કોરોના હવાથી ફેલાય છે, હવે એર-પ્યોરિફાયર પણ લગાડવા પડશે

ન્યુયોર્ક (New York): અમેરિકાના સેન્ટ્રલ ફોર ડિસિઝ કન્ટ્રોલ (Centers for Disease Control and Prevention -CDC)એ નોવેલ કોરોના વાયરસ (Corona Virus/Covid-19) અંગેની એની ગાઇડલાઇન (guideline) ચૂપચાપ સુધારીને સ્પષ્ટ કર્યું છે કે આ વાયરસ હવાજન્ય છે. સીડીસીએ અગાઉ વિશ્વ આરોગ્ય સંસ્થાની (World Health Organisation-WHO) જેમ કહ્યું હતું કે છ ફિટથી નજીકના અંતરમાં આવેલા લોકો વચ્ચે છીંક કે ખાંસીના ડ્રોપલેટથી (sneeze and cough droplet) વાયરસ ફેલાય છે પણ હવે સ્વીકાર્યું કે માત્ર શ્વાસ લેવાથી પણ આનો ચેપ લાગી શકે છે અને ચેપગ્રસ્ત કણો છ ફિટથી દૂર પણ જઈ શકે છે અને હવામાં તરતા રહે છે, ખાસ કરીને બંધ વાતાવરણમાં.

Coronavirus detected on particles of air pollution | Environment | The  Guardian

સીડીસીએ શુક્રવારે આ ગાઇડલાઇન સુધારી હતી જેમાં સ્વીકારાયું કે વાયરસ દર્દીના શ્વાસોસ્વાસમાંથી નીકળતા સૂક્ષ્મ ડ્રોપલેટ્સથી પણ ફેલાઇ શકે છે એવા વધતા પુરાવા છે.
સીડીસીએ ચેતવણી આપી કે હવાજન્ય વાયરસ સૌથી ચેપી હોય છે અને સરળતાથી ફેલાઇ શકે છે. તેણે લોકોને માસ્ક પહેરવા, હાથ ધોવા અને બીમાર હોય તો આઇસોલેટ થવા ઉપરાંત ઇન્ડોર જગાઓમાં એર પ્યુરિફાયર્સનો (Air Purifiers) ઉપયોગ કરવાની પણ સલાહ આપી છે.

Coronavirus drifts through the air in microscopic droplets – here's the  science of infectious aerosols

ચેપગ્રસ્ત લોકો શ્વાસ લે, ગીતો ગાય કે વાતચીત કરે ત્યારે પણ નાના ડ્રોપલેટ્સ નીકળે છે જે હવામાં રહે છે અને એનાથી ચેપ ફેલાઇ શકે છે. રેસ્ટોરાં, ફિટનેસ ક્લાસીસ જેવા ઇન્ડોર વાતાવરણમાં (Indoor) આ ડ્રોપલેટ્સ હવામાં રહે છે અને શ્વાસમાં જાય છે. સામાન્ય રીતે સારું વેન્ટિલેશન ન હોય એવા ઇન્ડોર વાતાવરણમાં જોખમ વધે છે. WHOએ પણ અગાઉ આવી જ રીતે ગાઇડલાઇન સુધારી હતી. જો કે સીડીસી અને હુ બેઉ હજી એમ જ કહે છે કે ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે નિકટ અને લાંબો સંપર્ક જ આ રોગ ફેલાવાનો મુખ્ય માર્ગ છે. બદલાયેલી સલાહનો અર્થ એ કે અગાઉ માનતા હતા એના કરતા આ વાયરસ વધારે ચેપી છે અને સામાજિક અંતર સહિતના પગલાં પૂરતા ન રહે. જુલાઇમાં 239 વૈજ્ઞાનિકોએ WHO અને અન્ય જાહેર આરોગ્ય સંસ્થાઓને પત્ર લખીને એરસોલથી વાયરસ ફેલાય છે એના પુરાવા આપી ગાઇડલાઇન સુધારવા અપીલ કરી હતી.

3M Filtrete Room Air Purifiers - YouTube

કોરોના ફ્લુ કરતા ઝડપથી અને ઓરી કરતા ઓછો ફેલાય છે

Arnold Monto: Should we worry about airborne coronavirus? | University of  Michigan News

મીઝલ્સ (ઓરી) અને ટીબી (TB) એરસોલ્સથી ફેલાય છે અને ઘણાં ચેપી મનાય છે. સીડીસી કહે છે કે કોરોના ચેપ ફેલાવામાં ફ્લુ કરતા ઝડપી અને ઓરી કરતા ધીમો છે.

Related Posts