આ શિયાળામાં ભોજનમાં શામેલ કરશું આ વસ્તુઓ, કોરોના કેવો ભાગે છે પછી જુઓ..

આ વર્ષનો શિયાળો (Winter) દર વર્ષ કરતા વધુ સાવચેત રાખવાનો છે. કોરોના કાળમાં શિયાળામાં સંક્રમણ ન વધે તેનું સૌએ ધ્યાન રાખવાનું છે. કારણકે ઠંડીમાં ન માત્ર વાયુ પ્રદૂષણ અને સ્મોગ વધશે પરતું કોરોનાવાઈરસનું જોખમ પણ વધી જશે. આવી સ્થિતિમાં લોકોને કોરોના સિવાય અન્ય બીમારીઓનું પણ જોખમ વધારે રહે છે. ત્યારે કેવો ખોરાક (Food) લેવો જોઈએ અને કઈ રીતે ઇમ્યુનિટી (Immunity) વધારવી જોઈએ તે સમજવું જરૂરી છે. તેની ઉપર અમલ કરશો તો આ શિયાળો પણ હેમખેમ પસાર થઈ જશે. શિયાળો આમ પણ ઈમ્યુનિટી વધારવા માટેની ઋતુ છે. ઈમ્યુનિટી મજબૂત હશે તો કોરોનાની સાથે અન્ય બીમારીથી પણ બચી શકાશે. શિયાળામાં ઈમ્યુનિટી વધારવા અને બીમારીથી બચવા માટે શું ખાવું જોઈએ તે વિશે આજે અમે તમને જણાવીશું.

આ શિયાળામાં ભોજનમાં શામેલ કરશું આ વસ્તુઓ, કોરોના કેવો ભાગે છે પછી જુઓ..

શિયાળામાં શાકાહારી ખોરાક જેમ કે, શાક-રોટલી અને દાળ-ભાત એ ઈમ્યુનિટી વધારવા માટે સૌથી સારો ખોરાક છે. આવું રિસર્ચમાં પણ સાબિત થયું છે. જર્મનીના વૈજ્ઞાનિકોએ ભારતના ફૂડ (Indian Food) પર રિસર્ચ કર્યું હતું તેમાં સાબિત થયું કે હતું કે ભારતીય લોકોનો જે શાકાહારી ખોરાક લે છે તે ઈમ્યુનિટી વધારવા માટે સૌથી સારો ખોરાક છે. રૂટિનમાં ફ્રૂટ અને ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરી શકાય. બદામની તાસીર ગરમ છે પણ તે પુષ્કળ તાકાત આપે છે. બદામ ચાવીને ખાવી જોઈએ. જો તેને ચાવીને ખાવામાં ન આવે તો તેના પૂરેપારા ફાયદા નથી મળતા. શિયાળામાં કાજૂ ઘણા સારા છે તે પેટના રોગો અને ચામડીના રોગ માટે ફાયદાકારક છે. અખરોટ પણ પચવામાં ભારે પડે, પણ તે પણ શરીરને ઈમ્યુનિટી આપે છે અને ભૂખ વધારે છે. પરંતુ જે લોકોને કફ વધારે રહેતો હોય તે લોકોએ અખરોટ ઓછા ખાવા જોઈએ.

આ શિયાળામાં ભોજનમાં શામેલ કરશું આ વસ્તુઓ, કોરોના કેવો ભાગે છે પછી જુઓ..

ગોળ, તલ, વસાણા વધારે છે ઇમ્યુનિટી

શિયાળામાં વસાણામાં સૂંઠ, ગોળ અને ઘીની ગોળીઓ બનાવીને ખાવી. તે નાનાં બાળકોથી લઈને મોટા લોકો પણ ખાઈ શકે છે. તે ઈમ્યુનિટી વધારવા માટે સૌથી બેસ્ટ છે. તે ઉપરાંત તલ શક્તિવર્ધક છે અને તે શરીરને ગરમી આપે છે તેથી આપણે તલ ખાઈએ છીએ. ઉપરાંત બાળકોને ગોળ તલની ચીકી તેમજ શિંગની ચીકી પણ વધુ ભાવે છે. કોપરું અને ગોળ અને શિયાળામાં ઘણા લોકો ખાતા હોય છે કેમ કે, તે શરીરને તાકાત આપવાની સાથે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. શિયાળામાં બોડી ડિટોક્સ થાય તે માટે અને ઈમ્યુનિટી વધારવા માટે સૂંઠ, મેથી અને દીવેલ. અધકચરી મેથી અને સૂંઠના પાવડરને દીવેલમાં શેકીને ખાવાથી સાંધાના દુખાવામાં રાહત આપે છે.

આ શિયાળામાં ભોજનમાં શામેલ કરશું આ વસ્તુઓ, કોરોના કેવો ભાગે છે પછી જુઓ..

કોરોનાથી બચવા આટલું કરો

શિયાળામાં દરરોજ શરીરને હુંફાળા તેલનું મસાજ મળે તે જરૂરી છે. ઓલીવ ઓઈલ, સરસિયાનું તેલ કે કોપરેલ દ્વારા મસાજ કરવું જોઈએ તે કોરોનાની સામે રક્ષણ પણ આપશે. દરરોજ માણસે એની પ્રકૃતિ પ્રમાણે નવશેકું તેલ લઈને મિનિમમ 20 મિનિટ સુધી માલિશ કરવી જોઈએ. માસ્ક ફરજિયાત પહેરવાના હોવાથી ધૂળ, રજકણથી તો તમને રક્ષણ મળશે તેમ છતાં પણ નાસ લેવું જોઈએ. ગરમ પાણીમાં અજમો નાખીને નાસ લેવું જોઈએ. અજમો પણ એન્ટિવાયરલથી ભરપૂર છે.

Related Posts