ભરૂચ સહિત ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અંગે સાંસદ અહેમદ પટેલની વડાપ્રધાનને રજૂઆત

અંકલેશ્વર : ભરૂચ જિલ્લા (Bharuch district) માં અને ગુજરાતના અન્ય કેટલાક જિલ્લાઓમાં કોરોના (Corona Apidemic) રોગચાળાને કારણે સ્થિતિ ચિંતાજનક બનતાં કોંગ્રેસ સાંસદ અહેમદભાઈ પટેલે વડાપ્રધાનને પત્ર લખીને ચિંતા વ્યક્ત કરી છે કે જો યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, તો આ રોગચાળો રાજ્યના આરોગ્ય સંભાળનાં માળખાંને કચડી નાખશે અને લોકોનાં જીવન પર વ્યાપક અસર કરશે. તેમણે જણાવ્યું છે કે, હું આપને મારી ચિંતાઓથી અવગત કરું છું. ગુજરાતમાં હજુ વધુ ટેસ્ટ (Corona Test) કરવાની જરૂર છે. સરકારે નગરોમાં તેમજ તમામ જિલ્લા મથકોમાં પરીક્ષણ કેન્દ્રો (Test centers) સ્થાપવા જોઈએ. ગ્રામ્ય વિસ્તારોમાં ચેપ વિસ્તરી રહ્યો છે ત્યારે લોકોએ પરીક્ષણ માટે લાંબી અંતરની યાત્રા ન કરવી પડે તે ધ્યાન રાખવું જરૂરી છે. ભરૂચ જિલ્લામાં, લોકોને તેમના રહેઠાણ સ્થળ નજીક પરીક્ષણ કરાવવાનું હજુ પણ મુશ્કેલ લાગી રહ્યું છે, પરિણામે 9000 કરતા ઓછા ટેસ્ટ (Less Corona test) કરવામાં આવ્યા છે.

ભરૂચ સહિત ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અંગે સાંસદ અહેમદ પટેલની વડાપ્રધાનને રજૂઆત


દરેક જિલ્લામાં સ્ટાન્ડર્ડ કોવિડ 19 અંતિમક્રિયા ગાઇડલાઇન (Guideline) અને નિર્ઘારિત કરાયેલા કબ્રસ્તાન હોવા જોઈએ. સ્મશાન અથવા દફનનાં મેદાનો ચેપ ફેલાવનારા સ્થળ ન બની જાય તે ધ્યાન રાખવું મહત્વનું છે. તેની સાથે જ પોતાના પ્રિયજનને ગુમાવનારા પરિવારજનોને અંતિમક્રિયાની સુવિધા મેળવવામાં મુશ્કેલી ન પડવી જોઇએ.

ભરૂચ સહિત ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અંગે સાંસદ અહેમદ પટેલની વડાપ્રધાનને રજૂઆત


ગુજરાતભરની તમામ કોવિડ 19 હોસ્પિટલો (Covid 19 Hospitals) માં યોગ્ય પ્રોટોકોલની સાથે જ વેન્ટિલેટર અને ઓક્સિજન (Ventilator and oxygen) જેવી પર્યાપ્ત સુવિધાઓ (Adequate features) થી સજ્જ હોવી જોઈએ. ભરૂચ જિલ્લામાં યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર (Proper infrastructure) ના અભાવના કારણે મને ખાસ કરીને લોકો અને અને વિવિધ પ્રતિનિધિઓ તરફથી વેન્ટિલેટર અને ઓક્સિજનની સુવિધા વધારવા રજૂઆત કરવા કહેવામાં આવ્યું છે. કાળાબજારમાં એન્ટિવાયરલ દવાઓ (Antiviral drugs) ખરીદવાની લોકોને ફરજ પડી રહી હોવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે.

ભરૂચ સહિત ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અંગે સાંસદ અહેમદ પટેલની વડાપ્રધાનને રજૂઆત

મારી તમને નમ્ર વિનંતી છે કે તમે ભરૂચ તેમજ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની ટીમ (A team from the Union Ministry of Health) મોકલો કે જેથી ઉપર મુજબના મુદ્દાઓ પર પ્રકાશ પાડી શકે તેવી સાચી સ્થિતિનો તેમને ખ્યાલ આવી શકે. ગુજરાતનો મૃત્યુદર હજુ પણ ઊંચો છે અને તેને કાબૂમાં લેવાની જરૂર છે. જણાવી દઈએ કે ભરુચમાં અત્યાર સુધી કુલ 856 કેસો નોંધાયા છે જ્યારે ગત 24 કલાકમાં 35 કેસો વધુ ઉમેરાયા છે.

Related Posts