SURAT

લો બોલો હવે મનપાએ ચીમકી પણ આપી દીધી કે, કાપડ માર્કેટમાં હોળી-ધુળેટીના કાર્યક્રમો યોજાશે તો..

સુરત: જ્યારે ચૂંટણી થઈ ત્યારે કોરોનામાં રાજકારણીઓ(POLITICIAN)ની જવાબદારી નક્કી કરવામાં આવી નહીં અને હવે જો સામુહિક કાર્યક્રમો (GROUP FUNCTION)થાય તો સામાન્યજનની જવાબદારીઓ નક્કી કરીને તંત્ર દ્વારા પોતાના હાથ ખંખેરવામાં આવી રહ્યાં છે.

રિંગરોડની એનટીએમ માર્કેટમાં વેપારી સંગઠનો સાથે યોજાયેલી બેઠકમાં (MEETING) પાલિકા કમિશનર (MUNICIPAL COMMISSIONER) બંછાનીધી પાનીએ વેપારી આગેવાનોને એવી ચિમકી આપી હતી કે જો કાપડ માર્કેટમાં હોળી-ધૂળેટીના કાર્યક્રમો કરવામાં આવશે તો તેની સીધી જવાબદારી માર્કેટના સંચાલકોની રહેશે. જો તંત્ર દ્વારા ચૂંટણી સમયે પણ રાજકારણીઓની જવાબદારી(RESPONSIBILITY)ઓ નક્કી કરવામાં આવી હોત તો સંભવ છે કે કોરોના સુરતમાં આટલી હદે ફેલાયો નહીં હોત.

મ્યુનિ.કમિ. બંછાનિધી પાનીએ વેપારી સંગઠનો સાથેની બેઠકમાં આગેવાનોને જણાવ્યું હતું કે કાપડ માર્કેટના વેપારીઓને ત્રણ પ્રકારની અપીલ કરવામાં આવી છે. જેમાં કાપડ માર્કેટમાં પ્રત્યેક વ્યકિત માસ્ક પહેરે અને સોશ્યલ ડિસ્ટન્સ(SOCIAL DISTANCE)ની જાળવણી કરે, 1 એપ્રિલથી કાપડ માર્કેટમાં કામ કરતા 45 વર્ષથી વધુ વયના વ્યકિતઓએ વેક્સિન લેવી પડશે. પાલિકા દ્વારા માર્કેટ વિસ્તાર અને નજીકના આરોગ્ય કેન્દ્રોમાં વ્યવસ્થા કરવામાં આવી છે. તે ઉપરાંત કાપડ માર્કેટમાં ચાલુ વર્ષે હોળી ધૂળેટીના કોઇ કાર્યક્રમો યોજાશે નહીં. હોળી ધૂળેટીની ઉજવણીમાં માસ્કમાં પાણી પડે છે જેને લીધે માસ્કની વેલ્યુ પૂર્ણ થઇ જાય છે તેથી વેપારીઓને રંગ અને પાણીનો ઉપયોગ નહીં કરવા અપીલ કરવામાં આવી છે. તેમ છતાં જો રાજ્ય સરકારના નિર્ણયને અવહેલના કરીને માર્કેટમાં હોળી ધૂળેટીના કાર્યક્રમો યોજાશે તો માર્કેટના પ્રમુખ સેક્રેટરી સહિતના જવાબદાર વ્યકિતઓએ જવાબદારી લેવી પડશે.

કમિ.ની ચિમકી સામે ફોસ્ટાના પ્રમુખ મનોજ અગ્રવાલ અને મહામંત્રી ચંપાલાલ બોથરાએ જણાવ્યું હતું કે પાલિકા કમિશનરે કરેલા સૂચન પ્રમાણે માર્કેટમાં હોળી ધૂળેટીના સ્નેહમિલન કાર્યક્રમો યોજાશે નહીં. ફોસ્ટા દ્વારા દરેક માર્કેટના પ્રમુખ સેક્રેટરી અને મેઈન્ટેનન્સ વિભાગના જવાબદાર વ્યકિતઓને જાણ કરવામાં આવી છે. તે ઉપરાંત 1 એપ્રિલથી માર્કેટમાં કામ કરતા વેપારી અને કામદારો માટે વેક્સિનેશનની ઝુંબેશ પણ ચલાવવામાં આવશે. આજે પાલિકાના મેયર હેમાલી બોઘાવાળા સાથે મળી માર્કેટ વિસ્તારમાં સેનેટાઇઝર અને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત ફોસ્ટા દ્વારા 29 માર્ચના સોમવારે ધૂળેટીની રજા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તે દિવસે તમામ કાપડ માર્કેટ બંધ રહેશે. જયારે શનિવારે કાપડ માર્કેટ રાબેતા મુજબ ખુલ્લી રહેશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top