્કર પ્રથમ ડોઝ 899 અને બીજો ડોઝ 2,306 મળી કુલ 2,18,062 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 2,10,39,716 વ્યકિતઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

Most Popular

To Top