રાજ્યમાં કોરોના વકર્યો- 1515 નવા કેસો, 9 દર્દીઓનાં મોત

ગુજરાતમાં (Gujarat) કોરોના વકર્યો છે. તેની સાથે અમદાવાદમાં પણ કોરોનાના કેસો વધી જવા પામ્યા છે.24 કલાકમાં એકલા અમદાવાદમાં 354 કેસો અને સમગ્ર રાજયમાં કોરોનાના રેકોર્ડ બ્રેક 1515 કેસો નોંધાયા છે.જયારે સારવાર દરમ્યાન રાજયમાં કોરોનાના 1271 દર્દીઓને રજા અપાઈ છે. જયારે વધુ 9 દર્દીઓએ દમ તોડયો છે. આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોએ કહયુ હતું કે 24 કલાકમાં કોરોનાના વધુ 70,388 ટેસ્ટ કરાયા છે.જેના પગલે નવા 1515 પોઝીટીવ કેસો શોધાયા છે.જયારે 1271 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. કોરોનાના દર્દીઓનો સાજા (Recover) થવાનો દર વધીને 91.26 થયો છે.અત્યાર સુધીમાં રાજયમાં કોરોનાના કુલ 71,71,445 ટેસ્ટ કરાયા છે.જયારે 4,86,806 વ્યકિત્તઓને કવોરેન્ટાઈન કરાયા છે.

રાજ્યમાં કોરોના વકર્યો- 1515 નવા કેસો, 9 દર્દીઓનાં મોત

24 કલાકમાં રાજયમાં કોરોનાના નવા 1515 દર્દીઓ નોંધાયા છે. જેમાં મનપા વિસ્તારમાં 879 કેસો નોંધાયા છે. ખાસ કરીને અમદાવાદ મનપામાં 354, સુરત મનપામાં 211 , વડોદરા મનપામાં 125, રાજકોટ મનપામાં 89, ગાંધીનગર મનપામાં 53, જામનગર મનપામાં 21, ભાવનગર મનપામાં 14 અને જુનાગઢ મનપામાં 12 કેસો નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારમાં 636 કેસો નોંધાયા છે.આ સાથે રાજયમાં કોરોનાના કુલ કેસો વધીને 195917 સુધી પહોચી ગયા છે. સારવાર દરમ્યાન રાજયમાં 24 કલાકમાં વધુ 9 દર્દીઓએ દમ તોડયો છે.

અમદાવાદ મનપામાં 5 , સુરત મનપામાં 2, ગીર સોમનાથમાં 1, રાજકોટ મનપામાં 1 એમ કુલ 9 દર્દીઓનું મોત નીપજયુ છે. આ સાથે રાજયમાં કોરોનાથી કુલ 3846 દર્દીઓએ જાન ગુમાવ્યો છે. હાલમાં રાજયમાં કુલ 13285 દર્દીઓ સારવાર હેઠળ છે.જે પૈકી વેન્ટીલેટર પર 95 દર્દીઓ છે. આ ઉપરાતં 13190 દર્દીઓની સ્થિતિ સ્થિર છે.

રાજ્યમાં કોરોના વકર્યો- 1515 નવા કેસો, 9 દર્દીઓનાં મોત

સુરતમાં ફરી કોરોના પ્રતિદિન 200નો આંક વટાવી રહ્યો છે

સુરત: (surat) દિવાળી બાદ શહેરમાં કોરોનાએ ફરીથી ગતિ પકડી છે. કોરોનાની શહેરમાં જાણે બીજી વેવ શરૂ થઈ હોય તેવી ભીતિ સેવાઈ રહી છે. સપ્ટેમ્બર માસમાં શહેરમાં પ્રતિદિન 200 કે તેથી વધુ પોઝિટિવ દર્દી (Positive Patient) નોંધાતા હતા તેવી જ પરિસ્થિતિ ફરીથી ઉદ્બવી રહી છે. દિવાળીના તહેવાર બાદ પ્રતિદિન નોંધાતા પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે. શુક્રવારે શહેરમાં 205 પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા જ્યારે શનિવારે શહેરમાં વધુ 211 પોઝિટિવ દર્દી નોંધાવાની સાથે જ શહેરમાં પોઝિટિવ દર્દીઓનો કુલ આંક 30,156 પર પહોંચી ચુક્યો છે. તેમજ વધુ 2 મોત સાથે કુલ મૃત્યુઆંક 758 પર પહોંચ્યો છે. શનિવારે શહેરમાં વધુ 179 દર્દીઓ સાજા થયા હતા અને અત્યારસુધીમાં કુલ 28,388 દર્દીઓ ડિસ્ચાર્જ (Discharge) થયા છે. હાલમાં શહેરમાં 1768 એક્ટીવ કેસ છે.

Related Posts