ભરૂચ-નર્મદા જિલ્લામાં કોરોનાના 12-12 અને તાપીમાં 6 પોઝિટિવ કેસ સામે આવ્યા

ભરૂચ અને નર્મદા જિલ્લામાં (Bharuch-Narmada District) આજે શનિવારે કોરોનાના 12-12 પોઝિટિવ કેસ મળી આવ્યા હતા. જ્યારે તાપી જિલ્લામાં શનિવારે 6 નવા કોરોનાના કેસ મળી આવ્યા છે. ભરૂચમાં આજ સુધી જિલ્લામાં કુલ ૨૯૩૭ દર્દીઓ પોઝિટિવ (Positive Patient) આવ્યા છે. જિલ્લામાં આજે કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓના ૧૧૮૪ સેમ્પલ લેવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લાના કોરોનાના કુલ ૨૯૩૭ પોઝિટિવ કેસ પૈકી કુલ ૩૧ દર્દીના મોત થયા છે તથા ૨૮૧૫ વ્યક્તિઓને સાજા (Recovery) થતા રજા આપવામાં આવી છે. આજરોજ ભરૂચ જિલ્લાના ૯૧ વ્યક્તિઓ સારવાર હેઠળ છે. જ્યારે તાપી જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહ્યો હોય તેમ શનિવારે નવા 6 પોઝિટિવ કેસો મળી આવ્યા છે.

ભરૂચ-નર્મદા જિલ્લામાં કોરોનાના 12-12 અને તાપીમાં 6 પોઝિટિવ કેસ સામે આવ્યા

તાપીમાં ૪ વાલોડ તાલુકામાંથી અને ૨ સોનગઢ તાલુકાનાં છે. વાલોડના અંબાચ ગામે બાવળી ફળિયામાં ૨૦ વર્ષિય યુવતી, કનજોડ ગામે ખાખર ફળિયામાં ૨૭ વર્ષિય યુવતી અને ૫૦ વર્ષિય મહિલા, બુહારી વૃન્દાવન સોસાયટીમાં ૩૯ વર્ષિય મહિલા, સોનગઢ શાકભાજી માર્કેટ ૮૦ વર્ષિય મહિલા અને દેવજીપુરા ગામે જુનાગામ ફળિયામાં ૪૫ વર્ષિય મહિલા કોરોનાની લપેટમાં આવ્યા છે. હાલ સિવિલ હોસ્પિટલમાં ૨૧ દર્દીઓ કોરોનાની સારવાર હેઠળ છે. જયારે ૩ દર્દીઓ સાજા થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ઉપરાંત રાજપીપલામાં પણ શનિવારે કોરોના વાયરસના RTPCR ટેસ્ટમાં ૬ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૬ સહિત કુલ 12 પોઝિટિવ કેસ નોંધાયા છે.

ભરૂચ-નર્મદા જિલ્લામાં કોરોનાના 12-12 અને તાપીમાં 6 પોઝિટિવ કેસ સામે આવ્યા

અંકલેશ્વરમાં માસ્ક વગર ફરતા લોકો સામે પાલિકાની લાલ આંખ

અંક્લેશ્વર : અંકલેશ્વર પાલિકા દ્વારા કોરોના વાયરસની મહામારીમાં સાવચેતીના પગલા રૂપે માસ્ક, સેનેટાઇઝ્ડનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. પાલિકા દ્વારા કોરોના વાયરસની મહામારીમાં સાવચેતીના પગલા રૂપે માસ્ક ફરજીયાત પહેરવા, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા અને સેનેટરાઈઝ્ડનો ઉપયોગ કરવા અને હાથ સાબુથી ધોવા વિગેરેની જાગૃતતા માટે ઝુંબેશ હાથ ધરી હતી. પાલિકા દ્વારા ચેકીંગ માટેની જુદી જુદી ટીમ બનાવીને ચેકીંગ હાથ ધરીને સ્થળ ઉપર દંડ વસુલ કરવામાં આવ્યો હતો. જેમાં માસ્ક વગરના તેમજ સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન નહીં કરનારા ૨૦ ઈસમો પાસેથી રૂપિયા ૫૫૦૦ દંડ વસુલ કર્યો હતો. આ કોરોના લક્ષી સાવચેતીની કામગીરીમાં સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહીડા, હોપ્સ ઇન્સ્પેકટર નયનભાઈ કાયસ્થ, અશ્વિન દવે, રાજેશ સુરતી તથા બી. પટેલ અને ટીમ દ્વારા ચેકીંગ ધરવામાં આવ્યુ હતુ.

Related Posts