કોરોનાનો કહેર યથાવત : ૧૨ વ્યકિતએ જીવ ગુમાવ્યો

શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં આસપાસના ગામો અને શહેરોના દર્દીઓની સંખ્યા વધુ

(પ્રતિનિધિ) વડોદરા, તા.૨૯ શહેરમાં કોરોનાની સારવાર લઈ રહેલા બાર દર્દીના વિતેલા ચોવીસ કલાકમાં મરણ થયા હતા. વડોદરા ઉપરાંત બહારગામ રહેતા દર્દીઓએ સારવાર દરમિયાન અંતીમ શ્વાસ લીધો હતો. તમામ મૃતકની અંતીમવિધિ સરકારી પ્રોટોકોલ મુજબ પાર પાડવામાં આવી હતી. જા કે હજુ સુધી ડેથ ઓડીટ કમીટીએ તોઓના મૃત્યુને સમર્થન આપ્યું નથી મૃતકો પૈકી કેટલાકના કોરોના રીપોર્ટ આવવાના બાકી હોય તેઓની અંતીમ પ્રક્રીયા શંકાસ્પદ કોરોનાના દર્દી તરીકે કરાઈ હતી.

પાલિકાના આજવારોડ કીશનવાડી રામફળીયામાં રહેતા બોતેર વર્ષના વૃધ્ધની કોરોનાની સારવાર દરમિયાન નિધન થયું હતું. તમામ મૃતકની અંતીમવિધિ સરકારી પ્રોટોકોલ મુજબ પાર પાડવામાં આવી હતી જા કે હજુ સુધી ડેથ ઓડીટ કમીટીએ મૃત્યુને સમર્થન આપેલ નથી. મૃતકો પૈકી કેટલાકના રીપોર્ટ બાકી હોય અંતીમક્રીયા શંકાસ્પદ કોરોના તરીકે કરવામાં આવી હતી.

આજવા રોડ કિશનવાડી રામફળીયામાં રહેતા બોતેર વર્ષના વૃધ્ધ કોરોનાની સારવાર માટે ગત તા. ૨૪ના રોજ સયાજી હોસ્પીટલમાં દાખળ થયો હતો. જેનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આજે દર્દીનું મોત નિપજયું હતું. હરણી હર્ષદનગર ખાતે રહેતા પંચોતેર વર્ષના વૃધ્ધ કોરોનાના લક્ષણવાળી બીમારી સાથે ગતરોજ સયાજી હોસ્પીટલમાં દાખલ થયો હતો. સારવાર મળે તે અગઉ આજે દર્દીનું મોત થતાં શંકાસ્પદ કોરોનામાં અંતીમવિધિ કરાઈ હતી. પોલોગ્રાઉન્ડ બગીખાના રાજરત્ન સોસાયટીમાં રહેતા બોતેર વર્ષના વૃધ્ધની ગત તા. ૨૫મીથી સયાજી હોસ્પીટલમાં સારવાર ચાલતી હતી. કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. પરીવારના ચાર સભ્યો કોરોનાથી સંક્રમીત થયા હોવાનું જાણવા મળ્યું હતું.

ભરૂચ જિલ્લાના લીંગરોડ પર ગણેશ ટાઉનશીપમાં રહેતા ૫૫ વર્ષના વૃધ્ધ પુરૂષ કોરોનાની સારવાર માટે અહીંની હોસ્પીટલમાં દાખલ હતો. સારવાર દરમિયાન અંતીમ શ્વાસ લીધો હતો. ડભોઈની સોનીવાડ ખાતે રહેતી ૬૫ વર્ષની વૃધ્ધા કોરોનાની સારવાર માટે તા. ૨૩ના રોજ સયાજી હોસ્પીટલ ખાત દાખલથઈ હતી. આજરોજ દર્દીનું મરણ થયું હતું. પંચમહાલ જિલ્લાના ગોધરાના સાત હાઉસલેન ખાતે કાછીયાવાડ ખાતે રહેતા ૬૦ વર્ષના વૃધ્ધ કોરોનાની સારવાર માટે ગત તા. ૨૧ના રોજ ગોત્રી હોસ્પીટલે દાખલ થયા હતા. આજે દર્દીનું નિધન થયેલ હતું.

વ્યારાના સોનગઢના જુનાગામના દર્દી પોતોનો કોરોના પોઝીટીવ રીપોર્ટ સાથે પાણીગેટ મુસ્લીમ મેડીકલ સેન્ટરમાં તા. વીસના રોજ દાખલ થયા હતા. જયાં દર્દીનું મોત નિપજતા અંકલેશ્વરના સરદેઈ પાઠે પારને આશાદીપ ફલેટમાં રહેતા તીસ વર્ષના યુવાન કોરોના સંક્રમીત બનતા તા. ૧૯ના રોજ સયાજી હોસ્પીટલમાં દાખલ થયો હતો. આજે દર્દીનું મોત નિપજયું હતું. અંકલેશ્વરના કપાદરા પાટીયા પાસે અંબે ગ્રીન્સમાં રહેતા પચાસ વર્ષના વૃધ્ધ કોરોનાની સારવાર માટે સયાજી હોસ્પીટલમાં દાખલ થયા હતા. આજે મોત નિપજયું હતું.  અકોટા રહેતી ૬૫ વર્ષની મહિલાએ  સયાજી હોસ્પીટલમાં દાખલ થયો હતો. આજે દર્દીનું મોત નિપજયું હતું. અંકલેશ્વરના કપાદરા પાટીયા પાસે અંબે ગ્રીન્સમાં રહેતા પચાસ વર્ષના પુરૂષ કોરોનાની સારવા માટે સયાજી હોસ્પીટલ ખાતે દાખલ થયો હતો. આજરોજ નિધન થયું હતું. અકોટામાં રહેતી પાંસઠ વર્ષના મહિલાએ સયાજી હોસ્પીટલમાં જીવ ગુમાવતા રાત્રે ૨-૫૫ કલાકે અકોટા સ્મશાને અંતીમક્રીયા કરવામાંઆવી હતી.

Related Posts