દેશમાં કોરોનાની ગતિ ધીમી પડી : એક્ટિવ કેસો હવે 8 લાખથી પણ ઓછા

નવી દિલ્હી : વિશ્વવ્યાપી કોરોના વાયરસ (Corona Virus) જેને દુનિયામાં પોતાના કહેર વરસાવી રહ્યો છે ત્યાં હવે ભારતમાં કોરોનાની ગતિ ધીમે પડતી નજરે પડી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલય (Ministry of Health) મુજબ છેલ્લા દોઢ મહિનામાં કોરોનાનાં એક્ટિવ કેસો (Active Cases) નાં મામલે નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. દેશમાં 16 સપ્ટેમ્બરનાં રોજ 10 લાખ 09 હજાર 883 કોરોનાના એક્ટિવ કેસો હતા જે 21 સપ્ટેમ્બરનાં રોજ 28653 એક્ટિવ કેસોનાં ઘટાડા (Decrease in active case) સાથે કુલ 9 લાખ 75 હજાર 611 થયો ત્યાર બચાદ 08 ઓક્ટોબરનાં રોજ 9 લાખથી એક્ટિવ કેસો 8 લાખ 93 હજાર 015 થયો અને હવે માત્ર 9 દિવસમાં જ કુલ એક્ટિવ કેસોની સંખ્યા 7 લાખ 94 હજાર 775 થઈ ચૂકી છે.

દેશમાં કોરોનાની ગતિ ધીમી પડી : એક્ટિવ કેસો હવે 8 લાખથી પણ ઓછા

ઉલ્લેખનિય છે કે દેશમાં કુલ કોરોના કેસો (Corona Cases) ની સંખ્યા 74 લાખ 30 હજારથી વધુ છે જેની સરખામણીમાં કુલ 65 લાખ 21 હજારથી વધુ દર્દીઓ રિકવર (Corona Patients Recover) થઈ ચૂક્યા છે આ રેશિયો બીજા દેશોની સરખામણીમાં ઘણો સારો છે. રિકવરી રેટ (Recovery Rate) ની વાત કરીએ તો દેશમાં 87.8 ટકાનાં દરે દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ થઈ રહ્યા છે જ્યારે મૃત્યુઆંક 1.5 ટકા છે. અત્યાર સુધી 1 લાખ 13 હજારથી વધુ દર્દીઓ કોરોનાનો ભોગ બન્યા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 62104 નવા લોકો કોરોનાની ચપેટમાં આવ્યા છે તો તેની સરખામણીમાં કુલ 70386 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહ્યા છે તો 839 દર્દીઓએ સારવાર દરમિયાન પોતાના જીવ ગુમાવ્યા છે.

દેશમાં કોરોનાની ગતિ ધીમી પડી : એક્ટિવ કેસો હવે 8 લાખથી પણ ઓછા

દેશમાં કોરોનાની ગતિ ધીમી તો પડી છે (Corona’s pace slowed in the country) અને તમામ રાજ્યોમાં કોરોનાનાં કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે પરંતુ છતાં મહારાષ્ટ્રમાં બીજા રાજ્યોની સરખામણીમાં વધુ કોરોના કેસો નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 11447 કેસો નોંધાયા છે. તે સિવાય આંધ્રપ્રદેશમાં 3967, તમિલનાડુમાં 4389, કર્ણાટકમાં 7542, ઉત્તરપ્રદેશમાં 2552, દિલ્હીમાં 3428, પશ્રિમ બંગાલમાં 3771, ઓડિસામાં 2138, તેલંગાનામાં 1554, કેરેલામાં 7283, બિહારમાં 1062, આસામમાં 767, ગુજરાતમાં 1191, રાજસ્થાનમાં 2010, હરિયાણામાં 1227, મધ્યપ્રદેશમાં 1352, પંજાબમાં 507, છત્તીસગઢમાં 2472, ઝારખંડમાં 473, જમ્મુ-કાશ્મીરમાં 697, ઉત્તરાખંડમાં 549, ગોવામાં 321 અને પોંડુચેરીમાં 280 કેસો છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે.

દેશમાં કોરોનાની ગતિ ધીમી પડી : એક્ટિવ કેસો હવે 8 લાખથી પણ ઓછા

દેશમાં સર્વાધિક કોરોનાથી મોત મહારાષ્ટ્રમાં થઈ રહ્યા છે ગત 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 306 મોત, આંધ્ર પ્રદેશમાં 25, તમિલનાડુમાં 60, કર્ણાટકમાં 73, ઉત્તરપ્રદેશમાં 46, દિલ્હીમાં 22, પશ્રિમ બંગાલમાં 61, ઓડિસામાં 15, તેલંગાનામાં 7, કેરેલામાં 24, બિહારમાં 9, આસામમાં 10, ગુજરાતમાં 11, રાજસ્થાનમાં 15, હરિયાણામાં 11, મધ્યપ્રદેશમાં 25, પંજાબમાં 26, છત્તીસગઢમાં 40, ઝારખંડમાં 5, જમ્મુ-કાશ્મીરમાં 8, ઉત્તરાખંડમાં 15, ગોવામાં 6 અને પોંડુચેરીમાં 1 લોકો કોરોનાનો ભોગ બન્યા છે.

Related Posts