બાલાસિનોર નગરમાં કોરોના સંક્રમણમાં સતત વધારો છતાં લોકોની બેન્ક પાસે ભીડ

 (પ્રતિનિધિ)બાલાસિનોર,તા. ૧૫ બાલાસિનોર નગરમાં કોરોના નો કહેર સતત વધતો જઈ રહ્ના છે નગરના ધારીયાવાડ, ગાયત્રી સોસાયટી વિસ્તારમાં કન્ટેન્ટમેન્ટ જોન જાહેર કરવામાં આવ્યો હતો.

કન્ટેન્ટમેન્ટ નગરના ધારીયાવાડ, ગાયત્રી સોસાયટી, ગણેશ સોસાયટી, વૃંદાવન સોસાયટી, શિવમ સોસાયટી, જૂનો ભોઈવાળો તથા જીનરોડ, નિશાળ ચોક વિસ્તાર તથા દરજીવાળા, સરદાર મહોલ્લા, દફતર શેરી, પરબડી શેરી, બહુચરી માતા મંદિર પાસે, જેવા તમામ વિસ્તારમાં બફર જોન જાહેર કરવામાં આવ્યો હતા તેમજ વિસ્તારોમાં એન્ટ્રી અને એક્ઝીટ પોઇન્ટ ઉપર થર્મલ સ્ક્રીનીંગ કરવામાં આવશે.

 નગરની વિરપુર રોડ ઉપર વેસ્ટર્ન કોમ્પલેક્ષ માં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની શાખામાં કેશિયર કોરોના પોજેટિવ થતા તેમજ દેના બેંકમાં પણ કેશ હોવાનું જણાતા તાત્કાલિક અસર થી બેંકોનું કામકાજ ૩ દિવસ બંધ કરી સેનિતાઈઝ કરવામાં આવી હતી. આટલું હોવા છતાં પણ બેંકની બહાર ગ્રાહકો સોશિયલ ડિસ્ટનસ ભૂલી ટોળે વળતા જોવા મળ્યા હતા.

Related Posts