અમેરિકામાં કોરોના પોઝિટિવ બાળકનું મોત, કોરોનાથીબાળમૃત્યુનો વિશ્વનો પહેલો કેસ

અત્યાર સુધી કોરોના વાયરસને લીધે મોટાભાગે વૃધ્ધોજ મોતનો શિકાર બની રહ્યા હતા. પરંતુ અમેરિકામાં બનેલી એક ઘટનાએ આખી દુનિયાને હચમચાવી નાખી છે. આજે ત્યાં કોરોનાના લીધે 11 મહીનાના બાળકનું મોત થયુ છે.
અમેરિકાના સ્વાસ્થ્ય વિભાગે જણાવ્ચાનુંસાર અમેરિકાના ઇલિનોઇસ રાજ્યમાં શનિવારે કોવિડ-19ના લક્ષણો સાથે એક બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતુ. બાળકને છેલ્લા 24 કલાકમાંજ કોરોનાનું ઇન્ફેક્શન લાગ્યુ હતુ. અત્યાર સુધી કોરોનાના લીધે મોત પામનારાઓમાં વૃધ્ધોની સંખ્યા વઘારે છે. જો કે અમેરિકામાં બાળકનું મોત કોરોનાનાં પ્રથમ બાળમૃત્યુ તરીકે ગણી શકાય છે. અમેરિકન તંત્ર પણ આ ઘટનાને પગલે હચમચી ગયુ છે અને બાળકના માતાપિતાની ટૂર હિસ્ટ્રીનો અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકામાં કોરોનાના લીધે દર્દીઓની સંખ્યા સૌથી વધારે છે અને હાલ 1 લાખ કરતા વધારે લોકોને કોરોના સંક્રમણ છે જેના લીધે ત્યાં પણ પરિસ્થતિ બગડી રહી છે.

Related Posts