સંભાળજો મોત તમારી પાછળજ ઉભૂં છે: સુરતમાં કોરોના તેના ભયાનક સંક્રમણ લેવલ પર, મૃત્યુ દરમાં આટલા ટકાનો ઉછાળો

સુરત:(Surat) કોરોનાનો કહેર દિનપ્રતિદિન સુરત શહેરમાં વધી રહ્યો છે. શહેર હાલમાં તેના ભયાનક સંક્રમણ સ્તર પર પહોંચી ગયુ છે. કોરોનાને જો લોકો સામાન્ય સમજતા હોય તો તમારા પરિવારજનોના ચ્હેરા અને મ્હોરાને પણ સામે રાખીને એલર્ટ(Alert) રહેજો નહીતો યમસદન પહોંચતા વાર નહીં લાગે આ અમે નહીં પરંતુ કોરોનાના મૃત્યુના આંકડા બોલી રહ્યા છે. કોરોના કિસ્સામાં તંત્ર સાથે લોકો જો એમ સમજતા હોય કે તેઓને ડાયાબિટીસ અને બ્લ઼ડપ્રેશર નથી તેથી કાંઇ થશે નહી તો ભૂલ ભરેલૂ છે. પચાસ વર્ષ કરતા નાની વયના એવા 30 કરતા વધારે લોકોના મોત નીપજયા છે. તેમાં મોટા ભાગના લોકોને કાંઇજ નહી હતુ. કોરોનાના(Corona) કહેર વચ્ચે માત્ર ચાલુ જુન મહિનામાં 68 દર્દીઓના(Patient) મોત થયા છે. જે પૈકી સૌથી વધુ કતારગામ ઝોનમાં 22 દર્દીઓએ જીવ ગુમાવવા પડ્યા છે.

સંભાળજો મોત તમારી પાછળજ ઉભૂં છે: સુરતમાં કોરોના તેના ભયાનક સંક્રમણ લેવલ પર, મૃત્યુ દરમાં આટલા ટકાનો ઉછાળો

કોવિડ-19 કોરોના સંક્રમણની અસર દિન-પ્રતિદિન વધી રહી છે. કોરોના કેસ શહેરમાં પાછલા મહિનામઓમાં પોઝિટિવ કેસ જયા 30 થી 50ની આસપાસ હતા ત્યાં આજે આ આંકડો દોઢસો પાર પહોંચ્યો છે. પરંતુ સરકારે લોકડાઉન(Lockdown) હટાવી અનલોક-1નો પ્રારંભ જુન મહિનાથી કરતાની સાથે જ કોરોનાના દર્દીના મોતનો આંકોડ 70ને પાર થયો છે. લોકો માસ્ક વગર પણ નાના-નાના કામો માટે ઘરેથી નીકળી જાય છે. જેના કારણે તેનો ભોગ પોતે તથા સામાવાળા દુકાનદારને થાય છે. તેમ છતા લોકો તેની ચિંતા કરી રહ્યા છે.હાલમાં ખાણીપીણીની હોટલ અને રેકડી પર માસ્ક અને હાથમાં મોજા જોવા મળી રહ્યા નથી. આ ઉપરાંત મેડિકલ દુકાનો અને કરિયાણા સ્ટોર્સ પર પણ સોશ્યલ ડિસટન્સના ધજાગરા ઉડી રહ્યા છે. તેનુ ભયાનક પરિણામ આંખની સામે છે. જૂન મહિનામાં અનલોક-1નો પ્રારંભ બાદ શહેરભરમાં નોકરી-ધંધા શરૂ થતા પ્રતિદીન પોઝિટિવ દર્દીઓની સંખ્યા 175ને પાર થઇ ગઇ છે. માત્ર મૃતકની વાત કરીયે તો ચાલુ મહિનામાં 68 દર્દીઓને મોત નીપજ્યા છે. જેમાં સૌથી વધુ મોત હાલ કતારગામ ઝોનમાં થયા છે. કતારગામમાં 22 દર્દીઓના મોત નીપજ્યા છે. જયારે બીજા નંબરે વરાછા-એ, સેન્ટ્રલ, ઉધના અને લિંબાયત ઝોનમાં 8-9 દર્દીઓનો મોત નીપજ્યા છે.

સંભાળજો મોત તમારી પાછળજ ઉભૂં છે: સુરતમાં કોરોના તેના ભયાનક સંક્રમણ લેવલ પર, મૃત્યુ દરમાં આટલા ટકાનો ઉછાળો

સરકાર દ્વારા પણ જરૂરી સુચનો સાથે અનલોકનો અમલ શરૂ કરાવ્યો છે. પરંતુ શહેરીજનો જરૂરી સુચનોની પરવા કર્યા વગર તેનો અમલ કરી રહ્યા છે. શહેરીજનોમાં હાલ સૌથી વધુ આધેડ વ્યકિતઓએ ખુબ જ ચેતવું જોઇએ. કારણ કે અત્યાર સુધીમાં 51થી 60ની ઉમરના 47, 61થી 70 ઉમરનાં 43 અને 71થી 80ની ઉમરના 30 લોકોએ જીવ ગુમાવ્યા છે. શહેરીજનોએ કોરોનાના કહેરની ખુબ કાળજી રાખવી ખુબ જરૂરી બની છે.

સંભાળજો મોત તમારી પાછળજ ઉભૂં છે: સુરતમાં કોરોના તેના ભયાનક સંક્રમણ લેવલ પર, મૃત્યુ દરમાં આટલા ટકાનો ઉછાળો

લોકો લોકડાઉનમાં ખુબ કાળજી રાખતા હતા પરંતુ તે પછી નહીં
કોવિડ-19 કોરોના સંક્રમણ વચ્ચે જયારે લોકડાઉન હતું ત્યારે શહેરીજનો તેનો કડક અમલ કરતા હતા અને ઘરેથી બહાર પણ નીકળતા ન હતા. પરંતુ જેમ જેમ લોકડાઉન ખુલી જતા લોકો તબીયતની ચિંતા કર્યા વગર જ બેફામ ફરી રહ્યા છે. શહેરમાં ક્રિટીકલ દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. શહેરીજનોએ તાવ-શરદી-ખાંસની બિમાર હોય તો તેની સારવાર જરૂરી કરાવી લેવી. તેની રાહ જોવી ન જોઇએ. વધુ તકલીફ જણાઇ તો જ સિવિલ કે સ્મીમેર હોસ્પિટલમાં સારવાર માટે આવવું. હાલમાં પરિસ્થિતી તેના ગંભીર સ્તરે પહોંચી છે. લોકો પોતાની અને પરિવારજનોની કેર કરે તે અનિવાર્ય છે.
ડો. અમિત ગામીત, સિવિલ હોસ્પિટલ

ઉમરલાયક વ્યકિતઓને લોકઇનમાંજ રાખો અથવા જાનમાલના નુકસાનની તૈયારી રાખો
કોરોના સંક્રમણ વચ્ચે સૌથી વધુ બાળકો અને ઉમરલાયક દર્દીઓની સંખ્યા વધી રહી છે. શહેરીજનોએ હાલ ઘરમાં રહેતા ઉમરલાયક વ્યકિતઓ જે ડાયાબિટીસ અને પ્રેશર જેવી બિમારીઓથી પીડાતા હોય છે તેવા દર્દીઓને ઘરમાં સંતાડીને રાખવાની ખુબ જ જરૂર છે. આ લોકો જો બહાર નીકળે તો સમજી જવુ કે તેઓની જાનમાલને ભયાનક નુકસાન થઇ શકે છે આમ સીનીયર સિટીઝન જાતે ઘરની બહાર નહી નીકળે તે જવાબદારી તેઓની તથા તેમના પરિવારજનોની છે.
ડો. અશ્વિન વસાવા, સિવિલ હોસ્પિટલ

Related Posts